વરસાદ બગાડી શકે છે નવરાત્રીની મજા, આગામી 4 દિવસ આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

વરસાદ બગાડી શકે છે નવરાત્રીની મજા, આગામી 4 દિવસ આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2024 | 7:44 PM

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શકયતા છે. અરબી સમુદ્રમાં લક્ષદીપ નજીક લો પ્રેશર સક્રિય થયું છે. જેના કારણે આગામી ચાર દિવસ સુધી વરસાદ પડી શકે છે.

ગુજરાતમાંથી હાલ ચોમાસાની વિદાય થઇ ગઇ છે. જો કે આગામી દિવસોમાં રાજ્યમાં ફરી એકવાર વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શકયતા છે. અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ નજીક લો પ્રેશર સક્રિય થયું છે. જેના કારણે આગામી ચાર દિવસ સુધી વરસાદ પડી શકે છે.

લો પ્રેશરના કારણે ગુજરાત તરફ ભેજ આવશે. જેના કારણે રાજ્યના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, ડાંગ, વલસાડ, નવસારી અને તાપીમાં સામાન્ય વરસાદ પડી શકે છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં પણ સામાન્ય વરસાદ થયો છે. ત્યારે જો રાજ્યમાં વધુ વરસાદ પડશે તો નવરાત્રીની મજા બગાડી શકે છે.

g clip-path="url(#clip0_868_265)">