રાજ્યપાલના નિવેદન પર મહારાષ્ટ્રમાં રાજકીય બબાલ, સંજય રાઉત સહીત વિપક્ષની તીખી પ્રતિક્રિયા, ઉદ્ધવ ઠાકરે કરશે પ્રેસ કોન્ફરન્સ

સંજય રાઉતે (Sanjay Raut) કહ્યું કે ભાજપના સમર્થનથી મુખ્યમંત્રી બનેલા એકનાથ શિંદે (Eknath Shinde) હવે કેમ ચૂપ છે? શિંદે જૂથના પ્રવક્તા દીપક કેસરકરે કહ્યું કે તેઓ રાજ્યપાલની ફરિયાદ કરવા માટે કેન્દ્રને પત્ર લખશે અને સીએમ શિંદે આ મામલો કેન્દ્ર સરકાર સમક્ષ ઉઠાવશે.

રાજ્યપાલના નિવેદન પર મહારાષ્ટ્રમાં રાજકીય બબાલ, સંજય રાઉત સહીત વિપક્ષની તીખી પ્રતિક્રિયા, ઉદ્ધવ ઠાકરે કરશે પ્રેસ કોન્ફરન્સ
Uddhav Thackeray & Bhagatsingh Koshyari
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2022 | 12:53 PM

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના ( Maharashtra Governor Bhagat Singh Koshyari) નિવેદનથી રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. ભાજપ એકલું પડી ગયું છે. રાજ્યપાલે કહ્યું હતું કે, મુંબઈને આર્થિક રાજધાની રાજસ્થાનીઓ અને ગુજરાતીઓએ સાથે મળીને બનાવી છે. જો આ લોકો ચાલ્યા જશે તો મહારાષ્ટ્રમાં બચશે શુ ? શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે આ નિવેદનની ચારેબાજુથી નિંદા થઈ રહી છે પરંતુ સીએમ એકનાથ શિંદેએ કંઈ કહ્યું નહીં. જો તેઓમાં આત્મસન્માન હોય તો તેમણે કેન્દ્રને રાજ્યપાલને પાછા બોલાવવાનું કહેવું જોઈએ. રાજ ઠાકરેની પાર્ટી અને કોંગ્રેસ-એનસીપી તરફથી પણ આકરી પ્રતિક્રિયાઓ આવી રહી છે.

આ ઉપરાંત ઉદ્ધવ ઠાકરે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના વિવાદાસ્પદ નિવેદન વિશે વાત કરવા માટે પ્રેસ કોન્ફરન્સ કરશે. આ પત્રકાર પરિષદ આજે એક વાગ્યે યોજાશે. સાંસદ સંજય રાઉતે આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપી છે. તેમણે કહ્યુ કે, “રાજ્યપાલના વાહિયાત નિવેદનની નોંધ લેવા શિવસેના પક્ષના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની પ્રેસ કોન્ફરન્સ – આજે બપોરે 1 વાગ્યે માતોશ્રી ખાતે.”

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

એનસીપી અને મનસે તરફથી આકરી પ્રતિક્રિયા

રાજ ઠાકરેની પાર્ટી MNSએ કહ્યું કે જો રાજ્યપાલને મહારાષ્ટ્ર વિશે કંઈ જ ખબર નથી તો વારંવાર નાક દબાવવાનો પ્રયાસ ન કરો. NCP નેતા સુપ્રિયા સુલેએ કહ્યું કે મુંબઈને મહારાષ્ટ્રમાં સામેલ કરવા માટે આંદોલન કરનારાઓની શહાદતનું અપમાન છે. કોંગ્રેસ નેતા યશોમતી ઠાકુરે પણ કહ્યું કે રાજ્યપાલ જાણીજોઈને મહારાષ્ટ્રના લોકોને વારંવાર અપમાનિત કરવાનું કામ કરી રહ્યા છે.

‘નિવેદન મહારાષ્ટ્ર માટે અપમાનજનક છે’ – સમગ્ર વિપક્ષો આક્રમક થયા

સંજય રાઉતે કહ્યું કે રાજ્યપાલના મુખમાંથી દિલ્હીવાસીઓના શબ્દો ફૂટી રહ્યા છે. ભાજપના સમર્થનથી મુખ્યમંત્રી બનેલા એકનાથ શિંદે હવે કેમ ચૂપ છે? આવું પહેલીવાર બન્યું નથી. ક્યારેક રાજ્યપાલ છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કરે છે તો ક્યારેક સાવિત્રીબાઈ ફૂલેનું અપમાન કરે છે. કેન્દ્રને મરાઠી માનુનીઓ અને મહારાષ્ટ્ર પ્રત્યે આટલી નફરત કેમ છે? શરદ પવારની પાર્ટી એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલ અને સાંસદ સુપ્રિયા સુલેએ રાજ્યપાલને બિનશરતી માફી માંગવા કહ્યું છે. તેમ નહી કરવામાં આવે તો મહારાષ્ટ્રના આ અપમાનના વિરોધમાં રાજ્યભરમાં આંદોલનની ચેતવણી આપી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">