AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજ્યની રાજધાની બદલવાની થઈ જાહેરાત, આ જૂનું શહેર બનશે નવી રાજધાની, મુખ્યમંત્રીએ કરી જાહેરાત

આ રાજ્યના લોકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રીએ આજે રાજ્યની નવી રાજધાનીની જાહેરાત કરી છે. એક જૂનું શહેર હવે રાજ્યની નવી રાજધાની બનવા જઈ રહી છે.

રાજ્યની રાજધાની બદલવાની થઈ જાહેરાત, આ જૂનું શહેર બનશે નવી રાજધાની, મુખ્યમંત્રીએ કરી જાહેરાત
રાજ્યની રાજધાની બદલવાની થઈ જાહેરાતImage Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 31, 2023 | 8:41 PM
Share

આ રાજ્યના લોકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. આ સામાચાર જાણી રાજ્ય સહિત આખા દેશના લોકોમાં ચર્ચા થઈ રહી છે. રાજ્યના મુખ્યમંત્રીએ આજે રાજ્યની નવી રાજધાનીની જાહેરાત કરી છે. એક જૂનું શહેર હવે રાજ્યની નવી રાજધાની બનવા જઈ રહી છે. આ વાત આંધ્રપ્રદેશ રાજયની છે. આજે મંગળવારે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ ઘોષણા કરી છે કે, આંધ્રપ્રદેશની રાજધાની હવે વિશાખાપટ્ટનમ હશે.

આંધ્રપ્રદેશથી તેલંગણા રાજ્ય અલગ થયા બાદ આંધ્રપ્રદેશની નવી રાજધાની જાહેરાત કરવાની માગ થઈ રહી હતી. વિશાખાપટ્ટનમ સિવાય કુરનૂલ અને અમરાવતી પણ રાજધાની બનવાની રેસમાં હતી. પણ રાજધાની તરીકે આજે આંધ્રપ્રદેશના સૌથી મોટા શહેરને પસંદ કરવામાં આવી છે

અમરાવતી બનવાની હતી આંધ્રપ્રદેશની નવી રાજધાની

આ શહેરનો પાયો 22 ઓક્ટોબર 2015ના રોજ ઉદ્દદારયુનીપાલેમ ખાતે નાખવામાં આવ્યો હતો. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આંધ્ર પ્રદેશના મુખ્યપ્રધાન એન. ચંદ્રબાબુ નાયડુ, ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ મુપ્પાવરાપુ વેંકૈયા નાયડુ, રાજ્યપાલ E. S. L. નરસિમ્હન, અર્થતંત્ર વેપાર અને ઉદ્યોગ માટે જાપાનીઝ પ્રધાન, યોસુકે તાકાગી અને સિંગાપોરના વેપાર અને ઉદ્યોગ મંત્રી એસ. ઇશ્વરાએ શહેરનો પાયો નાખ્યો હતો.

તેલંગાણાના અલગ થયા બાદ તત્કાલીન સીએમ અને ટીડીપી નેતા ચંદ્રબાબુ નાયડુએ અમરાવતીને રાજ્યની ગ્રીનફિલ્ડ રાજધાની બનાવવાની જાહેરાત કરી હતી. જ્યારે આ અંગે વિવાદ થયો ત્યારે રાજધાનીની ઓળખ માટે શિવરામકૃષ્ણન સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિએ સ્પષ્ટ કહ્યું હતું કે વિજયવાડા અને ગુંટુરની વચ્ચે સ્થિત આ શહેર રાજ્યની રાજધાની ન હોવી જોઈએ.

સમિતિના અહેવાલને અવગણીને નાયડુએ અમરાવતીને સિંગાપોરની તર્જ પર બાંધવામાં આવશે તેવી જાહેરાત કરીને જમીન સંપાદનની તૈયારી શરૂ કરી દીધી. જો કે, સરકાર અધવચ્ચે જ નીકળી ગઈ અને જગન મોહન રેડ્ડીએ સીએમ બન્યા પછી આ નિર્ણયને પલટી નાખ્યો.

મુખ્યમંત્રીએ નવી રાજધાનીની કરી જાહેરાત

આંધ્રપ્રદેશની વિત્તીય રાજધાની તરીકે વિશાખાપટ્ટનમને ઓળખવામાં આવે છે. ખાસ કરીને આ શહેરને ‘ભાગ્યનું શહેર’ અને પૂર્વી તટના ઘરેણા તરીકે ઓળખવામાં આવે છે. વિશાખાપટ્ટમ આંધ્રપ્રદેશનું સૌથી મોટું શહેર છે અને તે રોકાણનું સૌથી મોટું કેન્દ્ર પણ બની શકે છે આ શહેર હાઈવે, હવાઈ, રેલ અને જળમાર્ગથી જોડાયેલું છે.

કનેક્ટિવિટી સારી હોવાને કારણે આ શહેરમાં આર્થિક ક્ષમતા વધારે છે. અહીં સંપન્ન બંદરો અને આઈટી ઉદ્યોગનું એક પ્રમુખ આર્થિક કેન્દ્ર પણ છે. આ શહેર તેની પ્રાકૃતિક સુંદરતા માટે પણ જાણીતું છે. આ શહેર દેશના પ્રમુખ પર્યટન સ્થળોમાંથી એક છે.

g clip-path="url(#clip0_868_265)">