AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra : પી.યુ.સી KIA ક્યાં’, મુંબઈ પોલીસ દ્વારા શહેરીજ્નોને ટ્રાફિક નિયમ શીખવવા અનોખો પ્રયાસ

મુંબઈ પોલીસે રોડ સેફ્ટીને લઈને સોશિયલ મીડિયા પર એક શાનદાર પોસ્ટ કરી છે. અલગ-અલગ કાર બ્રાન્ડના નામ સાથે સંદેશો આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ સ્ટાઈલ સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.

Maharashtra : પી.યુ.સી KIA ક્યાં', મુંબઈ પોલીસ દ્વારા શહેરીજ્નોને ટ્રાફિક નિયમ શીખવવા અનોખો પ્રયાસ
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2023 | 9:29 AM
Share

રોડ સેફ્ટી એ હાલમાં પોલીસનું અને ટ્રાફિક વિભાગનો મુખ્ય ઉદ્દેશ છે. ત્યારે મુંબઈ પોલીસે રોડ સેફ્ટીને લઈને સોશિયલ મીડિયા પર એક શાનદાર પોસ્ટ કરી છે. આમાં અનેક અલગ-અલગ કાર બ્રાન્ડના નામ સાથે સંદેશો આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મુંબઈ પોલીસની આ સ્ટાઈલ સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. તો બીજી તરફ સોશિયલ મીડિયા યુઝર્સ પણ મુંબઈ પોલીસની જેમ વિચારી આમાં અવનવા સૂચનો આપી રહ્યા છે.

રમુજી પોસ્ટ કરી આપી ટ્રાફિક અંગે માહિતી

સોશિયલ મીડિયાનો જમાનો છે. મુંબઈ પોલીસ પણ આ જ્માનામાં પાછળ નથી. તાજેતરમાં જ મુંબઈ પોલીસે ટ્રાફિક એડવાઈઝરી બહાર પાડતી  વખતે એક રમુજી પોસ્ટ કરી હતી. જેમાં અનેક વાહનોના નામ લઈને લોકોને રોડ સેફ્ટી વિશે જણાવવામાં આવ્યું છે. ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર શેર કરેલી પોસ્ટની વિવિધ સ્લાઇડ્સમાં બ્રાન્ડ નામો અને લોગો સાથે વિવિધ વાહનો માટેના સંદેશા છે.

વિવિધ કારના નામ દ્વારા જાગૃતિ અભિયાન

ખોટી કાર પાર્કિંગને TATA કહો, રોડ પર મહિન્દ્રા બાહુબલી ન બનો, રસ્તા પર CIVIC સેન્સનું પાલન કરો, ફોર્ચ્યુન(2) સલામત લોકોને સપોર્ટ કરે છે, રોડ સિગ્નલ સાથે SWIFT ન કરો, તમારી ઝડપનો JAZZ આપો. દરેક પોસ્ટ પર અલગ-અલગ કારના લોગો પણ મુકવામાં આવ્યા છે.

મુંબઈ પોલીસની આ પોસ્ટ પર લોકોની ખૂબ જ સારી પ્રતિક્રિયાઓ આવી રહી છે. સુરક્ષા સંદેશ માટે લોકો મુંબઈ પોલીસની સોશિયલ મીડિયા ટીમના વખાણ કરી રહ્યા છે. જોકે, આ પહેલીવાર નથી જ્યારે પોલીસે અલગ રીતે મેસેજ આપ્યો હોય. હકીકતમાં, ભૂતકાળમાં પણ ઘણા જુદા જુદા વિસ્તારોની પોલીસે આવી અદ્ભુત ટ્વિટ કરી છે.

આ પણ વાંચો : ભીડ સામે ખુરશીઓ ઓછી પડી, લોકો આકરા તડકામાં ઉભા રહ્યા, 11 લોકોના મોતથી વિપક્ષી પાર્ટીઓએ શિંદે સરકારની કરી ટીકા

આ ટ્વિટ કરવા પાછળનો પોલીસનો એક જ હેતુ છે કે, લોકોમાં જાગૃતિ આવે. દેશ ભરમાં વાહનની ઝડપી ગતિને કારણે કેટલાય લોકોના મોત નિપજ્યાં છે. જોકે આવી ઘટનામાં ઘટાડો થાય તે માટે પોલીસ સતત પ્રયાસ કરી રહી છે.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

 દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
g clip-path="url(#clip0_868_265)">