AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઘરે બેઠા દૂધ, મિઠાઇ, ફરસાણ, ચાંદીના વરખમાં ભેળસેળ કેવી રીતે ચકાસવી, જાણો આ સરળ રીત

Food Sefty On Wheel :કોઈ પણ વ્યક્તિ ફૂડ સેફટી ઓન વ્હીલ મોબાઇલ લેબોરેટરીનો ટોલ ફ્રી નંબર છે - 1800 233 55 00 પર કોલ કરી શકે છે.

ઘરે બેઠા દૂધ, મિઠાઇ, ફરસાણ, ચાંદીના વરખમાં ભેળસેળ કેવી રીતે ચકાસવી, જાણો આ સરળ રીત
Check for contamination in sweets by Food Safety on Wheel Laboratory
Jignesh Patel
| Edited By: | Updated on: Oct 29, 2021 | 5:54 PM
Share

AHMEDABAD : તહેવારની સીઝન સાથે મીઠાઈ, માવા અને ફરસાણની પણ સીઝન આવે છે. ઘણા લોકો પરંપરાગત રીતે ઘરે મીઠાઈઓ બનાવે છે અને ઘણા લોકો બજારમાંથી મીઠાઈ, માવા અને ફરસાણ ખરીદે છે. બજારમાંથી ખરીદેલી ઘણી વસ્તુમાં ભેળસેળની આશંકા હોય છે. ઘણા વેપારીઓ મીઠાઈ, માવા અને ફરસાણમાં ભેળસેળ કરે છે, જે નાગરીકોના સ્વાસ્થ્ય સાથે ચેડા છે. હવે આ બાબતમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ પ્રકારની ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળ છે કે નહી તે કેવી રીતે ચકાસવી? આ પ્રશ્નનો જવાબ છે ફૂડ સેફટી ઓન વ્હીલ. (Food Sefty On Wheel)

દૂધ, મિઠાઇ, ફરસાણ વગરે ખાદ્યવસ્તુઓમાં ભેળસેળ છે કે નહી તેની તપાસ માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (Food and drug regulations division)એ નાગરીકોની સુવિધા માટે ફૂડ સેફટી ઓન વ્હીલ. (Food Sefty On Wheel) લેબોરેટરી શરૂ કરી છે. જેના દ્વારા નાગરીકો ઘરે બેઠા ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળ ચકાસી શકે છે.

ફૂડ સેફટી ઓન વ્હીલ મોબાઇલ લેબોરેટરી આ અંગે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારી દીપિકાબહેને કહ્યું કે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ફૂડ સેફટી ઓન વ્હીલ મોબાઇલ લેબોરેટરી દ્વારા જે તે સ્થળ પર જઈને જ ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળ છે કે નહિ તે ચકાસી શકાય છે. નાગરીકો પોતાની સોસાયટીમાં અથવા સીધા વેપારીની દુકાને જ બોલાવી શકે છે. આ માટે કોઈ પણ વ્યક્તિ ફૂડ સેફટી ઓન વ્હીલ મોબાઇલ લેબોરેટરીનો ટોલ ફ્રી નંબર છે – 1800 233 55 00 પર કોલ કરી શકે છે.

કેવી રીતે કામ કરે છે ફૂડ સેફટી ઓન વ્હીલ લેબોરેટરી? આ ફૂડ સેફટી ઓન વ્હીલ મોબાઇલ લેબોરેટરી દૂધ, માવો, મીઠાઈ, મસાલા, તેલ, મીઠું અને ફરસાણ સહીતની ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળ તેમજ ચાંદીનો વરખ પણ અસલી છે કે નકલી તે ચકાસી શકાય છે. આ ખાદ્ય પદાર્થો પણ ખાસ પ્રકારનું કેમિકલ છાંટવામાં આવે છે, જો આ ખાદ્યપદાર્થ ભેળસેળ વાળા હશે તો તેનો રંગ બદલાઈ જશે. આવી જ રીતે દૂધમાં ખાસ પ્રકારના કેમિકલને ભેળવીને દૂધમાં ભેળસેળ છે કે નહી તે ચકાસી શકાય છે.

