મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરની સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 18 લોકોના મોતનો બનાવ સામે આવ્યો છે. સરકારી મેડિકલ કોલેજમાં સોમવારે સવારે 8 વાગ્યાથી મંગળવારે સવારે 8 વાગ્યા સુધી બે બાળકો સહિત કુલ 18 લોકોના મોત થયા. એક અહેવાલ અનુસાર હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટે જણાવ્યું કે હોસ્પિટલમાં કુલ 14 જેટલા લોકોના મોત થયા છે. જોકે આ મૃત્યુ પામેલા 18 લોકો માંથી ચાર લોકો એવા છે જેમને મૃત અવસ્થામાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હવે આ મામલે મહારાષ્ટ્રમાં પણ રાજકારણ ગરમાયું છે.
NCP પ્રમુખ શરદ પવારે સોશિયલ મીડિયા દ્વારા આ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે આ મૃત્યુ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. એક ટ્વીટમાં તેમણે કહ્યું કે નાંદેડમાં 12 નવજાત શિશુઓ સહિત 24 લોકોના મોતની ઘટનાના માત્ર 24 કલાકમાં જ છત્રપતિ સંભાજીનગરની હોસ્પિટલમાં આટલા મૃત્યુના સમાચાર આવ્યા છે, જે ચિંતાજનક છે.
नांदेड येथील शासकीय रुग्णालयात २४ तासात १२ नवजात बालकांसह २४ जणांचा मृत्यू होण्याची दुर्दैवी घटना ही अक्षरशः मन हेलावून टाकणारी आहे. दोनच महिन्यांपूर्वी ठाण्यातील महानगरपालिकेच्या कळवा रुग्णालयात एकाच रात्रीत १८ जणांचा मृत्यू झाल्याची दुर्दैवी घटना घडली होती. मात्र या घटनेला…
— Sharad Pawar (@PawarSpeaks) October 2, 2023
હોસ્પિટલના ડીન ડૉ. સંજય રાઠોડે આ બાબતે સ્પષ્ટતા કરી અને કહ્યું કે ‘અમારી હોસ્પિટલ આ વિસ્તારની સૌથી મોટી સરકારી હોસ્પિટલ છે. અહીં દરરોજ 14 જિલ્લાના લગભગ 2,000 દર્દીઓને સેવા પૂરી પાડવામાં આવે છે. દર્દીની સ્થિતિ ગમે તે હોય, તેને દાખલ કરવામાં આવે છે. અહીં આવતા મોટાભાગના દર્દીઓને ત્રીજા સ્ટેજ માટે રિફર કરવામાં આવે છે. દરેક મૃત્યુ આપણા માટે દુર્ભાગ્યપૂર્ણ છે. આંકડા અનુસાર જાણીએ તો 2000 દર્દીઓમાંથી 10 દર્દીઓના મૃત્યુની ટકાવારી ખૂબ જ ઓછી છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 24 દર્દીઓના મોત, 12 નવજાત શિશુનો પણ સમાવેશ
આ મૃત્યુને કારણે હોસ્પિટલનું કહેવું છે કે કુલ 18 મૃત્યુમાંથી બે મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયા છે. એ જ રીતે, ન્યુમોનિયાના કારણે અન્ય બે મૃત્યુ થયા છે. જીવ ગુમાવનાર ત્રણ લોકો કિડનીની સમસ્યાથી પીડાતા હતા. લિવર ફેલ થવાને કારણે અન્ય એકનું મોત થયું હતું. આ મોત પાછળ મૃતકના પરિજનો બેદરકારીનો આક્ષેપ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે હોસ્પિટલમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે, જેના કારણે આ ઘટના બની છે.