મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે રાજ્યપાલને કોરોના, ભગતસિંહ કોશ્યારીને હોસ્પિટલમાં ખસેડાયા

કે,વિધાનપરિષદ ચૂંટણીના પરિણામો બાદ મહારાષ્ટ્રનો રાજકીય માહોલ ગરમાયો છે. શિવસેનાના કદાવર નેતા શિંદે સાથે 40 જેટલા ધારાસભ્યોએ ગુવાહાટીમાં ધામા નાખ્યા છે.

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે રાજ્યપાલને કોરોના, ભગતસિંહ કોશ્યારીને હોસ્પિટલમાં ખસેડાયા
Bhagatsingh Koshyari (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2022 | 9:50 AM

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ(Maharashtra Political Crisis)  વચ્ચે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી કોરોના સંક્રમિત થયા છે.જેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.મહત્વનું છે કે, આજે બપોરે કદાવર નેતા એકનાથ શિંદે રાજ્યપાલ સાથે મુલાકાત કરવાના હતા. તેમજ સરકારમાં 2/3 ધારાસભ્યો શિવસેનાના(Shivsena)  હોવાનો દાવો કરવાના હતા.

તમને જણાવી દઈએ કે,વિધાનપરિષદ ચૂંટણીના પરિણામો બાદ મહારાષ્ટ્રનો રાજકીય માહોલ ગરમાયો છે. શિવસેનાના કદાવર નેતા શિંદે સાથે(Eknath Shinde)  40 જેટલા ધારાસભ્યોએ સરકાર સામે બળવો પોકાર્યો છે. અહેવાલો મુજબ સોમવારથી જ એકનાથ શિંદે સંપર્ક વિહોણા થઈ ગયા હતા. મંગળવારે શિંદે સાથે 40 જેટલા ધારાસભ્યોએ સુરતમાં (Surat) ધામા નાખ્યા હતા.પરંતુ રાજકીય હલચલ તેજ થતા તેઓ ગુવાહાટી(Guvahati)  પહોંચી ગયા છે.

આજનું રાશિફળ તારીખ : 19-03-2024
લગ્ન બાદ પહેલીવાર પત્ની સાથે જોવા મળ્યો આદિલ, જુઓ પત્ની સોમીની સુંદર તસવીર
જાહ્નવી-સારાથી લઈને અનન્યા-દિશા સુધી બોલિવુડ સુંદરીઓ સાડીમાં લાગી કમાલ, જુઓ તસવીર
ડાયાબિટીસના દર્દીઓએ આ 6 શાકભાજી ન ખાવા જોઈએ
Amazon પરથી ખરીદો ચેતક ઈ-સ્કૂટર, નો-કોસ્ટ EMI સાથે મળશે ફ્રી ડિલીવરી
વિરાટ કોહલી ખાસ ટી-શર્ટ પહેરીને RCBમાં પરત ફર્યો, કિંમત જાણીને ચોંકી જશો

“તમે તમારું જુઓ, અમે અમારૂ જોઈ લઈશુ.”- એકનાથ શિંદે

ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackearay) સાથે ફોન પર ચર્ચા કરતી વખતે એકનાથ શિંદેએ સ્પષ્ટ કહ્યું, “તમે તમારું જુઓ, અમે અમારૂ જોઈ લઈશુ.” એકનાથ શિંદેએ પણ ખુલ્લેઆમ શિવસેનાના રાજ્યસભા સાંસદ અને પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સંજય રાઉત(Sanjay Raut)  સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. એકનાથ શિંદેએ કહ્યું કે, પાર્ટીએ મને ધારાસભ્ય દળના નેતા પદ પરથી કેમ હટાવ્યો ? મેં ન તો નવો પક્ષ બનાવ્યો કે રાજીનામું આપ્યું, તો પછી આ નિર્ણય કેમ લીધો ? કોઈપણ રીતે, મને વધુ ધારાસભ્યોનું સમર્થન છે. તો પછી આ નિર્ણયનો આધાર શું છે ? હું માત્ર પક્ષના ભલા માટે જ માંગ ઉઠાવી રહ્યો છું, મારા અંગત સ્વાર્થ માટે નહીં.

તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં સત્તાધારી મહા વિકાસ અઘાડી ગઠબંધનને પરાજયનો સામનો કર્યાના એક દિવસ બાદ શિવસેનાના મંત્રી એકનાથ શિંદે અને કેટલાક અન્ય ધારાસભ્યોએ બળવો કર્યો છે. ગુજરાતમાં સુરતની હોટેલમાં ધામા નાખ્યા બાદ બળાવાખોર ધારાસભ્યો ગુવાહાટી પહોંચ્યા છે.મહત્વનું છે કે, શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને કોંગ્રેસ મહારાષ્ટ્રમાં સત્તાધારી ગઠબંધન મહા વિકાસ અઘાડી (MVA)નો ભાગ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">