મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર માર્ગ અકસ્માતમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ધારાસભ્ય વિનાયક મેટેનું મૃત્યુ

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે (Mumbai Pune Expressway) પર પૂર્વ ધારાસભ્ય વિનાયક મેટેની કારને અકસ્માત થયો છે. અકસ્માતમાં વિનાયક મેટેનું મૃત્યુ થયું હતું.

મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર માર્ગ અકસ્માતમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ધારાસભ્ય વિનાયક મેટેનું મૃત્યુ
Former MLA Vinayak Mete dies in road accident on Mumbai-Pune Expressway
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2022 | 10:55 AM

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ધારાસભ્ય વિનાયક મેટેનું (Former MLA Vinayak Mete) મુંબઈ-પુણે એક્સપ્રેસ વે (Mumbai Pune Expressway) પર માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના પનવેલ નજીક માદપ ટનલમાં થઈ હતી. પૂર્વ ધારાસભ્ય પોતાની SUV કારમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન અકસ્માત થયો, વિનાયક મેટેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

વિનાયક મેટેને માર્ગ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થઈ હતી. દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ તેને નવી મુંબઈના કામોથે વિસ્તારમાં આવેલી MGM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

હાલ અકસ્માતનું કારણ જાણી શકાયું નથી. કારની હાલત જોઈને અકસ્માતનો અંદાજ લગાવી શકાય છે. વિનાયક મેટેની એસયુવી કાર અકસ્માતમાં ઉડી ગઈ હતી. તેને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો, પરંતુ તેને બચાવી શકાયો નહીં.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

વિનાયકરાવ મેટે શિવસંગ્રામ પાર્ટીના અધ્યક્ષ હતા. તેમનો જન્મ 30 જૂન 1970ના રોજ બીડમાં થયો હતો. વિનાયકરાવ મેટેનું નામ મહારાષ્ટ્રના રાજકારણમાં ઝડપથી ઊભરી આવ્યું હતું. સ્વતંત્રતા સંગ્રામ અને સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળની તેમના વિચારો પર ઊંડી અસર પડી હતી. વિનાયક મેટે 2016માં ભાજપના ક્વોટામાંથી બિનહરીફ એમએલસી તરીકે ચૂંટાયા હતા.

g clip-path="url(#clip0_868_265)">