બંગાળમાં કંઝાવલા કાંડ જેવી ઘટના ! બાઈક સવાર યુવકને 1.5 કિમી ઢસેડતા ઘટના સ્થળે મોત

પોલીસના જણાવ્યા મુજબ અકસ્માતમાં બાઈક સવાર ડમ્પરની નીચે ફસાઈ ગયો હતો. ડમ્પરે ચાલકે યુવકને તેના બાઈક સાથે લગભગ 1.5 કિમી ઘસેડતા તેનું ઘટના સ્થળ પર મોત થયું હતું.

બંગાળમાં કંઝાવલા કાંડ જેવી ઘટના ! બાઈક સવાર યુવકને 1.5 કિમી ઢસેડતા ઘટના સ્થળે મોત
An incident like the Kanzhawala kand in Bengal
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2023 | 3:31 PM

દિલ્હીમાં કંઝાવલા કાંડ બાદ બંગાળના સિલીગુડમાં તેના જેવી જ ઘટના સામે આવી છે. ઘટનામાં ડમ્પરે બાઈક ચાલકને દોઢ કિલોમિટર સુધી ઢસેડતા બાઈક ચાલકનું મોત નિપજ્યુ છે. દુર્ઘટનામાં મૃત્યુ પામનાર યુવકનું નામ અનંત દાસ બતાવવામાં આવી રહ્યું છે જે બંગાળના લોઅર બાગડોગરા વિસ્તારનો બીજીપી અધ્યક્ષ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ઘટના ગુરુવારની રાતે સિલીગુડી- ડિવિઝનના શિવ મંદિર પાસે બની હોવાનું જણાય રહ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ અકસ્માતમાં બાઈક સવાર ડમ્પરની નીચે ફસાઈ ગયો હતો. જે બાદ ડમ્પરે ચાલકે યુવકને તેના બાઈક સાથે લગભગ 1.5 કિમી ઢસેડતા તેનું ઘટના સ્થળ પર મોત થયું હતુ. તેમજ બાઈક અને ડમ્પરમાં પણ આગ લાગી હતી.

ડમ્પરની ટક્કરે યુવકનું મોત

સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ ગોસાઈપુર નજીક ડમ્પરે બાઈકને ટક્કર મારી હતી. જેમાં બાઈક ચાલક તેના બાઈક સાથે ડમ્પરની નીચે ફસાઈ ગયો હતો. ત્યારે બાઈક ચાલક ફસાયો હોવા છત્તા ડમ્પર ચાલકે દોઢ કિમી સુધી તેને ઘસેડ્યો હતો. જે બાદ યુવક ગમેતેમ ડમ્પર નીચેથી નિકળી ગયો પણ ગંભીર ઈજાઓને કારણે તેનું ઘટના સ્થળ પર જ મોત થયું હતુ. તેમજ બાઈકમાં પણ ઘસેડાવાથી આગ લાગી હતી અને ડમ્પરને પણ આગના ઝપેટમાં લીધુ હતુ. જે બાદ ડમ્પર ચાલક નાસી છુટ્યો હતો. ત્યારે આસપાસના વિસ્તારના લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.

ઘટનામાં બાઈક અને ડમ્પર બન્ને બળીને ખાક

મૃતક અનંત દાસ બાગડોગરા હાટથી ગોંસાઈપુર પરત ફરી રહ્યો હતો. તે સમયે બાગડોગરાથી શિવ મંદિર તરફ જવાના રસ્તામાં આ દુર્ઘટના બની હતી. ડમ્પરે બાઈક ચાલકને ટક્કર મારી જે બાદ તેને 1.5 કિમી જેટલુ ઘસેડીને લઈ ગયો જેમાં યુવકનું મોત થયુ છે તેમજ બાઈક અને ડમ્પર ઘટનામાં બળીને ખાક થઈ ગયુ છે. ત્યારે ઘટના બાદ તરત જ આરોપી ડમ્પર ચાલક નાસી છુટ્યો હતો. ત્યારે આસપાસના વિસ્તારના લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

દિલ્હીના કંઝાવલામાં કેસમાં તપાસના ચક્રો ગતિમાન

નવા વર્ષની પૂર્વ સંધ્યાએ દિલ્હીમાં આવા જ એક અકસ્માતમાં એક યુવતીનું મોત થયું હતું. આ ઘટનાથી આખો દેશ ચોંકી ગયો હતો. 20 વર્ષીય અંજલિ તે દિવસે સવારે સ્કૂટર ચલાવી રહી હતી. ત્યારે દિલ્હીના કંઝાવલામાં મારુતિ સુઝુકી બલેનોએ તેના સ્કૂટરને ટક્કર મારી હતી. વિદ્યાર્થિની સ્કૂટી પરથી પડી અને તેનું શરીર કારની નીચે ફસાઈ ગયું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ફોર વ્હીલર યુવતીને લગભગ 12 કિલોમીટર સુધી રોડ કિનારે ખેંચી ગયું. જ્યારે કાર રોકાઈ ત્યારે શરીરમાં જીવ નહોતો. સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">