Punjab: વિધાનસભામાં CM ભગવંત માનની જાહેરાત, આવતીકાલે શહીદ દિવસ પર સમગ્ર પંજાબમાં રજા રહેશે

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વિધાનસભામાં કહ્યું કે શહીદ-એ-આઝમ ભગત સિંહના શહીદ દિવસ એટલે કે આવતીકાલે, બુધવારે સમગ્ર પંજાબમાં રજા રહેશે. વિધાનસભામાં ડો.ભીમરાવ આંબેડકર અને ભગતસિંહની પ્રતિમાઓ સ્થાપિત કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.

Punjab: વિધાનસભામાં CM ભગવંત માનની જાહેરાત, આવતીકાલે શહીદ દિવસ પર સમગ્ર પંજાબમાં રજા રહેશે
Punjab AAP govt declares public holiday on March 23Image Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2022 | 12:53 PM

Punjab: પંજાબમાં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)સત્તામાં આવી છે અને રાજ્યની ભગવંત માન (Bhagwant Mann ) સરકાર સતત મોટા નિર્ણયો લઈ રહી છે. મંગળવારે મુખ્યમંત્રી ભગવંત માને વિધાનસભામાં મોટી જાહેરાત કરતા કહ્યું કે, શહીદ-એ-આઝમ ભગત સિંહના શહીદ દિવસના અવસર પર 23 માર્ચે સમગ્ર પંજાબમાં રજા રહેશે. વિધાનસભા (Assembly)માં ડો.ભીમરાવ આંબેડકર અને ભગતસિંહની પ્રતિમાઓ સ્થાપિત કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.

પ્રથમ વખત સમગ્ર પંજાબમાં શહીદ દિવસની રજા છે.

આ પહેલીવાર હશે જ્યારે સરદાર ભગત સિંહના શહીદ દિવસ પર સમગ્ર પંજાબમાં રજા હશે. આ પહેલા પંજાબના નવાશહેરમાં જ શહીદ દિવસ નિમિત્તે રજા રહેતી હતી. પરંતુ માન સરકારે શહીદ દિવસને લઈને એક નવી પરંપરા શરૂ કરી છે. તેમણે કહ્યું કે શહીદ-એ-આઝમ ભગત સિંહના શહીદ દિવસના અવસર પર 23 માર્ચે સમગ્ર પંજાબમાં રજા રહેશે. આ સાથે 28 સપ્ટેમ્બરે ભગતસિંહની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર પંજાબની શાળાઓમાં દિવસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેમાં આવનારી પેઢીને ભગતસિંહના જીવન વિશે જણાવવામાં આવશે.

વિધાનસભામાં મુખ્યમંત્રી સરદાર ભગવંત માને કહ્યું કે, આ અવસર પર પંજાબના લોકો, વડીલો અને બાળકો ભગતસિંહને તેમના ગામ ખટકરકલાન જઈને શ્રદ્ધાંજલિ આપી શકશે. અંગ્રેજો સામેના આઝાદીના યુદ્ધમાં ભગતસિંહને 23 માર્ચ 1931ના રોજ સુખદેવ અને રાજગુરુની સાથે ફાંસી આપવામાં આવી હતી. લાહોર ષડયંત્રના આરોપમાં ત્રણેયને ફાંસી આપવામાં આવી હતી.

જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન
લીલી વસ્તુ 'ચા'ને બનાવશે આ બીમારીની દવા
અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મોટી મુસીબતનો આવ્યો અંત, જાણો શું છે આખો મામલો
શ્વાસ લેવા બરાબર છે તમારા શરીર માટે આ વિટામિન, દેશમાં 47 ટકા લોકોમાં છે કમી
Bigg Boss 18 : ગુજરાતી મોડલ અદિતિ મિસ્ત્રી બિગ બોસમાં છવાઈ, જુઓ ફોટો

ભગતસિંહના મૂળ ગામમાં શપથ લેવામાં આવ્યા હતા

આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માને ગયા અઠવાડિયે પંજાબના 17મા મુખ્યમંત્રી તરીકે સરદાર ભગત સિંહના મૂળ ગામ ખટકર કલાન ખાતે શપથ લીધા હતા. પંજાબના ગવર્નર બનવારીલાલ પુરોહિત દ્વારા માનને પદના શપથ લેવડાવ્યા હતા. મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદથી માન, ભગત સિંહની વિચારધારાને આગળ ધપાવવાનો સતત દાવો કરી રહ્યા છે.

ભગવંત માન ભગત સિંહના સન્માનમાં બસંતી પાઘડી પહેરે છે. ભગવંત માને પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહેલા લોકોને બસ્તી રંગની પાઘડી પહેરીને આવવાની અપીલ કરી હતી. આ પહેલા મુખ્યમંત્રી ભગવંત માને તેમની ઓફિસમાં સરદાર ભગત સિંહ અને બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની તસવીરો લગાવી હતી.

આ પણ વાંચો : Earthquakes: ભૂકંપની ‘સુનામી’થી હચમચી ગયો આ ટાપુ , માત્ર 48 કલાકમાં 1100થી વધુ ભૂકંપના આંચકા અનુભવાયા !

અમદાવાદવાસીઓ ઠંડીમાં ઠુંઠવાવા થઈ જાવ તૈયાર
અમદાવાદવાસીઓ ઠંડીમાં ઠુંઠવાવા થઈ જાવ તૈયાર
News9 global summit માં VfB સ્ટુટગાર્ટના CMO રુવેન કેસ્પરેનું નિવેદન
News9 global summit માં VfB સ્ટુટગાર્ટના CMO રુવેન કેસ્પરેનું નિવેદન
Tv9 નેટવર્કને સ્ટુટગાર્ટમાં આમંત્રણ આપવા બદલ જર્મનીનો આભાર : બરુણ દાસ
Tv9 નેટવર્કને સ્ટુટગાર્ટમાં આમંત્રણ આપવા બદલ જર્મનીનો આભાર : બરુણ દાસ
બનાસકાંઠાના આ ખેડૂતના પાડાની કરોડોમાં લાગે છે બોલી- Video
બનાસકાંઠાના આ ખેડૂતના પાડાની કરોડોમાં લાગે છે બોલી- Video
અમદાવાદમાં વધુ એક વૃદ્ધ બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, પડાવ્યા 1 કરોડ
અમદાવાદમાં વધુ એક વૃદ્ધ બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, પડાવ્યા 1 કરોડ
ભાવનગરમાં રખડતી રંઝાડને કારણે વધુ એક યુવકે ગુમાવ્યો જીવ
ભાવનગરમાં રખડતી રંઝાડને કારણે વધુ એક યુવકે ગુમાવ્યો જીવ
મહુવામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલનો જથ્થો ભંગાર બનીને કાટ ખાઈ ગયો
મહુવામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલનો જથ્થો ભંગાર બનીને કાટ ખાઈ ગયો
સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો
સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો
દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ
દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ
સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ
સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ
g clip-path="url(#clip0_868_265)">