મુંબઈ: ઘાટકોપરમાં તોફાની પવનથી પેટ્રોલ પંપ પરનુ હોર્ડિંગ પડ્યું, 37 ઘાયલ; 100 થી લોકો ફસાયા, જુઓ વીડિયો

હોર્ડિંગ પડી જતાં અરાજકતા સર્જાઈ હતી. લોકો કંઈ સમજે તે પહેલા લોખંડની એંગલ સહિતનું આખું હોર્ડિંગ પેટ્રોલ પંપ પર પડી ગયું હતું. આ અકસ્માતમાં 37 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હોર્ડિંગની નીચે 100થી વધુ લોકો ફસાયા હોવાનું કહેવામાં આવે છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ટીમ રાહત અને બચાવ કામગીરી કરી રહી છે.

મુંબઈ: ઘાટકોપરમાં તોફાની પવનથી પેટ્રોલ પંપ પરનુ હોર્ડિંગ પડ્યું, 37 ઘાયલ; 100 થી લોકો ફસાયા, જુઓ વીડિયો
Mumbai
Follow Us:
| Updated on: May 13, 2024 | 7:31 PM

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં સોમવારે બપોર બાદ જોરદાર પવન ફુંકાયો હતો. તોફાની પવનને કારણે મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં એક પેટ્રોલ પંપ પર મોટું હોર્ડિંગ પડી ગયું હતું. પેટ્રોલ પંપ પર લોકો પોતાના વાહનોમાં પેટ્રોલ ભરાવી રહ્યા હતા. ત્યારે જ આ અકસ્માત થયો હતો. લોકો કંઈ સમજે તે પહેલા લોખંડની એંગલ સહિતનું આખું હોર્ડિંગ પેટ્રોલ પંપ પર પડી ગયું હતું. આ અકસ્માતમાં 37 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના સમાચાર છે. હોર્ડિંગ નીચે 100થી વધુ લોકો ફસાયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

સોમવારે બપોર બાદ ફુંકાયેલા તોફાની પવનની ઝડપ 40 થી 50 કિમી પ્રતિ કલાકની રહી હતી. ભારે આંધીને જોતા અનેક જગ્યાએ લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ઘાટકોપરના પેટ્રોલ પંપમાં હોર્ડિંગ પડવાની ઘટના પણ કેમેરામાં કેદ થઈ હતી.

ભારતના કયા રાજ્ય પર છે સૌથી ઓછું દેવું ? ગુજરાત આવે છે આ નંબર પર
જયા કિશોરીની માતા-પિતાને સલાહ, દીકરી લગ્ન કરવાની ના પાડે તો ભૂલથી પણ ન બોલતા આ 5 વાત
ઉનાળામાં શરીર ડિહાઇડ્રેટ થાય તો દેખાય છે આ સંકેત, જાણો
T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી ઓછી મેચ જીતવા વાળી ટીમ, જુઓ લિસ્ટ
જો તમે તમારી ઉંમર કરતા 10 વર્ષ નાના દેખાવા માંગો છો તો રોજ ખાઓ આ ડ્રાયફ્રુટ, ફેસ પરની સ્કિન રહેશે એકદમ ટાઈટ
શેરબજારમાં મોટો જાદુ, રોકાણકારો એક જ વારમાં કમાયા 415000 કરોડ રૂપિયા

વરસાદ અને જોરદાર પવનના કારણે ઘણા લોકો પેટ્રોલ પંપની છત નીચે આવી ગયા હતા. કેટલાક વાહનોમાં પેટ્રોલ પંપ પર ઓઈલ ભરાવી રહ્યા હતા. દરમિયાન જોરદાર પવનને કારણે પેટ્રોલ પંપની બાજુમાં લાગેલું મોટું હોર્ડિંગ સીધું પેટ્રોલ પંપ પર પડ્યું હતું. લોખંડની એંગલ પડી જવાને કારણે કાર અને બાઇક સવાર તેની નીચે દબાઇ ગયા હતા.

 સોશિયલ મીડિયામાં વાયરલ આંધીના અલગ અલગ વીડિયો વાયરલ થઇ રહ્યા છે

આ વીડિયોની TV9 ગુજરાતી પુષ્ટી કરતા નથી

પોલીસે જણાવ્યું કે પેટ્રોલ પંપમાં હોર્ડિંગ પડવાની ઘટના ઘાટકોપરના રમાબાઈ વિસ્તારમાં બની હતી. અકસ્માત થતાં જ પેટ્રોલ પંપ પર અફરાતફરી મચી ગઈ હતી. હોર્ડિંગ હેઠળ ઘણા કાર અને બાઇક સવારો દટાઇ ગયા હતા. હોર્ડિંગને લોખંડના એંગલથી ટેકો આપવામાં આવ્યો હતો. જેના કારણે અકસ્માતમાં વધુ નુકસાન થયું છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને ફસાયેલા લોકોનું બચાવકાર્ય ચાલું છે.

આ વીડિયોની TV9 ગુજરાતી પુષ્ટી કરતા નથી

Latest News Updates

મહેસાણા અને મોરબીમાં ભુવાજીનું ધુણતા ધુણતા જ થયુ મોત- Video
મહેસાણા અને મોરબીમાં ભુવાજીનું ધુણતા ધુણતા જ થયુ મોત- Video
બોટાદના સમઢીયાળામાં તળાવમાં નહાવા પડેલા બે યુવાનના ડૂબવાથી મોત
બોટાદના સમઢીયાળામાં તળાવમાં નહાવા પડેલા બે યુવાનના ડૂબવાથી મોત
સ્માર્ટ મીટરના વિરોધમા નરોડાના સ્થાનિકોએ UGVCL કચેરીમાં કર્યો હલ્લાબોલ
સ્માર્ટ મીટરના વિરોધમા નરોડાના સ્થાનિકોએ UGVCL કચેરીમાં કર્યો હલ્લાબોલ
ગુજરાત ATSએ વધુ એક પાકિસ્તાની જાસૂસની કરી ધરપકડ
ગુજરાત ATSએ વધુ એક પાકિસ્તાની જાસૂસની કરી ધરપકડ
હજુ વધુ ભીષણ ગરમી માટે રહેજો તૈયાર, અંબાલાલ પટેલે કરી આ આગાહી
હજુ વધુ ભીષણ ગરમી માટે રહેજો તૈયાર, અંબાલાલ પટેલે કરી આ આગાહી
કાળઝાળ ગરમીના લીધે હીટ સ્ટ્રોકના 400થી વધુ કેસ
કાળઝાળ ગરમીના લીધે હીટ સ્ટ્રોકના 400થી વધુ કેસ
Vadodara : કરજણમાં ખેડૂતોને વીજળી ન મળતા જગતના તાતમાં રોષનો માહોલ
Vadodara : કરજણમાં ખેડૂતોને વીજળી ન મળતા જગતના તાતમાં રોષનો માહોલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, 14 જૂનથી વિધિવત બેસી જશે ચોમાસુ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, 14 જૂનથી વિધિવત બેસી જશે ચોમાસુ
કિર્ગીસ્તાનમાં ફસાયા 100 વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ, સરકાર પાસે માંગી મદદ
કિર્ગીસ્તાનમાં ફસાયા 100 વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ, સરકાર પાસે માંગી મદદ
સુરતમાં કાળઝાળ ગરમી કેર વર્તાવી રહી છે
સુરતમાં કાળઝાળ ગરમી કેર વર્તાવી રહી છે
g clip-path="url(#clip0_868_265)">