ગુજરાતની જેમ હરિયાણામાં પણ હિટ રહ્યો BJP નો ચૂંટણી પહેલા CM બદલવાનો ફોર્મ્યુલા

|

Oct 08, 2024 | 6:02 PM

ભાજપે હરિયાણાં જીતની હેટ્રિક લગાવવા જઈ રહી છે. હરિયાણામાં ભાજપ સતત ત્રીજીવાર સરકાર બનાવતી દેખાઈ રહી છે. અત્યાર સુધીના રૂઝાનોમાં ભાજપ 90 માંથી 50 સીટો પર આગળ ચાલી રહી છે. ભાજપની ચૂંટણી પહેલા મુખ્યમંત્રી બદલવાની ફોર્મ્યુલા હરિયાણામાં પણ Hit રહ્યો છે

ગુજરાતની જેમ હરિયાણામાં પણ હિટ રહ્યો BJP નો ચૂંટણી પહેલા CM બદલવાનો ફોર્મ્યુલા

Follow us on

હરિયાણામાં ભાજપ ભાજપ હેટ્રિક લગાવવા જઈ રહી છે. જે ખુદ એક રેકોર્ડ બનશે, કારણ કે હરિયાણામાં કોઈપણ પાર્ટી સતત ત્રણવાર ચૂંટણી નથી જીતી. એટલુ જ નહીં હરિયાણાના ઈતિહાસમાં ભાજપનું આ અત્યાર સુધીનું સૌથી શાનદાર પરફોર્મેન્સ પણ છે. ભાજપ આ પહેલા ક્યારેય પણ 50ના આંકડા સુધી નથી પહોંચી શકી.

હરિયાણામાં ભાજપની હેટ્રિકનું એક કારણ મુખ્યમંત્રી બદલવાની ફોર્મ્યુલા પણ માનવામાં આવી રહ્યુ છે. આ જ વર્ષે માર્ચમાં ભાજપે મનોહરલાલ ખટ્ટરને હટાવી નાયબ સિંહ સૈનીને મુખ્યમંત્રી બનાવ્યા હતા.

મનોહરલાલ ખટ્ટર પંજાબી હતી. જ્યારે નાયબસિંહ સૈની ઓબીસી સમુદાયમાંથી આવે છે. ખટ્ટરને હટાવી સૈનીને મુખ્યમંત્રી બનાવવા ભાજપ માટે ફાયદાનો સોદો રહ્યો છે. કારણ કે એગ્ઝિટ પોલ સુધી હરિયાણામાં ભાજપની વિદાય અને કોંગ્રેસની વાપસીનુંઅનુમામ લગાવી રહ્યા છે. પરંતુ અત્યાર સુધીના જે રૂઝાન અને પરિણામ સામે આવ્યા છે તેમા મોટાભાગની તસ્વીર સ્પષ્ટ થઈ ગઈ છે. ભાજપે 2014 અને 2019થી પણ મોટી જીત હાંસિલ કરવા જઈ રહી છે.

પાકિસ્તાનના 'મિની ઈન્ડિયા'માં ઉજવાઈ નવરાત્રી, કરાચીથી સામે આવ્યો Video
સુરતની યશ્વી નવરાત્રીમાં કિંજલ દવેએ મચાવી ધૂમ, જુઓ Video
મુંબઈની નવરાત્રીમાં અમદાવાદની દીકરી ઐશ્વર્યા મજમુદારે મચાવી ધૂમ, જુઓ Video
સચિન તેંડુલકર બન્યો કેપ્ટન, ચાહકોને 24 વર્ષ જૂના દિવસોની આવશે યાદ
પતિના મૃત્યુ બાદ પણ રેખા કેમ સિંદૂર લગાવે છે? જાતે જણાવ્યું કારણ
Blood Sugar કંટ્રોલમાં લાવવા માટે આ રીતે કરો તુલસીનો ઉપયોગ

ખટ્ટરને હટાવી સૈનીને CM બનાવવાની રણનીતિ રહી સફળ?

હરિયાણાની રાજનીતિમાં જાટ સમુદાય ઘણુ મોટુ ફેક્ટર ગણાય છે. ખેડૂત આંદોલન અને પછી બોક્સર્સના આંદોલનના કારણે જાટ વોટર્સ ભાજપથી નારાજ હોવાનુ મનાતુ હતુ. આ ઉપરાંત એવુ પણ માનવામાં આવી રહ્યુ હતુ કે ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના જોરે કોંગ્રેસને વધુ જાટ વોટ મળવાની આશા હતી. આ સ્થિતિમાં ભાજપે ઓબીસી ફેક્ટરને અંકે કરવાની કોશિષ કરી.

એવો અંદાજ છે કે હરિયાણામાં 40% OBC, 25% જાટ, 20% દલિત, 5% શીખ અને 7% મુસ્લિમો છે. તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપને જાટોની નારાજગીનો ભોગ બનવું પડ્યું હતું. કોંગ્રેસે અહીં 10માંથી 5 બેઠકો જીતી હતી. તેમાંથી બે – અંબાલા અને સિરસા એસસી સીટો હતી. બાકીની ત્રણ – સોનીપત, રોહતક અને હિસાર – જાટ પ્રભુત્વવાળી બેઠકો હતી. જ્યારે કરનાલ, ફરીદાબાદ, ગુડગાંવ, ભિવાની-મહેન્દ્રગઢ અને કુરુક્ષેત્રમાં ભાજપે જીત મેળવી હતી. આ પાંચેય બેઠકો પર ઓબીસી અને સવર્ણોનો દબદબો છે.

