DELHI : ગાઝીપુર બોર્ડર પર નેશનલ હાઈવે 9 પર 11 મહિનાથી લાગેલા બેરિકેડિંગને દિલ્હી પોલીસે આજે સંપૂર્ણપણે હટાવી દીધા છે. જો કે ખેડૂતોના મંચ અને તંબુ હજી પણ યથાવત લાગેલા છે. ટિકરી અને ગાઝીપુર બોર્ડર પર બેરિકેડિંગ હટાવવાની વચ્ચે, ખેડૂતોએ ફરીથી દિલ્હી જવાની ચેતવણી આપી છે. ખેડૂત આગેવાનોએ ચેતવણી આપી હતી કે રસ્તો ખુલ્લો થતાં જ તેઓ ટ્રેક્ટર સાથે દિલ્હી તરફ કૂચ કરશે. ખેડૂતોની આ ચેતવણી બાદ દિલ્હી પોલીસ સતર્ક થઈ ગઈ છે. જે બાદ સુરક્ષા વધુ વધારી દેવામાં આવી છે.
ગાઝીપુર બોર્ડર પરથી બેરિકેડિંગ હટાવવાની વચ્ચે ખેડૂતોએ રસ્તા પર જ કૃષિ કાયદાનો વિરોધ શરૂ કરી દીધો હતો. બેરિકેડીંગ હટાવવા માટે રસ્તામાં ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા. આ દરમિયાન દિલ્હી પોલીસે રસ્તો ખોલવાનું કામ અટકાવી દીધું હતું. જે બાદ વિરોધ કરી રહેલા ખેડૂતો મંચ પર પાછા ફરવા લાગ્યા. બેરિકેડિંગ હટાવ્યા બાદ કેટલાક ખેડૂતો સ્ટેજ પર પહોંચ્યા તો કેટલાક ખેડૂતો હાઈવેની નીચે કબડ્ડી રમવા લાગ્યા. જે બાદ હાઈવે પર લોકોનો ધસારો જોવા મળ્યો હતો.
ખેડૂતોએ દિલ્હી જવાની ચેતવણી આપી
ખેડૂતો ટ્રેક્ટર લઈને દિલ્હીમાં પ્રવેશવાની ચેતવણી આપી રહ્યા છે. ખેડૂતોની ચેતવણીને ગંભીરતાથી લઈને પોલીસે ત્યાં સુરક્ષા વધારી દીધી છે. ઈમરજન્સી રુટ ખોલવા માટે દિલ્હી પોલીસે ટિકરી અને ગાઝીપુર બોર્ડર પરથી બેરિકેડિંગ હટાવવાનું કામ શરૂ કર્યું હતું. છેલ્લા ઘણા મહિનાઓથી ખેડૂતોના આંદોલનને કારણે બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું. હવે પોલીસ બેરિકેડ હટાવી રહી છે. આવી સ્થિતિમાં ગાઝિયાબાદથી દિલ્હી આવતો રસ્તો ખુલી શકે છે. પરંતુ આ દરમિયાન કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા હતા. જે બાદ પોલીસે હાલ પુરતો રસ્તો ખુલ્લો કરવાની કામગીરી અટકાવી દીધી છે.
દિલ્હી પોલીસે બોર્ડર પર સુરક્ષા વધારી દીધી
ગુરુવારે રાત્રે જ પોલીસે ટિકરી બોર્ડર પરથી બેરિકેડિંગ હટાવીને ઈમરજન્સી રુટ ખોલવાનું કહ્યું હતું. ગુરુવારે બહાદુરગઢનો રસ્તો ખુલ્લો મુકાયો હતો. આ પહેલા પોલીસે ગાઝીપુર બોર્ડર પરથી કાંટાળા તાર હટાવવાની શરૂઆત કરી હતી. આ પછી ગુરુવારે રાત્રે ટિકરી બોર્ડર પરથી બેરિકેડિંગ હટાવવાની શરૂઆત કરવામાં આવી હતી. દિલ્હીની બોર્ડર નજીક ગાઝીપુર બોર્ડર પર ખેડૂતોના ધરણાના સ્થળેથી પોલીસે બેરિકેડિંગ પણ હટાવી દીધા છે. સરકાર દ્વારા આદેશ કરાયા બાદ બેરીકેટીંગ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ ખેડૂતોએ ફરી દિલ્હી જવાની ચેતવણી આપી છે.
આ પણ વાંચો : ઘરે બેઠા દૂધ, મિઠાઇ, ફરસાણ, ચાંદીના વરખમાં ભેળસેળ કેવી રીતે ચકાસવી, જાણો આ સરળ રીત