મુંબઈગરાઓ માટે ખુશખબર, ટૂંક સમયમાં શહેરમાં તમામ લોકોનું વેક્સિનેશન થશે પૂર્ણ, આ મહિના સુધીનો છે લક્ષ્યાંક

મુંબઈ શહેરમાં દરરોજ 50 હજારથી 1 લાખ ડોઝ (Vaccine) આપવામાં આવી રહ્યા છે. જેથી રસીની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખતા ઓક્ટોબરના અંત સુધીમાં તમામ લોકોને પ્રથમ ડોઝ આપવાનું અભિયાન પૂર્ણ થશે.

મુંબઈગરાઓ માટે ખુશખબર, ટૂંક સમયમાં શહેરમાં તમામ લોકોનું વેક્સિનેશન થશે પૂર્ણ, આ મહિના સુધીનો છે લક્ષ્યાંક
Vaccination (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2021 | 4:10 PM

Mumbai : 16 જાન્યુઆરીએ શરૂ થયેલી મુંબઈમાં રસીકરણ જાન્યુઆરી 2022 સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. મુંબઈમાં 18 વર્ષથી વધુ ઉંમરના 94 લાખ લોકોમાંથી 80 લાખ લોકોને રસીનો પ્રથમ ડોઝ(Vaccine Dose)  આપવામાં આવ્યો છે.

વેક્સિનેશન અભિયાનની કામગિરી પૂરજોશમાં

મુંબઈમાં વેક્સિનેશન દૈનિક ધોરણે રસીની ઉપલબ્ધતાના આધારે નક્કી કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ઘણી વખત રસી ન મળવાને કારણે અભિયાન મુલતવી રાખવાની ફરજ પડી હતી. જો કે હાલમાં કેન્દ્ર તરફથી વેક્સિનની પૂરતી માત્રા ઉપલબ્ધ હોવાને કારણે વેક્સિનેશન અભિયાનની (Vaccination Program) કામગિરી પૂરજોશમાં ચાલી રહી છે.

હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર

18 વર્ષથી વધુ ઉંમરના 94 લાખ લોકોમાંથી 80 લાખ લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો

મુંબઈમાં 18 વર્ષથી વધુ ઉંમરના 94 લાખ લોકોમાંથી 80 લાખ લોકોને રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે. તેમાંથી 39 લાખ લોકોને વેક્સિનનો બીજો ડોઝ પણ આપવામાં આવ્યો છે. હાલની પરિસ્થિતિ મુજબ દરરોજ 50 હજારથી 1 લાખ ડોઝ આપવામાં આવી રહ્યા છે. આ રીતે રસીની ઉપલબ્ધતાને જોતા ઓક્ટોબરના (October) અંત સુધીમાં પ્રથમ ડોઝ આપવાનું અભિયાન પૂર્ણ થશે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ આ દાવો કર્યો છે.

જાન્યુઆરી 2022 ના અંત સુધીમાં દરેકને વેક્સિન ડોઝ મળી જશે

BMCના અધિક કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું કે, જાન્યુઆરી 2022 સુધીમાં મુંબઈમાં (Mumbai) 18 વર્ષથી વધુ ઉંમરના 94 લાખ લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપવાનો લક્ષ્યાંક છે. એટલે કે જાન્યુઆરીના અંત સુધીમાં મુંબઈમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન મળી જશે.

તમને જણાવી દઈએ કે, મુંબઈમાં વેક્સિનેશન કાર્યક્રમ 16 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવ્યો હતો. આ માટે BMC એ મુખ્ય હોસ્પિટલો સિવાય દરેક વોર્ડ અંતર્ગત પણ રસીકરણ કેન્દ્રો (Vaccination Center) શરૂ કર્યા હતા. શહેરમાં કુલ 227 સ્થળોએ રસીકરણ કરવામાં આવી રહ્યું છે. આ કેન્દ્રોમાં ખાનગી હોસ્પિટલો, સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે.

અત્યાર સુધીમાં 1 કરોડ થી વધારે વેક્સિન ડોઝ આપવામાં આવ્યા

મળતી માહિતી અનુસાર, શહેરમાં 79 લાખ 87 હજાર 510 લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 38 લાખ 98 હજાર 711 લોકોને રસીનો બીજો ડોઝ (Second Dose) આપવામાં આવ્યો છે. એટલે કે, અત્યાર સુધીમાં કુલ 1 કરોડ 18 લાખ 86 હજાર 221 લોકોને વેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ગુલાબ વાવાઝોડાનો કહેર યથાવત, મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 37 લોકોના મોત ! હવામાન વિભાગે આ જિલ્લામાં જાહેર કર્યુ એલર્ટ

આ પણ વાંચો:  આ નર્સે કોરોનાની રસી આપવાને બદલે આપી દીધી હડકવાની રસી ! જાણો પછી શું થયુ…..

Latest News Updates

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
g clip-path="url(#clip0_868_265)">