Mumbai Sessions Court: મુંબઈ સેશન્સ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ( ED)ને શિવસેના સાંસદ સંજય રાઉતના જામીન અરજી પર જવાબ આપવાનો આદેશ આપ્યો છે. મુંબઈ સેશન્સ કોર્ટે (Mumbai Sessions Court) આના માટે ઈડીને 16 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. ત્યારબાદ સંજય રાઉતના જામીન અરજી પર સુનાવણી થશે. ઈડીએ સંજય રાઉતને મુંબઈના ગોરેગાંવ પાત્રચોલ કૌભાંડ મામલે ધરપકડ કરી છે. સંજય રાઉત હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. તેણે મુંબઈ (Mumbai)ના આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યો છે. શિવસેના સાંસદે પોતાની જમાનત માટે મુંબઈ સેશન્સ કોર્ટના સ્પેશિયલ પીએમએલએ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
મની લૉન્ડ્રિંગ મામલે ઈડીની કસ્ટડીમાં રહેલા શિવસેના સાંસદ સંજય રાઉતની જામીન અરજી પર આજે સેશન્સ કોર્ટમાં સુનાવણી થવાની હતી, પરંતુ સંજય રાઉતના જામીન અરજી પર સુનાવણી થશે નહીં. મુંબઈ સેશન્સ કોર્ટે ઈડીને આદેશ આપ્યો કે, તે આ મામલે પોતાનો જવાબ 16 સપ્ટેમ્બર સુધી આપે. ત્યારબાદ જ રાઉતના જામીન અરજી પર સુનાવણી થશે.
સંજ્ય રાઉતને મુંબઈ સેશન્સ કોર્ટે 19 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે. હાલમાં તે મુંબઈના આર્થર રોડ જેલમાં છે. હવે મુંબઈ સેશન્સ કોર્ટે ઈડીને 16 સપ્ટેમ્બરના રોજ તેના જામીન અરજી પર જવાબ આપવાનો આદેશ આપ્યો છે. તે જ દિવસે તેના જામીન અરજી પર સુનાવણી થવાની સંભાવના છે.
મુંબઈના ગોરેગાંવ પાત્રચોલ કૌભાંડનો મામલામાં ઈડીએ સંજય રાઉતની ધરપકડ કરી છે. ઈડીએ સંજય રાઉતની 31 જુલાઈ ધરપકડ કરી છે. 8 દિવસની ઈડી કસ્ટડી બાદ 22 ઓગસ્ટ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. ઈડી કસ્ટડી પૂર્ણ થયા બાદ તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ કોર્ટે તેમને 14 દિવસ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા, ત્યારબાદ સંજય રાઉતને મુંબઈના આર્થર રોડ જેલમાં મોકલવામાં આવ્યા હતા. કોર્ટે જેલમાં તેને ઘરનું જમવાનું અને દવાઓ આપવાની પરવાનગી આપી હતી. 5 સપ્ટેમ્બરના રોજ તેમને ફરી એક વખત કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટે તેને ફરી 19 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.