ન્યૂ ઈન્ડિયા કો ઓપરેટિવ બેંક 122 કરોડમાં ડૂબી, પ્રીતિ ઝિન્ટાના 1.55 કરોડના લેણા માંડી વાળ્યા
122 કરોડના આર્થિક કૌંભાડની તપાસ કરતી મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, પ્રીતિ ઝિન્ટાએ એક વખત બેંકમાંથી 18 કરોડ રૂપિયાની લોન લીધી હતી. આ સાથે, તેમને લોન ચૂકવવા માટે 1.55 કરોડ રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવ્યું હતું.

અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાનું ન્યૂ ઈન્ડિયા કોઓપરેટિવ બેંક સાથેનું જોડાણ પ્રકાશમાં આવ્યું છે. બેંક હાલમાં 122 કરોડ રૂપિયાના કૌભાંડની તપાસ હેઠળ છે. આ જ તપાસ દરમિયાન પોલીસે માહિતી આપી હતી કે, પ્રીતિ ઝિન્ટાએ એક વખત બેંકમાંથી 18 કરોડ રૂપિયાની લોન લીધી હતી. આ સાથે, તેમને લોન ચૂકવવા માટે 1.55 કરોડ રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવ્યું હતું.
તેમણે કહ્યું કે 31 માર્ચ, 2013 ના રોજ, સમયસર લોનની ચુકવણી ન કરવાને કારણે તેમના લોન ખાતાને શ્રેણી A માં વર્ગીકૃત કરવામાં આવ્યું હતું. તે સમયે આ રકમ 11.47 કરોડ રૂપિયા હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, ત્યારબાદ બેંકે લોનના અંતિમ સમાધાન પર રૂ. 1.55 કરોડનું ડિસ્કાઉન્ટ ઓફર કર્યું હતું. અભિનેત્રીએ બાકીની લોનની રકમ 5 એપ્રિલ, 2014 ના રોજ ચૂકવી દીધી.
કૌભાંડની તપાસ ચાલુ છે
દરમિયાન, આર્થિક સુરક્ષા વિભાગ (EOW) શુક્રવારે મુંબઈના કાલિના સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબ (FSL) ખાતે કેસના મુખ્ય આરોપી હિતેશ મહેતાનો બ્રેઈન મેપિંગ ટેસ્ટ કરશે. જેથી બેંકના કાયદેસર અને ગેરકાયદેસર પૈસાની લેવડ દેવડ અને અન્ય આરોપીઓની કોની કેટલી સંડોવણી છે, તે વિશે વધુ વિગતો એકત્રિત કરી શકાય. અધિકારીએ કહ્યું કે પોલીસે પહેલા મહેતાનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવ્યો હતો.
RBI એ કાર્યવાહી કરી
ફેબ્રુઆરી મહિનામાં, મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં આવેલી ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક પર RBI દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હકીકતમાં, બેંકના ડિરેકટરો જ તેના ડૂબવા માટેના જવાબદાર બની ગયા હતા. આ કારણે, મુંબઈની આર્થિક ગુના શાખા ન્યૂ ઈન્ડિયા બેંક કૌભાંડની તપાસ કરી રહી છે. 122 કરોડ રૂપિયાનું કૌભાંડ અને ઉચાપત પ્રકાશમાં આવતા RBI એ બેંક પર પ્રતિબંધ લાદ્યો હતો. આ કારણે RBI એ 6 મહિનાનો પ્રતિબંધ લાદ્યો છે.
મહારાષ્ટ્ર રાજ્યને લગતા તમામ સમાચાર જાણવા માટે આપ અહીંયા ક્લિક કરો.