શિવસેના સાંસદ સંજય રાઉતને ન મળી રાહત, જ્યુડિશિયલ કસ્ટડી 19 સપ્ટેમ્બર સુધી લંબાવી

|

Sep 05, 2022 | 12:50 PM

સંજય રાઉતની (Sanjay Raut) ન્યાયિક કસ્ટડી 19 સપ્ટેમ્બર સુધી લંબાવી છે. સંજય રાઉતની ન્યાયિક કસ્ટડી 5 સપ્ટેમ્બર એટલે કે આજે સમાપ્ત થઈ રહી હતી, જેને કોર્ટે વધુ 14 દિવસ માટે લંબાવી છે.

શિવસેના સાંસદ સંજય રાઉતને ન મળી રાહત, જ્યુડિશિયલ કસ્ટડી 19 સપ્ટેમ્બર સુધી લંબાવી
Sanjay Raut

Follow us on

મુંબઈની (Mumbai) એક વિશેષ અદાલતે શહેરમાં એક ચાલના પુનર્વિકાસમાં કથિત અનિયમિતતા સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં શિવસેનાના (Shiv Sena) સાંસદ સંજય રાઉતની (Sanjay Raut) ન્યાયિક કસ્ટડી 19 સપ્ટેમ્બર સુધી લંબાવી છે. સંજય રાઉતની ન્યાયિક કસ્ટડી 5 સપ્ટેમ્બર એટલે કે આજે સમાપ્ત થઈ રહી હતી, જેને કોર્ટે વધુ 14 દિવસ માટે લંબાવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ રાઉતની 1 ઓગસ્ટના રોજ ગોરેગાંવ ઉપનગરમાં પાત્રા ચાલના પુનર્વિકાસમાં કથિત નાણાકીય અનિયમિતતાના સંબંધમાં ધરપકડ કરી હતી.

શિવસેના નેતાને ઈડીની કસ્ટડીમાં રહ્યા બાદ 8 ઓગસ્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) સંબંધિત કેસોની સુનાવણી સ્પેશિયલ જજ એમ.જી. દેશપાંડેએ સોમવારે રાઉતની કસ્ટડી 5 સપ્ટેમ્બર સુધી લંબાવી હતી. EDએ કોર્ટને કહ્યું કે આ કેસમાં તેની તપાસ હજુ ચાલુ છે. EDની તપાસ પાત્રા ચાલના પુનઃવિકાસમાં કથિત નાણાકીય ગેરરીતિઓ અને રાઉતની પત્ની અને સહયોગીઓ સાથે સંકળાયેલા નાણાકીય વ્યવહારોથી સંબંધિત છે.

રાઉતે તમામ આરોપોને નકારી કાઢ્યા છે

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નજીકના સાથી સંજય રાઉતે આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. મુંબઈના પાત્રા ચાલ કેસમાં જેલમાં બંધ શિવસેનાના સાંસદ સંજય રાઉતની મુસીબતમાં વધુ વધારો થયો છે. કોર્ટે તેની જ્યુડિશિયલ કસ્ટડી 19 સપ્ટેમ્બર સુધી લંબાવી છે. રાઉતને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 1 ઓગસ્ટના રોજ મુંબઈના ઉત્તરીય ઉપનગરોમાં પુનઃવિકાસ પ્રોજેક્ટ સંબંધિત કથિત મની લોન્ડરિંગના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. રાઉતને કાંદિવલીમાં પાત્રા ચાલના પુનઃવિકાસ પ્રોજેક્ટમાંથી તેના સહ-આરોપી પ્રવીણ રાઉત પાસેથી ગુનાની રકમ મેળવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

ભારતની આ વ્હિસ્કીની વિદેશમાં છે બોલબાલા, ટોચની બ્રાન્ડ્સને છોડી પાછળ
Shilajit Benefits : એક મહિના સુધી શિલાજીત ખાવાથી શું થાય ?
ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર છે યુઝવેન્દ્ર ચહલ, પગાર અને કુલ નેટવર્થ જાણી ચોંકી જશો
અજાણતાં થયેલા પાપોથી કેવી રીતે મુક્તિ મેળવવી ? પ્રેમાનંદ મહારાજે કહી મોટી વાત
Relationship : પ્રેમ કરતા યુગલો અપનાવી રહ્યા છે નવો ચોંકાવનારો ટ્રેન્ડ, જાણો
પ્રેમાનંદ મહારાજે સમજાવ્યું કે વિરાટ કોહલી કેમ નિષ્ફળ જઈ રહ્યો છે

રાઉતના પરિવારને સીધા લાભાર્થી તરીકે 1 કરોડ રૂપિયા મળ્યા

EDએ શરૂઆતમાં દાવો કર્યો હતો કે રાઉતના પરિવારને પ્રત્યક્ષ લાભાર્થી તરીકે રૂ. 1.06 કરોડ મળ્યા હતા અને બાદમાં દાવો કર્યો હતો કે રૂ. 2.25 કરોડની માહિતીનો નવો પૂરાવો મળી આવ્યો હતો. રાઉતે આરોપોને નકારી કાઢ્યા છે. જણાવી દઈએ કે 60 વર્ષીય રાઉતની 31 જુલાઈના રોજ ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

EDએ 31મીએ વહેલી સવારે સંજય રાઉતના ઘરે દરોડા પાડ્યા હતા. લગભગ આઠ કલાકની પૂછપરછ બાદ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો, ત્યારબાદ મોડી રાત્રે તેની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે તેને 4 ઓગસ્ટ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધો હતો. ત્યારબાદ 8 ઓગસ્ટ સુધી અને ફરીથી 22 ઓગસ્ટ સુધી રિમાન્ડ લંબાવવામાં આવ્યા હતા. હવે કોર્ટે આગામી 5 સપ્ટેમ્બર સુધીના ન્યાયીક કસ્ટડી લંબાવી છે.

Published On - 12:50 pm, Mon, 5 September 22

Next Article