મહારાષ્ટ્ર: પરમબીરસિંહના લેટર બોમ્બ બાદ રાજકારણ ગરમાયું, ભાજપે કરી અનિલ દેશમુખના રાજીનામાની માંગ
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગૃહપ્રધાન Anil Deshmukhના રાજીનામાની માંગ કરી છે. તેમણે મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીરસિંહનો લેટર બોમ્બ સામે આવ્યા બાદ પ્રેસને સંબોધન કરતાં કહ્યું કે અમે ગૃહપ્રધાનના રાજીનામાની માંગ કરીએ છીએ.
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગૃહપ્રધાન Anil Deshmukhના રાજીનામાની માંગ કરી છે. તેમણે મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીરસિંહનો લેટર બોમ્બ સામે આવ્યા બાદ પ્રેસને સંબોધન કરતાં કહ્યું કે અમે ગૃહપ્રધાનના રાજીનામાની માંગ કરીએ છીએ. તેમણે કહ્યું, “જો તેઓ રાજીનામું ના આપે તો મુખ્યમંત્રીએ તેમને તેમના પદ પરથી હટાવવા જોઈએ.” આ કેસની તલસ્પર્શી તપાસ થવી જોઈએ. આ પત્રમાં એવું પણ લખેલું છે કે મુખ્યપ્રધાનને જાણ કરવામાં આવી હતી, તેથી તેમણે કોઈ કાર્યવાહી કેમ કરી નહીં?
ત્રણ પક્ષોની સરકારે લોકોનું શોષણ કરવાનું કહ્યું
આ ઉપરાંત ભાજપ નેતા રામ કદમે પણ પ્રહાર કરતાં શક્યતા વ્યક્ત કરી હતી કે 16 મહિનાથી મહારાષ્ટ્રમાં ઠાકરે સરકાર છે, તેથી આ રકમ 1,600 કરોડ રૂપિયા થઈ હશે તેમજ અન્ય જિલ્લાઓ અને બીજા શહેરો છે, ત્યાંથી તેમણે કેટલા કરોડો રૂપિયા મંગાવ્યા હશે. પોલીસ વિભાગ તો માત્ર એક વિભાગ છે. તેવી જ રીતે બીજા 22 વિભાગ છે તો દરેક મંત્રીએ તેમના વિભાગોને નાણાં એકત્ર કરવાનો આદેશ આપ્યો છે? સરકાર જનતાના રક્ષણ માટે છે, પરંતુ ત્રણ પક્ષોની સરકારે લોકોનું શોષણ કરવાનું કહ્યું હતું. આવી ઘૃણાસ્પદ વસ્તુ ના ચલાવી લેવાય. જો થોડી શરમ પણ બાકી રહી જાય તો જવાબદાર મંત્રીએ તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ.
ગૃહમંત્રી અનિલ દેશમુખ વસૂલાતનો ધંધો કરતા હતા
ભાજપના નેતા કિરીટ સોમૈયાએ કહ્યું છે કે ગૃહમંત્રી અનિલ દેશમુખ વસૂલાતનો ધંધો કરતા હતા. સચિન વાઝે તેમના રિકવરી એજન્ટ હતા. બીયર બારથી લઈને બધે વસૂલી કરવામાં આવતી હતી. ગૃહમંત્રી Anil Deshmukhને તાત્કાલિક હટાવવામાં જોઈએ.
ગૃહમંત્રી Anil Deshmukhએ તમામ આરોપોને નકાર્યા
જો કે આ મામલો પ્રકાશમાં આવતાની સાથે જ અનિલ દેશમુખે ટ્વીટ કરીને તેમની ઉપર લાગેલા તમામ આક્ષેપોને ફગાવી દીધા છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે એન્ટિલિયા અને મનસુખ હિરેન કેસમાં સચિન વાઝેની સીધી કડી બહાર આવી છે. પરમબીરસિંહને ડર છે કે આ કડી તેમની સુધી પહોંચી શકે. તેઓએ ખોટા આક્ષેપો કરી કાયદાકીય કાર્યવાહીથી પોતાને બચાવવાનો પ્રયત્ન કર્યો છે.
ઉલ્લેખનીય છે કે વિસ્ફોટકથી ભરેલી સ્કોર્પિયો ગત મહિને દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી એન્ટિલિયાના ઘરની નજીકથી મળી આવી હતી. તેમજ થોડા દિવસો બાદ સ્કોર્પિયોના માલિક મનસુખ હિરેનનો મૃતદેહ મળ્યો. જેની બાદ એનઆઈએ બંને કેસોની તપાસ કરી રહી છે. એનઆઈએ સચિન વાઝેની ધરપકડ કરી છે. જ્યારે તેની બાદ પરમબીર સિંહને મુંબઈ પોલીસ કમિશનર પદ પરથી પણ હટાવી દેવાયા હતા.
પરમબીરસિંહનો લેટર બોમ્બ
મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે સીએમ ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં એન્ટિલિયા કેસમાં ઝડપાયેલા Sachin Wazeનો ઉલ્લેખ છે. આ પત્રમાં પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે આક્ષેપ લગાવ્યો છે. આ પત્રમાં મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમણે Sachin Wazeને 100 કરોડ રૂપિયા દર મહિને ક્લેક્ટ કરવાનો ટાર્ગેટ આપ્યો હતો.
આ પણ વાંચો: કોરોના બ્લાસ્ટ: ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 1,565 કેસ નોંધાયા