Maharashtra : શિવસેનાના નેતા પર બળાત્કારનો આરોપ, ભાજપ અને NCPના નેતાઓ આવી ગયા સામ-સામે
રઘુનાથ કુચિકના પરિવારનો આરોપ છે કે રઘુનાથને ખોટી રીતે ફસાવવામાં આી રહ્યા છે. ફરિયાદી અને ચિત્રા વાઘ જાણી જોઈને અને કાવતરા હેઠળ આ બાબતે મીડિયા ટ્રાયલ ચલાવી રહ્યા છે.
Maharashtra : મહારાષ્ટ્રમાં શિવસેનાના (Shiv Sena) ઉપનેતા રઘુનાથ કુચિક (Raghunath kuchik)પર એક મહિલાએ લગ્નના બહાને રેપ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ મામલે પુણેના શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં (Police Station) પણ કેસ નોંધવામાં આવ્યો છે. પરંતુ શિવસેનાના નેતાને કોર્ટમાંથી જામીન મળી ગયા છે.ત્યારે મહારાષ્ટ્ર BJP ઉપાધ્યક્ષ ચિત્રા વાઘે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thackeray) પર સવાલ ઉઠાવતા કહ્યું કે આટલા ગંભીર આરોપ પછી પણ રઘુનાથ કુચિક વિરુદ્ધ કાર્યવાહી કેમ નથી થઈ રહી ?
બીજી તરફ રઘુનાથ કુચીકના પરિવારે ફરિયાદીના નાર્કો ટેસ્ટની માંગણી કરી છે. આ ફરિયાદની નોંધ લેતા, રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ અને NCP નેતા રૂપાલી ચકાંકરે ચિત્રા વાઘને જ્યાં સુધી આરોપો સાબિત ન થાય ત્યાં સુધી નિવેદન આપવાથી દૂર રહેવાની સલાહ આપી છે.
રઘુનાથ કુચિકના પરિવારે લગાવ્યો આ આરોપ
રઘુનાથ કુચિકના પરિવારનો આરોપ છે કે રઘુનાથને ખોટી રીતે ફસાવવામાં આી રહ્યા છે. ફરિયાદી અને ચિત્રા વાળા જાણી જોઈને અને કાવતરા હેઠળ આ બાબતે મીડિયા ટ્રાયલ ચલાવી રહ્યા છે. આ આરોપને કારણે તેના પરિવારની બદનામી થઈ રહી છે. આવી સ્થિતિમાં ફરિયાદી અને ચિત્રા વાળાનો નાર્કો ટેસ્ટ કરાવવો જોઈએ.
પુણે પોલીસને આ મામલે તપાસ કરવાનો આદેશ
જો કે ફરિયાદીએ પણ માગણી કરી છે કે શિવસેનાના નેતાનો નાર્કો ટેસ્ટ પણ કરાવવામાં આવે. ફરિયાદીએ થોડા દિવસ પહેલા ફેસબુક લાઈવ કરીને આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. ચિત્રા વાઘે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને અપીલ કરી છે કે તેઓ કોઈપણ રઘુનાથ કુચિક સામે તાત્કાલિક પગલાં લે.તમને જણાવી દઈએ કે, હાલ રૂપાલી ચકાંકરે પુણે પોલીસને આ મામલે તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
रघुनाथ कुचिक यांच्यावर बलात्कार आणि गर्भपाताचा आरोप करणाऱ्या तरुणीचा तक्रार अर्ज महाराष्ट्र राज्य महिला आयोगास काल प्राप्त झाला असून वरिष्ठ पोलीस निरिक्षक शिवाजी नगर पोलीस स्टेशन यांना याबाबत योग्य ती कार्यवाही करून याचा अहवाल राज्य महिला आयोगास सादर करण्याचे निर्देश दिले आहेत. pic.twitter.com/NIo3bnlU6x
— Maharashtra State Commission for Women (@Maha_MahilaAyog) March 21, 2022
મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગને એક મહિલા તરફથી ફરિયાદ અરજી મળી જેણે રઘુનાથ કુચિક પર બળાત્કાર અને ગર્ભપાતનો આરોપ મૂક્યો હતો. રૂપાલી ચકાંકરે શિવાજી નગર પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ ઇન્સ્પેક્ટરને રાજ્ય મહિલા આયોગ સમક્ષ તપાસનો અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.ત્યારે હાલ શિવસેના નેતા પર ગંભીર આરોપ લાગતા રાજકીય માહોલ ગરમાયો છે.
આ પણ વાંચો : Maharashtra : ‘ડીઝલના વધેલા ભાવોમાં સરકારી બસ સેવાઓને મુક્તિ આપો’, NCP એ PM મોદીને કરી અપીલ