માર્ચમાં, જ્યારે ભાજપે મનોહર લાલ ખટ્ટરને હટાવીને નાયબ સિંહ સૈનીને મુખ્યમંત્રી બનાવ્યા ત્યારે તેને ચૂંટણીનો દાંવ માનવામાં આવતો હતો. કારણ કે ભાજપે ઘણા રાજ્યોમાં ચૂંટણી પહેલા મુખ્યમંત્રી બદલ્યા હતા. આ ચૂંટણીમાં ભાજપે સૈનીના ચહેરા પર જ ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું. એવું માનવામાં આવે છે કે સૈનીના કારણે ભાજપે ન માત્ર એન્ટી ઈન્કમ્બન્સી ઓછી કરી પરંતુ ઓબીસી વોટ પણ મજબૂત કર્યા.

ભાજપની CM બદલવાની ફોર્મ્યુલા હિટ?

2021 થી ભાજપે અનેક રાજ્યોમાં ચૂંટણી પહેલા મુખ્યમંત્રી બદલ્યા છે. આમ કરીને ભાજપે એન્ટી ઈન્કમ્બન્સી દૂર કરી છે. હરિયાણા પાંચમું રાજ્ય હતું, જ્યાં ચૂંટણી પહેલા ભાજપે મુખ્યમંત્રીનો ચહેરો બદલી નાખ્યો અને તેનો ફાયદો તેને મળતો જોવા મળી રહ્યો છે.

આ પહેલા ભાજપે જે રાજ્યોમાં મુખ્યમંત્રી બદલ્યા છે તેમાંથી કર્ણાટકને છોડીને બાકીના તમામ રાજ્યોમાં આ ફોર્મ્યુલા હિટ રહી છે.

ક્યાં ક્યાં ભાજપની ફોર્મ્યુલા રહી હિટ?

ગુજરાતઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે બે વખત મુખ્યમંત્રીનો ચહેરો બદલ્યો છે અને તેનો ફાયદો બંને વખત મળ્યો છે. 2017ની ચૂંટણી પહેલા ભાજપે આનંદીબેન પટેલને હટાવીને વિજય રૂપાણીને સીએમ બનાવ્યા હતા. 2017ની ચૂંટણીમાં ભાજપે 182માંથી 99 બેઠકો જીતી હતી. આ પછી 2022ની ચૂંટણી પહેલા સપ્ટેમ્બર 2021માં ભાજપે વિજય રૂપાણીને હટાવીને ભૂપેન્દ્રસિંહ પટેલને મુખ્યમંત્રી બનાવ્યા હતા. 2022માં જ્યારે ચૂંટણી થઈ ત્યારે ભાજપે 156 બેઠકો જીતી હતી.

 ઉત્તરાખંડઃ

2022ની વિધાનસભા ચૂંટણીના લગભગ એક વર્ષ પહેલા ભાજપે ત્રિવેન્દ્ર સિંહ રાવતને હટાવીને તીરથ સિંહ રાવતને મુખ્યમંત્રી બનાવ્યા. જો કે, તીરથ સિંહ રાવતે ચાર મહિના પણ આ પદ રહી ન શક્યા અને તેમને હટાવીને પુષ્કર સિંહ ધામીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. 2022ની ચૂંટણીમાં ભાજપે ઉત્તરાખંડ વિધાનસભાની 70માંથી 47 બેઠકો જીતી હતી.

ત્રિપુરા

ત્રિપુરામાં માર્ચ 2023માં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. આના થોડા મહિના પહેલા ભાજપે બિપ્લબ કુમાર દેબને હટાવીને માણિક સાહાને મુખ્યમંત્રી બનાવ્યા હતા. 2023માં જ્યારે ચૂંટણી થઈ ત્યારે ભાજપ પોતાની સત્તા બચાવવામાં સફળ રહ્યો હતો. તે ચૂંટણીમાં ભાજપે 60માંથી 32 બેઠકો જીતી હતી.

 કર્ણાટક

ચૂંટણી પહેલા મુખ્યમંત્રી બદલવાની હિલચાલ કર્ણાટકમાં પાર ન પડી. ઘણા નેતાઓના વિરોધ છતાં, જુલાઈ 2021 માં, ભાજપે બીએસ યેદિયુરપ્પાને હટાવીને બસવરાજ બોમાઈને મુખ્યમંત્રી બનાવ્યા. ભાજપને આ પરિવર્તનનો કોઈ ફાયદો થયો ન હતો અને પાર્ટી 2023ની ચૂંટણીમાં હારી ગઈ હતી. 2023ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 224માંથી માત્ર 66 સીટો જીતી શકી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસે 135 બેઠકો જીતી હતી.

2023ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 224માંથી માત્ર 66 સીટો જીતી શકી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસે 135 બેઠકો જીતી હતી.

હરિયાણામાં બનાવ્યો રેકોર્ડ

હરિયાણાના ચૂંટણી ઈતિહાસમાં આજ સુધી કોઈ પણ રાજકીય પક્ષ સતત ત્રીજી વખત સત્તામાં આવ્યો નથી. હવે ભાજપ આ રેકોર્ડ બનાવવા જઈ રહી છે. ભાજપ સતત ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે.

દેશના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:01 pm, Tue, 8 October 24

Next Article