મહારાષ્ટ્રમાં ‘નિસર્ગ’ વાવાઝોડાની અસર શરૂ, મુંબઈ, કોંકણમાં શરૂ થયો વરસાદ
પશ્ચિમ બંગાળમાં તાજેત્તરમાં આવેલા ‘અમ્ફાન’ વાવાઝોડા પછી દેશમાં વધુ એક ‘નિસર્ગ’ વાવાઝોડું આવી શકે છે. આ વાવાઝોડું અરબસાગરમાં બની રહ્યું છે. ભારતીય હવામાન વિભાગે મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરી દીધું છે. મુંબઈના વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો છે અને ઘણી જગ્યા પર વરસાદ પડી રહ્યો છે. માછીમારોને દરિયામાં જવા પર મનાઈ છે. […]
પશ્ચિમ બંગાળમાં તાજેત્તરમાં આવેલા ‘અમ્ફાન’ વાવાઝોડા પછી દેશમાં વધુ એક ‘નિસર્ગ’ વાવાઝોડું આવી શકે છે. આ વાવાઝોડું અરબસાગરમાં બની રહ્યું છે. ભારતીય હવામાન વિભાગે મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરી દીધું છે. મુંબઈના વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો છે અને ઘણી જગ્યા પર વરસાદ પડી રહ્યો છે. માછીમારોને દરિયામાં જવા પર મનાઈ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
વાવાઝોડાની અસર પણ શરૂ થઈ ગઈ છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના કોંકણમાં વરસાદ શરૂ થઈ ગયો છે. આ વાવાઝોડું 3 જૂને સાંજે અથવા રાત્રે મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકિનારે ટકરાવાની સંભાવના છે. વાવાઝોડું ટકરાવવાથી મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકિનારે ભારે વરસાદ પડશે.
ત્યારે 4 જૂન સુધી માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. જે માછીમારો હાલમાં અરબ સાગરમાં ગયા છે, તેમને તરત જ પરત ફરવા માટે કહેવામાં આવ્યું છે. હવામાન વિભાગ મુજબ દરિયામાં 4 જૂન સુધી સ્થિતી ખુબ ખરાબ રહેવાની સંભાવના છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો