મરાઠા અનામત આંદોલન: શું મનોજ જારાંગે પાટીલની માંગણીઓ સ્વીકારી લેવામાં આવી? મુંબઈ પહોંચી રહ્યા છે સમર્થકો
આઝાદ મેદાનમાં વિરોધ પ્રદર્શનને લઈને મનોજ જરાંગે અને પોલીસ વહીવટીતંત્ર સામસામે છે. મનોજ જારાંગેએ પોલીસ તંત્ર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમનું કહેવું છે કે તેમને વિરોધ પ્રદર્શન માટે પરવાનગી માંગી હતી પણ તેમને પરવાનગી મળી નથી.
મરાઠા અનામત માટે મનોજ જારાંગે પાટીલની લડાઈ નિર્ણાયક મોડ પર પહોંચી ચૂકી છે. મનોજ જારાંગે અને તેમના સમર્થકોની ભારે ભીડને જોતા સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે મનોજ જારાંગેની તમામ માગણીઓ માનવામાં આવી છે. જો કે આ વિશે મનોજ જારાંગેએ કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. મનોજ જારાંગે તરફથી આ મુદ્દે આગામી નિર્ણય લેવાનો હજુ બાકી છે. મહારાષ્ટ્રના ઘણા જિલ્લામાંથી મરાઠા આંદોલનના સમર્થક નવી મુંબઈ સુધી પહોંચી ચૂક્યા છે. ત્યાં તેમના અસ્થાયી રીતે રોકાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આમ તો મરાઠા ક્રાંતિ મોર્ચાના મોટાભાગના પ્રદર્શનકારીઓ શુક્રવારે જ આઝાદ મેદાન પહોંચી ગયા. આ લોકો મનોજ જારાંગેના નિર્દેશની રાહ જોઈ રહ્યા છે.
આઝાદ મેદાનમાં વિરોધ પ્રદર્શનને લઈને મનોજ જરાંગે અને પોલીસ વહીવટીતંત્ર સામસામે છે. મનોજ જારાંગેએ પોલીસ તંત્ર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમનું કહેવું છે કે તેમને વિરોધ પ્રદર્શન માટે પરવાનગી માંગી હતી પણ તેમને પરવાનગી મળી નથી. તંત્ર તરફથી કહેવામાં આવ્યું છે કે આઝાદ મેદાનમાં માત્ર 5 હજાર લોકોની વ્યવસ્થા જ શક્ય છે, તેનાથી વધારે લોકોની પરવાનગી આપી શકાય નહીં. મોટી સંખ્યામાં આંદોલનકારી જો બળદગાડા લઈને રસ્તા પર આવી જશે તો ટ્રાફિક વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ જશે. આજ કારણ છે કે આ પ્રદર્શનને રોકવા માટે કોર્ટમાં પણ અરજી કરવામાં આવી છે.
છેતરપિંડીથી કાગળો પર સહી કરાવવાનો આરોપ
તેની વચ્ચે મનોજ જારાંગે પાટીલે પોલીસ તંત્ર પર સનસનીખેજ આરોપ લગાવ્યા છે. તેમનું કહેવું છે કે તે આજે સવારે નવી મુંબઈના એપીએમસી બજારમાં દાખલ થયા હતા. તેમને કહ્યું કે જ્યારે હું લોનાવાલામાં હતો, ત્યારે પોલીસ એક કાગળ લઈને તેમની પાસે આવી અને કહેવામાં આવ્યું કે આ કોર્ટનો આદેશ છે. જારાંગેએ કહ્યું કે હું કોર્ટનું સન્માન કરૂ છુ. તે પત્ર અંગ્રેજીમાં હતો, મને સમજ ના પડી અને મે તેની પર સહી કરી દીધી. ત્યારબાદ મનોજ જારાંગે કહ્યું કે મારી પાસે છેતરપિંડીથી કાગળ પર સહી કરાવી લેવામાં આવી. તેની સાથે જ તેમને ચેતવણી પણ આપી કે જો તેમને સહી કરેલા કાગળનો દુરઉપયોગ કરવામાં આવશે તો તેના પરિણામ ગંભીર હશે.
જારાંગે પાટીલે આપ્યુ હતું અલ્ટીમેટમ
મુંબઈમાં મરાઠા આરક્ષણના વિરોધમાં મક્કમ રહેતા પહેલા મનોજ જારાંગે મરાઠા સમુદાયના મુદ્દે મહારાષ્ટ્ર સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું. તેમને કહ્યું હતું કે 24 ડિસેમ્બર સુધી સરકાર આ મુદ્દા પર કોઈ નિર્ણય લઈ લે. જારાંગેએ કહ્યું હતું કે તમામ વિવાદો અને આંદોલનો છતાં સરકારે મરાઠા સમાજના પછાતપણાના મુદ્દે કોઈ સર્વેનું કામ કર્યું નથી. તેમણે કહ્યું કે આ સર્વે સમગ્ર રાજ્યમાં થવાનો છે.
આ અલ્ટીમેટમ મનોજ જારાંગેએ ત્યારે આપ્યું હતું, જ્યારે 22 ડિસેમ્બરે મહારાષ્ટ્ર ઓબીસી આયોગની બેઠક થવાની હતી. આ બેઠકને જોતા મનોજ જારાંગેએ સરકારને અલ્ટીમેટમ આપ્યુ હતું અને ઓબીસી કોટાની અંદર મરાઠા અનામતની માગ કરી હતી.