કાશ્મીરની આઝાદી માટે જવાનો પર પથ્થરમારો કરતા યુવાનો વાંચી લે આ ખબર કે CRPFએ કાશ્મીરી નાગરિકોના હિત માટે આપેલી ‘સુવિધા’ કેવી રીતે ઘાતક સાબિત થઈ ?
CRPF આતંકવાદી હુમલા અંગે સંપૂર્ણપણે ઍલર્ટ હતું, પરંતુ તેણે અજાણતા જ એક એવી ભૂલ કરી નાખી કે તેના 37 જવાનો શહીદ થઈ ગયાં. TV9 Gujarati Web Stories View more જામનગરમાં MLA રિવાબા જાડેજાએ શાસ્ત્રોક્ત વિધિ સાથે કર્યું શસ્ત્ર પૂજન, જુઓ Photos રતન ટાટાની આ 8 વાતો પાછળ છુપાયેલો છે સફળતાનો મંત્ર ચોંકાવનારૂ ! ભારતનું […]
CRPF આતંકવાદી હુમલા અંગે સંપૂર્ણપણે ઍલર્ટ હતું, પરંતુ તેણે અજાણતા જ એક એવી ભૂલ કરી નાખી કે તેના 37 જવાનો શહીદ થઈ ગયાં.
સીઆરપીએફે કહ્યું કે તેણે ગુરુવારે પોતાના કાફલાના રૂટ પર સંપૂર્ણ સાવચેતી વરતી હતી, પરંતુ જમ્મુ-શ્રીનગર હાઈવેના એક ભાગને સિવિલયન વ્હિકલ્સના પ્રયોગની મંજૂરી આપવી ઘાતક સાબિત થઈ. સીઆરપીએફે ગ્રૅનેડ હુમલા કે અચાનક થનાર ફાયરિંગને લઈને સંપૂર્ણ તકેદારી દાખવી હતી અને આખા રૂટની સંપૂર્ણપણે તપાસ કરી હતી.
સીઆરપીએફના ઇંસ્પેક્ટર જનરલ (ઑપરેશન્સ કાશ્મીર) ઝુલ્ફિકાર હસને એક મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, ‘રોડ ઓપનિંગ પાર્ટી (RoP)એ ગુરુવારે સવારે જમ્મૂ-શ્રીનગર હાઈવેના આખા રૂટનું ચૂકિંગ કર્યુ હતું. તે રૂટ પર ક્યાંય પણ IED નહોતું મળ્યું. એટલુ જ નહીં, આ વાતની પણ કોઈ શક્યતા નહોતી છોડાઈ કે કોઇક જવાનોના કાફલા પર ફાયરિંગ કરી શકે કે ગ્રૅનેડ ફેંકી શકે. જૈશ એ મોહમ્મદનો આત્મઘાતી હુમલાખોર આદિલ અહમદ ડાર કાશ્મીરી નાગરિકોને અપાયેલી આઝાદીનો ઉપયોગ કરતા એક સર્વિસ રોડથી જમ્મુ-શ્રીનગર હાઈવે પર આવ્યો.’
નિયમમાં આપેલી છૂટ સાબિત થઈ ઘાતક
આપને જણાવી દઇએ કે અગાઉ નિયમ એવો હતો કે જ્યારે સલામતી દળોનો કાફલો ચાલતો હોય, ત્યારે વચ્ચે સિવિલ ગાડીઓને આવવા નહોતી દેવાતી, પરંતુ કાશ્મીરમાં પરિસ્થિતિઓ સુધરી રહી હતી, એટલે આ નિયમમાં થોડીક છુટછાટ અપાઈ અને હવે કાફલા વચ્ચે કે આગળ-પાછળ સિવિલ ગાડીઓને પ્રવેશ કરવા દેવામાં આવવા લાગી, જે ખતરનાક સાબિત થયું. સીઆરપીએફના એક અધિકારીએ કહ્યું, ‘સ્થાનિક નાગરિક અમારી મૂવમેંટથી હાલાકી ન અનુભવે, એટલે અમે તેમની ગાડીઓને કાફલાની આજુબાજુ ચાલવાની છૂટ આપી રાખી હતી. આ રીતે હુમલો કરવાની રીત નવી અને ચોંકાવનારી છે. સલામતી દળો હવે પોતાની રણનીતિમાં ફેરફાર કરશે.’
[yop_poll id=1429]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]