ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને ‘શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે’ નામ અને ‘મશાલ’નું ચૂંટણી ચિન્હ મળ્યું

ચૂંટણી પંચ દ્વારા ઉદ્ધવ ઠાકરે જૂથને 'મશાલ' ચૂંટણી ચિન્હ આપવામાં આવ્યું છે. જણાવી દઈએ કે અંધેરી પૂર્વ વિધાનસભા સીટ પર 3 નવેમ્બરે યોજાનારી પેટાચૂંટણીમાં પાર્ટી હવે 'મશાલ' ચિહ્ન સાથે મેદાનમાં ઉતરશે. આ સાથે ઉદ્ધવ જૂથને 'શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે' નામ મળ્યું છે.

ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને 'શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે' નામ અને 'મશાલ'નું ચૂંટણી ચિન્હ મળ્યું
Uddhav ThackerayImage Credit source: File Image
Follow Us:
| Updated on: Oct 10, 2022 | 8:06 PM

ચૂંટણી પંચ દ્વારા ઉદ્ધવ ઠાકરે જૂથને ‘મશાલ’ ચૂંટણી ચિન્હ આપવામાં આવ્યું છે. જણાવી દઈએ કે અંધેરી પૂર્વ વિધાનસભા સીટ પર 3 નવેમ્બરે યોજાનારી પેટાચૂંટણીમાં પાર્ટી હવે ‘મશાલ’ ચિહ્ન સાથે મેદાનમાં ઉતરશે. આ સાથે ઉદ્ધવ જૂથને ‘શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે’ નામ મળ્યું છે.

જણાવી દઈએ કે કેન્દ્રીય ચૂંટણી પંચે શનિવારે શિવસેનાના ચૂંટણી ચિહ્નને સ્થિર કર્યા પછી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે ​​ ફેસબુક લાઇવ દ્વારા જનસંવાદ કર્યો હતો. શિવસૈનિકો સાથે કરેલા આ સંબોધનમાં તેમણે કહ્યું, “આજે હું મારા પરિવાર સાથે વાતચીત કરી રહ્યો છું. બધું કર્યા પછી પણ કેટલાક લોકો અસંતુષ્ટ થઈ ચાલ્યા ગયા. કેટલાક લોકોએ આપણી સાથે દગો કર્યો છે. જેમને મુખ્યમંત્રી પદ જોઈતુ હતુ તેઓ તે પદ લઈને બેસી ગયા. તે હવે શિવસેના પાર્ટી પ્રમુખ બનવાનું સપનું જોઈ રહ્યા છે. ઘણી વખત અમે સહન કર્યું પણ હવે સહન નથી થતુ.”

g clip-path="url(#clip0_868_265)">