ગુલાબ વાવાઝોડાનો કહેર યથાવત, મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 37 લોકોના મોત ! હવામાન વિભાગે આ જિલ્લામાં જાહેર કર્યુ એલર્ટ
મહારાષ્ટ્રમાં સતત વરસાદને (Heavy Rains) કારણે છેલ્લા 48 કલાકમાં 37 લોકોના મોત થયા છે, જ્યારે 200 થી વધુ પશુઓ પૂરમાં તણાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.
Maharashtra : છેલ્લા બે દિવસથી મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ભારતીય હવામાન વિભાગે દ્વારા 29 સપ્ટેમ્બરના રોજ પણ મુંબઈ, થાણે અને પાલઘરમાં ભારે વરસાદની(Heavy Rains) આગાહી કરી છે.વરસાદ સાથે પવનની પણ ગતિ 30 થી 40 કિમી પ્રતિ કલાકની રહેશે. હવામાન વિભાગે આગામી 3-4 કલાક મુંબઈ, થાણે અને નાસિક માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવ્યા છે. આ સિવાય મરાઠાવાડા, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે.
રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
જોકે બંગાળની ખાડીમાંથી ઉભું થયેલું ચક્રવાતી તોફાન ‘ગુલાબ’ (Gulab Cyclone) નબળું પડ્યું છે, પરંતુ તેની અસરને કારણે વરસાદની શક્યતા વધી છે. મંગળવાર રાત્રિથી જ મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. અવિરત વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણથી ચાર કલાક અહમદનગર અને નંદુરબાર જિલ્લાઓ માટે મહત્વના છે.ભારે વરસાદની આગાહીને પગલે અનેક જિલ્લામાં એલર્ટ (Alert) જાહેર કરવામાં આવ્યુ છે.
48 કલાકમાં 37 લોકોના મોત, 8 જિલ્લામાં ભારે નુકસાન
મહારાષ્ટ્રમાં સતત વરસાદને કારણે છેલ્લા 48 કલાકમાં 37 લોકોના મોત થયા છે, જ્યારે 200 થી વધુ પશુઓ પૂરમાં તણાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે,મંગળવારે એક બસ પૂરમાં ફસાઈ જતાં ત્રણ મુસાફરોના મોત થયા હતા અને ડ્રાઇવર લાપતા હોવાના અહેવાલ છે. નાસિકના ગંગપુર ડેમમાંથી 5000 ક્યુસેક પાણી છોડાયા બાદ ગોડા ઘાટ અને રામકુંડ વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે.
મરાઠવાડાના તમામ 11 જિલ્લાઓમાં NDRFની એક -એક ટીમ તૈનાત
હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ખાસ કરીને મરાઠવાડા, મુંબઈ અને કોંકણ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે. કોંકણમાં ખાસ કરીને રત્નાગિરી અને ઉત્તર કોંકણ વિસ્તારમાં વધુ વરસાદ થવાની શક્યતા છે. આ સિવાય વિદર્ભમાં પણ વરસાદની તીવ્રતા રહેશે. હવામાન વિભાગે કોલ્હાપુર, સાંગલી, સતારા અને સોલાપુર માટે યેલો એલર્ટ (Yellow Alert) જાહેર કર્યું છે. હાલ,મરાઠવાડાના તમામ 11 જિલ્લાઓમાં એનડીઆરએફની એક -એક ટીમ તૈનાત કરવામાં આવી છે.
મુંબઈ, થાણે, પાલઘર અને રાયગઢ માટે આગામી 4 કલાક ખૂબ મહત્વના
Mumbai Palghar Thane Raigad intense clouds are observed in radar and could give mod to intense showers in this region for next 3,4 hrs. Mumbaikars will experience rains today morning…office going time.. Take care please. pic.twitter.com/sUzMHspk1c
— K S Hosalikar (@Hosalikar_KS) September 29, 2021
આ પણ વાંચો: Maharashtra Rain: યવતમાલમાં જોત-જોતામાં બસ થઈ પાણીમાં થઈ ગરકાવ, 6માંથી 2ને બચાવાયા, જુઓ Viral Video
આ પણ વાંચો: આ નર્સે કોરોનાની રસી આપવાને બદલે આપી દીધી હડકવાની રસી ! જાણો પછી શું થયુ…..