હિજાબ વિવાદ પર 10 દિવસની ચર્ચા બાદ SCમાં સુનાવણી પૂરી, કોર્ટે પોતાનો નિર્ણય રાખ્યો સુરક્ષિત

સુપ્રીમ કોર્ટમાં 10 દિવસની સુનાવણી બાદ જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની બેન્ચે હિજાબ વિવાદ (Hijab Controversy) પર સુનાવણી પૂરી થવાની જાહેરાત સાથે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.

હિજાબ વિવાદ પર 10 દિવસની ચર્ચા બાદ SCમાં સુનાવણી પૂરી, કોર્ટે પોતાનો નિર્ણય રાખ્યો સુરક્ષિત
Hijab Protest
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Sep 22, 2022 | 2:16 PM

કર્ણાટક હિજાબ કેસમાં સુપ્રીમ કોર્ટે (Karnataka High Court) આજે ગુરુવારે લાંબી સુનાવણી બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતમાં આ સુનાવણી 10 દિવસ સુધી ચાલી. કોર્ટ હવે તેના નિર્ણયમાં નક્કી કરશે કે કર્ણાટક હાઈકોર્ટ દ્વારા હિજાબ પર પ્રતિબંધ (Hijab Controversy) વિશે આપવામાં આવેલ નિર્ણય યોગ્ય છે કે નહીં. સુનાવણી દરમિયાન ગઈકાલે કોર્ટે અરજદારોને તેમની દલીલો વહેલી તકે પૂરી કરવા કહ્યું હતું. સુપ્રીમ કોર્ટમાં 10 દિવસની સુનાવણી બાદ જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની બેન્ચે હિજાબ વિવાદ પર સુનાવણી પૂરી થવાની જાહેરાત સાથે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આ સાથે બેન્ચે એમ પણ કહ્યું કે હવે જેમને લેખિત દલીલો આપવાની હોય તેઓ આપી શકે છે. સંજય હેગડેના એક શેર સાથે ચર્ચાનો અંત આવ્યો. તેને કહ્યું, ‘ઉન્હેં શોખ હે તુમ્હે બેપર્દા દેખને કા, તુમ્હે શર્મ આતી હો તો અપની આંખો પર હથેળીઓ રખ લો.’

આ દરમિયાન સુપ્રીમ કોર્ટે હિજાબ પ્રતિબંધ વિવાદમાં આવતીકાલે એટલે કે બુધવારે અરજદારોને એક કલાકમાં તેમની દલીલો પૂરી કરવાની સલાહ આપતા કહ્યું કે તેઓ તેમની ધીરજ ગુમાવી રહ્યા છે. નવમા દિવસે આ મામલાની સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે કહ્યું કે તે અરજદારોના વકીલોને ગુરુવારે તેમની દલીલો પૂરી કરવા માટે માત્ર એક કલાકનો સમય આપશે.

હિજાબ પ્રતિબંધમાં ધાર્મિક પાસાને સ્પર્શવામાં આવ્યો નથી: કર્ણાટક

આ પહેલા કર્ણાટક સરકારે કાલે એટલે કે બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કોર્ટને જાણ કરી હતી કે રાજ્ય સરકારે હિજાબ પ્રતિબંધ વિવાદમાં કોઈપણ ‘ધાર્મિક પાસાં’ પર સ્પર્શ કર્યો નથી અને આ પ્રતિબંધ ફક્ત વર્ગખંડ પૂરતો મર્યાદિત છે. રાજ્ય સરકારે એમ પણ કહ્યું કે વર્ગખંડની બહાર શાળાના પરિસરમાં પણ હિજાબ પર પ્રતિબંધ નથી. રાજ્ય સરકાર માટે હાજર રહેલા વકીલે આગ્રહ કર્યો કે રાજ્યએ માત્ર એટલું જ કહ્યું છે કે શૈક્ષણિક સંસ્થાઓ વિદ્યાર્થીઓ માટે ગણવેશ નક્કી કરી શકે છે, જેનો ધર્મ સાથે કોઈ સંબંધ નથી.

કર્ણાટકના એડવોકેટ જનરલ પ્રભુલિંગ કે. નવદગીએ જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની બેન્ચને કહ્યું કે ફ્રાન્સ જેવા દેશોએ હિજાબ પર પ્રતિબંધ મૂક્યો છે અને ત્યાંની મહિલાઓ તેનાથી ઓછી ઈસ્લામિક બની નથી. નવદગીએ કહ્યું કે જ્યાં સુધી એવું બતાવવામાં ન આવે કે હિજાબ પહેરવું ફરજિયાત છે અને ધાર્મિક પ્રથાનો આવશ્યક ભાગ છે, ત્યાં સુધી બંધારણની કલમ 25 હેઠળ રક્ષણ આપી શકાય નહીં.

શાળા પરિસરમાં પણ હિજાબ પર પ્રતિબંધ નથી: ASG નટરાજ

એડવોકેટ સોલિસિટર જનરલે બેન્ચને કહ્યું, “અમે શાળાની બહાર હિજાબ પહેરવા પર પ્રતિબંધ નથી મૂકતા… શાળાના પરિસરમાં પણ કોઈ પ્રતિબંધ નથી.” પ્રતિબંધ ફક્ત વર્ગખંડની અંદર છે.’ સુપ્રીમ કોર્ટે રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પરનો પ્રતિબંધ હટાવવાનો ઈનકાર કરતા કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજીઓ પર સુનાવણી કરી રહી હતી.

રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ (ASG) કેએમ નટરાજે કહ્યું કે અરજદારોનો સમગ્ર મામલો એક અધિકાર પર આધારિત છે અને તેઓ દાવો કરે છે કે તે એક સંપૂર્ણ અધિકાર છે. આ સાથે તેમને એ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજ્યએ ન તો કોઈ ધાર્મિક પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂક્યો છે કે ન તો તેને પ્રોત્સાહન આપ્યું છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati