Uttar Pradesh Election Results 2022 : અખિલેશ યાદવે કહ્યું- સમય આવી ગયો છે ‘નિર્ણય’નો
UP Assembly Election Results 2022: મતગણતરી વચ્ચે અખિલેશ યાદવે ટ્વીટ કરીને કહ્યું કે, નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. 'લોકશાહીના સિપાહીઓ' વિજયનું પ્રમાણપત્ર લઈને જ પાછા ફરે!
ઉત્તર પ્રદેશ વિધાનસભા (Uttar Pradesh) ચૂંટણી (UP Assembly Election Result 2022)ના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. ગુરુવારે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન સમાજવાદી પાર્ટી (SP)ના વડા અખિલેશ યાદવે (Akhilesh Yadav) એક ટ્વિટ કર્યું છે. તેણે કહ્યું છે કે, ‘પરીક્ષા હજુ બાકી છે હિંમતની. ‘નિર્ણયો’ લેવાનો સમય આવી ગયો છે.’ મતગણતરી કેન્દ્રો પર દિવસ-રાત સતર્ક અને સભાનપણે સક્રિય રહેવા બદલ SP-ગઠબંધનના દરેક કાર્યકર્તા, સમર્થક, નેતા, પદાધિકારી અને શુભેચ્છકોનો હૃદયપૂર્વક આભાર! ‘લોકશાહીના સિપાહીઓ’ વિજયનું પ્રમાણપત્ર લઈને જ પાછા ફરે!’
કડક સુરક્ષા વચ્ચે મતગણતરી
ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર વિધાનસભાની ચૂંટણીની આતુરતાપૂર્વક રાહ જોવાતી મત ગણતરી શરૂ થઈ ગઈ છે. ઉત્તર પ્રદેશ ભાજપ અને મોદી સરકાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે રાજ્ય લોકસભામાં સૌથી વધુ 80 સાંસદો મોકલે છે અને વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના પ્રદર્શનની 2024ની સામાન્ય ચૂંટણી પર અસર થવાની ધારણા છે. પાંચ રાજ્યોમાં લગભગ 1,200 હોલમાં મત ગણતરી માટે 50,000થી વધુ અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે અને કડક સુરક્ષા વચ્ચે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ છે.
અખિલેશ યાદવનું ટ્વિટ
इम्तिहान बाकी है अभी हौसलों का वक़्त आ गया है अब ‘फ़ैसलों’ का
मतगणना केंद्रों पर दिन-रात सतर्क और सचेत रूप से सक्रिय रहने के लिए सपा-गठबंधन के हर एक कार्यकर्ता, समर्थक, नेतागण, पदाधिकारी और शुभचितंक को हृदय से धन्यवाद!
‘लोकतंत्र के सिपाही’ जीत का प्रमाणपत्र लेकर ही लौटें!
— Akhilesh Yadav (@yadavakhilesh) March 10, 2022
750થી વધુ બનાવવામાં આવ્યા કાઉન્ટિંગ હોલ
કોવિડ-9 વિરોધી માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવી રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં 750 થી વધુ કાઉન્ટિંગ હોલ બનાવવામાં આવ્યા છે, જ્યાં સૌથી વધુ 403 વિધાનસભા બેઠકો છે. આ પછી પંજાબમાં 200થી વધુ કાઉન્ટિંગ હોલ છે. પ્રક્રિયાની દેખરેખ માટે પાંચ રાજ્યોમાં 650 થી વધુ મતગણતરી નિરીક્ષકો તૈનાત કરવામાં આવ્યા છે.
વીડિયો અને સ્થિર કેમેરા લગાવવામાં આવ્યા
આ સંબંધમાં એક અધિકારીએ લખનઉમાં જણાવ્યું કે, યુપીના તમામ મતગણતરી કેન્દ્રો પર વીડિયો અને સ્થિર કેમેરા લગાવવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે, 10 માર્ચ માટે, CAPFsની (Central Armed Police Forces) કુલ 250 કંપનીઓ ઉત્તર પ્રદેશના તમામ જિલ્લાઓ અને કમિશનરેટને પૂરી પાડવામાં આવી છે. CAPF કંપનીમાં સામાન્ય રીતે લગભગ 70-80 કર્મચારીઓ હોય છે. જો ભાજપને 403 સભ્યોની વિધાનસભામાં બહુમતી મળે છે, તો તે છેલ્લા ત્રણ દાયકામાં સતત બીજી વખત સરકાર બનાવનારા પ્રથમ હશે.
આ પણ વાંચો: UP Election Results 2022: ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ કહ્યું, EVM સાથે છેડછાડનો કોઈ પ્રશ્ન જ નથી
આ પણ વાંચો: UP Election Result 2022: યુપીમાં મત ગણતરી શરૂ, ચૂંટણી એજન્ટો મતગણતરી કેન્દ્ર પર હાજર, જુઓ તસવીરો