AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Parliament Building : નવી સંસદમાં જોવા મળ્યો ‘અખંડ ભારત’નો નકશો, પ્રહલાદ જોશીએ કહ્યું- સંકલ્પ સ્પષ્ટ છે

નવા સંસદ ભવનમાં ઘણી આકર્ષક કલાકૃતિઓ, ચિત્રો અને ભીંતચિત્રો સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમાં ભારતના પ્રાચીન ઇતિહાસને અદ્ભુત રીતે દર્શાવવામાં આવ્યો છે.

New Parliament Building : નવી સંસદમાં જોવા મળ્યો 'અખંડ ભારત'નો નકશો, પ્રહલાદ જોશીએ કહ્યું- સંકલ્પ સ્પષ્ટ છે
Image Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2023 | 8:03 PM
Share

New Delhi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ દેશને સંબોધિત કરતા કહ્યું કે દરેક દેશવાસીઓ માટે આ ગર્વની વાત છે. આ દરમિયાન, નવા સંસદ ભવનની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે. પરંતુ, સોશિયલ મીડિયા પર વધુ એક તસવીર શેર કરવામાં આવી રહી છે, જે ઘણા લોકોનું ધ્યાન ખેંચી રહી છે.

આ પણ વાચો: New Parliament Coin Release: નવા સંસદ ભવનનું થઈ ગયુ ઉદ્ઘાટન, વડાપ્રધાન મોદીએ રૂપિયા 75નો સિક્કો બહાર પાડ્યો

નવા સંસદ ભવનમાં એક દિવાલ પર પ્રાચીન ભારતનો નકશો લગાવવામાં આવ્યો છે. આ નકશામાં પાકિસ્તાન પંજાબમાં સ્થિત તક્ષશિલા સુધી ભારતનું અધિકારક્ષેત્ર દર્શાવવામાં આવ્યું છે. આ નકશાની સામે એક પથ્થર પર જૂના શિલાલેખ સાથે લખાયેલ લેખ પણ મૂકવામાં આવ્યો હતો, જ્યારે અન્ય એક પથ્થરમાં પણ બે પ્રાચીન મૂર્તિઓ જોવા મળે છે. સોશિયલ મીડિયા પર લોકો કહે છે કે આ RSS દ્વારા આપવામાં આવેલ અખંડ ભારતનો કોન્સેપ્ટ છે.

મેપિંગ વર્તમાન પાકિસ્તાનમાં તક્ષશિલા સુધી પ્રાચીન ભારતનો પ્રભાવ દર્શાવે

પ્રાચીન ભારતનો આ નકશો રવિવારના રોજ ઉદ્ઘાટન કરાયેલા આ ભીંતચિત્રમાં મહત્વપૂર્ણ રાજ્યો અને શહેરોને ચિહ્નિત કરે છે. આ મેપિંગ વર્તમાન પાકિસ્તાનમાં તક્ષશિલા સુધી પ્રાચીન ભારતનો પ્રભાવ દર્શાવે છે. બીજી તરફ સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ ટ્વિટર પર કહ્યું છે કે – સંકલ્પ સ્પષ્ટ છે, અખંડ ભારત.

નવી સંસદમાં અખંડ ભારતની કલાકૃતિ સ્થાપિત કરવામાં આવી

બીજેપીના કર્ણાટક યુનિટે સંસદ ભવનની અંદર પ્રાચીન ભારત, ચાણક્ય, સરદાર વલ્લભભાઈ પટેલ અને બીઆર આંબેડકરના ભીંતચિત્રોની તસવીરો શેર કરી છે. સાથે જ કેટલીક ખાસ આર્ટવર્કની તસવીરો પણ શેર કરવામાં આવી છે. કર્ણાટક ભાજપે ટ્વિટર પર લખ્યું છે કે તે આપણી મહાન સભ્યતાની જીવંતતાનું પ્રતિક છે. મુંબઈ નોર્થ ઈસ્ટના લોકસભા સભ્ય મનોજ કોટકે ટ્વિટર પર કહ્યું છે કે નવી સંસદમાં અખંડ ભારતની કલાકૃતિ સ્થાપિત કરવામાં આવી છે, તે ભારતની શક્તિશાળી અને આત્મનિર્ભર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">