AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ‘મુંબઈમાં પાકિસ્તાનથી આવ્યા ત્રણ આતંકી’, મુંબઈ પોલીસ એલર્ટ મોડ પર

મુંબઈ પોલીસ કોલ કરનારની વાત સાચી છે કે નહીં તેની તપાસ કરી રહી છે. ઘણી વખત કોઈ નશામાં કે તણાવમાં કે અન્ય કોઈ કારણસર નકલી કોલ કરતો હોય છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ કોઈ ગંભીર ધમકી છે કે નવો ફેક કોલ?

Breaking News: 'મુંબઈમાં પાકિસ્તાનથી આવ્યા ત્રણ આતંકી', મુંબઈ પોલીસ એલર્ટ મોડ પર
Mumbai police
| Updated on: Apr 08, 2023 | 4:24 PM
Share

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ત્રણ આતંકવાદીઓ ઘૂસ્યા છે. આ ત્રણેય આતંકીઓ પાકિસ્તાનના છે. મુંબઈ પોલીસને આવો જ એક ફોન આવ્યો છે. ફોન કરનારે પોતાનું નામ પણ આપ્યું છે. મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમમાં મળેલા આ ફોન કોલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ત્રણ આતંકવાદીઓ દુબઈ થઈને શહેરમાં ઘુસ્યા છે. આ કોલ મળ્યા બાદ મુંબઈ પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. ફોન કરનારે મોબાઈલ નંબર અને વ્હીકલ નંબર પણ આપ્યો છે. આ સાથે ફોન કરનારે આતંકીઓના નામ પણ જણાવ્યા છે.

આ પણ વાંચો: Eknath Shinde Ayodhya Visit: સીએમ શિંદે પર આદિત્ય ઠાકરેનો કટાક્ષ, રાવણ રાજ ચલાવનારા અયોધ્યા જવા નિકળ્યા

ફોન કરનારે પોતાનું નામ પણ જણાવ્યું છે, મુંબઈ પોલીસ કોલ કરનારની વાત સાચી છે કે નહીં તેની તપાસ કરી રહી છે. ઘણી વખત કોઈ નશામાં કે તણાવમાં કે અન્ય કોઈ કારણસર નકલી કોલ કરતો હોય છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ કોઈ ગંભીર ધમકી છે કે નવો ફેક કોલ? પરંતુ કોલ મળ્યા બાદ મુંબઈ પોલીસ પહેલા કરતા વધુ સતર્ક થઈ ગઈ છે.

દુબઈથી ત્રણ પાકિસ્તાની આતંકીઓ આવ્યા હતા, કોલ બાદ પોલીસ એલર્ટ

એક વ્યક્તિએ મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમને ફોન કરીને દાવો કર્યો હતો કે દુબઈથી ત્રણ આતંકવાદીઓ મુંબઈમાં પ્રવેશ્યા છે. ત્રણેયનો પાકિસ્તાન સાથે સંબંધ છે. ફોન કરનારે આતંકીઓના નામ પણ આપ્યા છે. ફોન કરનારે એક આતંકવાદીનું નામ મુજીબ સૈયદ આપ્યું છે અને તેનો મોબાઈલ નંબર અને વાહન નંબર પણ શેયર કર્યો છે. ફોન કરનારે પોતાનું નામ રાજા થોંગે જણાવ્યું છે. કોલ મળ્યા બાદ પોલીસ આ મામલાની તપાસમાં વ્યસ્ત છે.

આતંકવાદી મુજીબનું નામ સામે આવ્યું, ફોન કરનારે તેનું નામ રાજા થોંગે જણાવ્યું

પોલીસે વધુ પૂછપરછ અને તપાસ શરૂ કરી છે. આ પહેલીવાર નથી કે જ્યારે આવા કોલ આવ્યા હોય. મુંબઈ પોલીસને અવારનવાર આવા કોલ આવી રહ્યા છે. મોટાભાગના કોલ્સ નકલી નીકળે છે. આમ છતાં પોલીસ આવા કોલને ખૂબ જ ગંભીરતાથી લે છે. તેનું કારણ એ છે કે જો આમાંથી એક પણ કોલ સાચો હોય તો તેના પરિણામો ખૂબ જ ભયાનક હોઈ શકે છે. કદાચ ભારતમાં અન્ય કોઈ શહેર આતંકવાદી હુમલાની ભયાનકતા વિશે મુંબઈકરો કરતા વધારે જાણતું નથી. આજે પણ મુંબઈના લોકોના મનમાં 26/11ના હુમલાની યાદ તાજી છે.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર  

 દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">