વર્ષના 15,000 સેમ્પલની ચકાસણી ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારી દીપિકાબહેને કહ્યું કે તેમના વિભાગમાં 279 જેટલા ફૂડ સેફટી ઓફિસરો છે. સમગ્ર વર્ષ દરમિયાન આ ઓફિસરો દરેક જિલ્લા, શહેર અને ગામડાઓમાં જઈને સેમ્પલ કલેક્ટ કરે છે અને ચકાસણી માટે મોકલે છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર વર્ષના લગભગ 15,000થી વધુ સેમ્પલની ચકાસણી કરવામાં આવે છે, જેમાંથી 7 થી 8 ટકામાં ભેળસેળ મળે છે.

આ પણ વાંચો : Gujarat : દસ સિનિયર IAS અધિકારીઓની બદલી, જાણો કયાં અધિકારીઓને કયો ચાર્જ સોંપાયો

આ પણ વાંચો : સુરત : માનહાનિના કેસમાં કોર્ટ સમક્ષ હાજર રહ્યાં રાહુલ ગાંધી, કોર્ટમાં લખાવ્યું નિવેદન

પોલીસે હાજરી ભરવા નહીં જવુ પડે સ્ટેશને, ઓલ ઈન વન નવી 'પ્રમાણ' એપ લોન્ચ
પોલીસે હાજરી ભરવા નહીં જવુ પડે સ્ટેશને, ઓલ ઈન વન નવી 'પ્રમાણ' એપ લોન્ચ
પ્રેમલગ્ન બાદ યુવતીઓને ધિક્કારવી ન જોઈએ- મહિલા આયોગના ચેરમેન
પ્રેમલગ્ન બાદ યુવતીઓને ધિક્કારવી ન જોઈએ- મહિલા આયોગના ચેરમેન
વાતાવરણમાં આવશે 'પલટો' ! હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી
વાતાવરણમાં આવશે 'પલટો' ! હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી
અરવલ્લીને લઈને સુપ્રીમ કોર્ટે પોતાના જ ચુકાદા સામે આપ્યો સ્ટે
અરવલ્લીને લઈને સુપ્રીમ કોર્ટે પોતાના જ ચુકાદા સામે આપ્યો સ્ટે
સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માનવ મહેરામણ ઉમટ્યું, ડિસેમ્બરમાં લાખોની ભીડ
સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માનવ મહેરામણ ઉમટ્યું, ડિસેમ્બરમાં લાખોની ભીડ
ફાર્મા ફેક્ટરીમાં બનતો હતો નશો!, 22 કિલો અલ્પ્રાઝોલમ કર્યો જપ્ત
ફાર્મા ફેક્ટરીમાં બનતો હતો નશો!, 22 કિલો અલ્પ્રાઝોલમ કર્યો જપ્ત
ધારાસભ્ય યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ કરાયો
ધારાસભ્ય યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ કરાયો
આજનું હવામાન : ગુજરાતના મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો
આજનું હવામાન : ગુજરાતના મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો
દ્વારકામાં છેતરપિંડી અને કાળી કરતૂતનો પર્દાફાશ - જુઓ Video
દ્વારકામાં છેતરપિંડી અને કાળી કરતૂતનો પર્દાફાશ - જુઓ Video
પ્રેમલગ્ન બાદ પાટીદાર સમાજના રોષનો ભોગ બનેલી ગાયિકા આરતીએ ઠાલવી વેદના
પ્રેમલગ્ન બાદ પાટીદાર સમાજના રોષનો ભોગ બનેલી ગાયિકા આરતીએ ઠાલવી વેદના
g clip-path="url(#clip0_868_265)">