ચૂંટણી જાહેર થયા બાદ મોદીનો પહેલો પ્રવાસ દક્ષિણ ભારતમાં, આંધ્રપ્રદેશમાં કહ્યું-મને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના આશીર્વાદ, ત્રીજા કાર્યકાળમાં લેવાશે મોટા નિર્ણયો

ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીની તારીખોની ગઈકાલે જાહેરાત કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશના પ્રવાસે હતા. જ્યાં, પલનાડુ જિલ્લામાં એનડીએની મોટી રેલીને સંબોધિત કરી. આ રેલીમાં ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડુ ઉપરાંત જનસેના પ્રમુખ પવન કલ્યાણ પણ સામેલ થયા હતા. જાહેર સભામાં લોકો લાઈટના થાંભલા પર ચડી ગયા હતા. પીએમ મોદીએ લોકોને લાઈટના થાંભલા પરથી નીચે ઉતરી આવવા કહ્યું હતું.

ચૂંટણી જાહેર થયા બાદ મોદીનો પહેલો પ્રવાસ દક્ષિણ ભારતમાં, આંધ્રપ્રદેશમાં કહ્યું-મને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના આશીર્વાદ, ત્રીજા કાર્યકાળમાં લેવાશે મોટા નિર્ણયો
Image Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2024 | 8:59 PM

લોકસભા ચૂંટણીની તારીખોની ગઈકાલે થયેલ જાહેરાત બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશના પ્રવાસે છે. વડાપ્રધાન મોદીએ પલાનાડુ જિલ્લામાં એક જાહેર રેલીને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, તમારે વિકસિત ભારત માટે મત આપવો પડશે. આ સાથે પીએમ મોદીએ રાજ્યની જગન સરકાર અને કોંગ્રેસને ‘એક જ સિક્કાની બે બાજુ’ ગણાવ્યા. પીએમ મોદીએ કહ્યું કે તેઓ તમારું ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આંધ્રપ્રદેશમાં એનડીએના સાથી પક્ષોની વિશાળ જાહેર રેલી ઘણા વર્ષો પછી યોજાઈ છે. આ રેલીમાં પીએમ મોદીની સાથે ટીડીપી સુપ્રીમો એન ચંદ્રબાબુ નાયડુ અને જનસેના પ્રમુખ પવન કલ્યાણ પણ સામેલ થયા હતા. નરેન્દ્ર મોદીએ પલનાડુના લોકોને લાઇટના થાંભલા પરથી નીચે ઉતરવા વિનંતી કરી. પીએમ મોદીએ લોકોને લાઈટના થાંભલા પરથી નીચે ઉતરી આવવા કહ્યું. મીડિયાના લોકોએ તમારા ફોટા લીધા છે. ટાવર સાથે વીજ વાયરો જોડાયેલા છે. જો કંઇક ખોટું થશે તો તે અમારા માટે ખૂબ જ પીડાદાયક હશે.

પીએમ નરેન્દ્ર મોદીના સંબોધનના મુખ્ય મુદ્દા-

  • જગનની પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી અલગ નથી. આ બંને સરખા છે. એક જ પરિવારના લોકો બંને પક્ષ ચલાવી રહ્યા છે. આ તેમની મિલીભગત છે.
  • કોંગ્રેસે હંમેશા આંધ્રપ્રદેશના ગૌરવનું અપમાન કર્યું છે. કોંગ્રેસે કેવી રીતે પીવી નરસિમ્હા રાવનું અપમાન કર્યું. ભાજપ જ દેશના નેતાઓનું સન્માન કરે છે.
  • આંધ્રના યુવાનોની ક્ષમતાને વધારવા માટે અમે દેશને એક મોટું શિક્ષણ હબ બનાવી રહ્યા છીએ. તેમણે તિરુપતિમાં આઈઆઈટી, કુર્નૂલમાં ટ્રિપલ આઈટી, વિશાખાપટ્ટનમમાં આઈઆઈએમ, મંગલાગિરીમાં એઈમ્સ, વિજયવાડા નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઈન સહિત અનેક ટોચની સંસ્થાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું છે.
  • એનડીએનું લક્ષ્ય વિકસિત ભારત અને વિકસિત આંધ્ર પ્રદેશનું નિર્માણ કરવાનું છે. આંધ્રપ્રદેશમાં NDAની ડબલ એન્જિન સરકાર હોવાથી અહીંના વિકાસને વધુ વેગ મળશે. કેન્દ્રમાં એનડીએ સરકાર ગરીબોની સેવા કરતી સરકાર છે. ગરીબોની ચિંતા કરતી સરકાર છે.
  • તમારો પ્રેમ મારી આંખો પર છે. તમે જ્યાં પણ હોવ ત્યાંથી શાંતિથી સાંભળો. ગઈકાલે જ દેશમાં લોકસભાની ચૂંટણીનું બ્યુગલ વાગ્યું છે અને આજે હું આંધ્રપ્રદેશમાં તમારી વચ્ચે છું. અહીં મને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના આશીર્વાદ મળી રહ્યા છે. તેમના આશીર્વાદથી દેશ અમારી સરકારના ત્રીજા કાર્યકાળમાં પણ મોટા નિર્ણયો લેશે.

પીએમ મોદીના સંબોધન પહેલા ટીડીપીના વડા ચંદ્રબાબુ નાયડુએ કેન્દ્રની અનેક યોજનાઓનો ઉલ્લેખ કરતા સરકારના કામની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે નોટબંધી અને જીએસડીના કારણે દેશની અર્થવ્યવસ્થા આજે નવા આયામ પર છે. કોરોનાના સમયમાં પીએમ મોદીએ પોતાની નીતિઓ દ્વારા કરોડો લોકોના જીવ બચાવ્યા. દેશને યોગ્ય સમયે પીએમ મોદી જેવો નેતા મળ્યો છે. અમે તમારી સાથે રહીશું, આ અમારું વચન છે.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

Latest News Updates

આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
g clip-path="url(#clip0_868_265)">