Give Bharat Ratna to Ratan Tata : રતન ટાટાને ભારત રત્ન આપો, મહારાષ્ટ્ર સરકારે કેબિનેટની બેઠકમાં પસાર કર્યો ઠરાવ
મહારાષ્ટ્ર કેબિનેટે આજે સ્વર્ગસ્થ રતન ટાટાને ભારત રત્ન આપવા અંગેનો ઠરાવ પસાર કર્યો છે. આ પહેલા શિંદે જૂથના નેતા રાહુલ કનાલે આ માંગ કરી હતી. રાહુલ કનાલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેને પત્ર લખી કહ્યું હતું કે, રતન ટાટાને ભારત રત્ન આપવો જોઈએ.
મહારાષ્ટ્ર કેબિનેટે આજે સ્વર્ગસ્થ રતન ટાટાને ભારત રત્ન આપવા અંગેનો ઠરાવ પસાર કર્યો છે. મહારાષ્ટ્રની શિંદે સરકારની બેઠકમાં પહેલા રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પછી કેબિનેટની બેઠકમાં રતન ટાટાને ભારત રત્ન આપવા માટેની દરખાસ્ત પસાર કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર સરકાર હવે આ પ્રસ્તાવ, કેન્દ્ર સરકારને મોકલશે.
આ પહેલા શિંદે જૂથના નેતા રાહુલ કનાલે આ માંગ કરી હતી. રાહુલ કનાલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે માંગ કરી હતી કે મહારાષ્ટ્ર સરકારે ભારત રત્ન માટે રતન ટાટાના નામનો પ્રસ્તાવ મૂકવો જોઈએ. આ જ તેમને સાચી શ્રદ્ધાંજલિ હશે.
મહારાષ્ટ્રમાં એક દિવસનો શોક
મહારાષ્ટ્ર સરકારે, સ્વર્ગસ્થ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે ગુરુવાર 10 ઓક્ટોબરના રોજ રાજ્યમાં એક દિવસના શોકની જાહેરાત કરી હતી. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં સરકારી કાર્યાલયોમાં રાષ્ટ્રધ્વજ 10 ઓક્ટોબરે શોકના પ્રતીક તરીકે અડધી કાઠીએ પર લહેરાશે.
રતન ટાટાના અંતિમ દર્શન માટે ભીડ ઉમટી
રતન ટાટાના નશ્વર દેહને મુંબઈના નરીમાન પોઈન્ટમાં નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટમાં રાખવામાં આવ્યો છે. જ્યા તેમના અંતિમ દર્શન માટે લોકોની ભારે ભીડ જામી છે. મોટી સંખ્યામાં લોકો રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા. તેમના નિધન પર દેશ અને દુનિયાના અનેક દિગ્ગજોએ શોક વ્યક્ત કરવાની સાથેસાથે તેમને શ્રદ્ધાંજલિ આપી છે. સાંજે 4 વાગ્યે રતન ટાટાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
#Live 10-10-2024
भारतमातेचे लाडके सुपुत्र, यशस्वी उद्योजक, देशभक्त पद्मविभूषण श्री रतनजी टाटा यांना भावपूर्ण श्रद्धांजली! https://t.co/jNNYZzqNpS
— Eknath Shinde – एकनाथ शिंदे (@mieknathshinde) October 10, 2024
86 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું
અત્રે ઉલ્લેખનીય છે કે રતન ટાટાનું બુધવારે રાત્રે નિધન થયું હતું. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. આજે તેમના અંતિમ સંસ્કાર વરલીના પારસી સ્મશાન ભૂમિમાં કરવામાં આવશે. રતન ટાટાને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવશે.
પદ્મ વિભૂષણ સ્વ. રતન ટાટાને લગતા અન્ય સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો.