Maharashtra Rain Update : રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી, કેટલાક વિસ્તારો ઓરેન્જ અને યેલો એલર્ટ પર

|

Aug 05, 2024 | 10:25 AM

Rain In Maharashtra : રાજ્યમાં હજુ ચારથી પાંચ દિવસ વરસાદ ચાલુ રહેશે. પુણે હવામાન વિભાગના સિનિયર વૈજ્ઞાનિક કે.એસ. હોસાલીકરે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યના કેટલાક ભાગોમાં ઓરેન્જ એલર્ટ અને કેટલાક ભાગોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

Maharashtra Rain Update : રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી, કેટલાક વિસ્તારો ઓરેન્જ અને યેલો એલર્ટ પર
maharashtra weather update

Follow us on

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલો ભારે વરસાદ હજુ પણ યથાવત છે. પુણે અને નાશિકમાં રવિવારે થયેલા વરસાદને કારણે ડેમમાંથી મોટાપાયે પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે નાસિકમાં ગોદાવરી અને પુણેની મુલા-મુથા નદીમાં પૂર આવ્યું છે. પુણેના સિંહગઢ રોડ પરના વિસ્તારમાં પાણી ઘૂસી ગયા છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે આજે તે સ્થળની મુલાકાત લેશે. ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે, રાજ્યમાં ચારથી પાંચ દિવસ સુધી વરસાદ ચાલુ રહેશે.

24 કલાકમાં 104 મીમી વરસાદ નોંધાયો છે

છેલ્લા 24 કલાકમાં નાશિકમાં 104 મિલીમીટર વરસાદ નોંધાયો છે. નાસિકની ગોદાવરીમાં પ્રથમ પૂર આવ્યું છે. જો કે નાસિકમાં હાલ વરસાદ બંધ થઈ ગયો છે, પરંતુ ગંગાપુર ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે ગોદાઘાટ વિસ્તારના રહેવાસીઓને એલર્ટ કરવામાં આવ્યા છે.

બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?

પુણેના એકતા નગરમાં પાણી

પુણેના એકતા નગર વિસ્તારમાં હજુ પણ પાણી છે. આ સ્થળના તમામ નાગરિકોને બહાર કાઢવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડ અને પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્ટાફ રવિવારથી એકતા નગરમાં રોકાયો છે. પુણેમાં વરસાદે વિરામ લીધો હોવા છતાં એકતા નગરની સ્થિતિ એવી જ છે.

રાજ્યમાં ચાર દિવસથી ભારે વરસાદ

રાજ્યમાં હજુ ચારથી પાંચ દિવસ વરસાદ ચાલુ રહેશે. પુણે હવામાન વિભાગના સિનિયર વૈજ્ઞાનિક કે.એસ. હોસાલીકરે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યના કેટલાક ભાગોમાં ઓરેન્જ એલર્ટ અને કેટલાક ભાગોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

સાંગલીમાં કૃષ્ણા નદીનું સ્તર નીચું

છેલ્લા 24 કલાકમાં કૃષ્ણા નદીના જળસ્તરમાં ઘટાડો થયો છે. રવિવારે સવારે સાંગલી કૃષ્ણા નદીનું જળસ્તર 39 ફૂટ 11 ઇંચ હતું અને સોમવારે સવારે જળસ્તર 39 ફૂટ પર પહોંચી ગયું છે. છેલ્લા 24 કલાકમાં નદીમાં માત્ર 11 ઈંચનો ઘટાડો થયો છે. છેલ્લા 5 દિવસથી કૃષ્ણા નદીની જળ સપાટી 40 અને 39 ફૂટ પર સ્થિર છે. કૃષ્ણા નદીનું વોર્નિંગ લેવલ 40 ફૂટ જ્યારે ડેન્જર લેવલ 45 ફૂટ છે. હાલમાં કોયના ડેમમાંથી 50 હજાર ક્યુસેક અને ચંડોલી ડેમમાંથી 10 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

પુણેનું ઓમકારેશ્વર મંદિર હજુ પણ પાણીમાં

પુણેનું ઓમકારેશ્વર મંદિર હજુ પણ પાણીમાં છે. ખડકવાસલા ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે મુથા નદીમાં પાણીનો પ્રવાહ હજુ પણ ચાલુ છે. શ્રાવણ માસના પ્રથમ સોમવારે ઓમકારેશ્વર મંદિરમાં પાણી ભરાઈ ગયા હતા. જેથી ભક્તો દર્શન કરી શક્યા ન હતા. મંદિર પ્રશાસન દ્વારા પૂજા વિધિ કરવામાં આવી છે.

 

Next Article