Breaking News: થાણેના બાલકુમ વિસ્તારમાં 40 માળની હાઈરાઈઝ બિલ્ડિંગની લિફ્ટ તૂટી પડતાં 6 નાં મોત, જુઓ Video
થાણેના બાલકુમ વિસ્તારમાં એક દુ:ખદ દુર્ઘટના સર્જાઈ છે. થાણેના બાલકુમ વિસ્તારમાં 40 માળની ઊંચી ઇમારતની લિફ્ટ તૂટી પડતાં છ કામદારોનાં મોત થયાં છે. પ્રાથમિક માહિતી મુજબ તાજેતરમાં બિલ્ડીંગની છત પર વોટરપ્રુફીંગનું કામ ચાલી રહ્યું હતું. કામ પતાવીને કામદારો નીચે ઉતરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. આ ઘટનામાં છ લોકોના મોત થયા છે.

#WATCH | Six people died, and a few were injured after a lift collapsed in Maharashtra’s Thane#TV9News pic.twitter.com/wVSL0m5prM
— Tv9 Gujarati (@tv9gujarati) September 10, 2023
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (TMC)ના એક અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના નારાયણી સ્કૂલની બાજુમાં, રુનવાલ ગાર્ડનમાં બની હતી, પ્રાપ્ત માહિતી અનુસાર, સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. નવી બનેલી બિલ્ડીંગમાં વોટરપ્રૂફિંગનું કામ ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું હતું. અકસ્માતમાં મૃત્યુઆંક વધી શકે છે.
મહારાષ્ટ્રના થાણેના બાલકુમ વિસ્તારમાં અરાજકતા ફેલાઈ ગઈ, જ્યારે રૂનવાલ નામની બહુમાળી ઈમારતની લિફ્ટ જોરદાર અવાજ સાથે નીચે પડી ગઈ. આસપાસના લોકો સ્થળ પર પહોંચાય છે.
તેમજ આ ઘટનાની માહિતી મળતા જ પૂર્વ સ્થાનિક કાઉન્સિલર સંજય ભોઈર ઘટના સ્થળે પહોંચી બચાવ કાર્યમાં મદદ કરી હતી. રેસ્ક્યુ ટીમે લિફ્ટમાં ફસાયેલા કામદારોને બહાર કાઢ્યા હતા. આ અકસ્માતમાં 6 મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ગંભીર રીતે ઘવાયેલા બે કામદારોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માત કેવી રીતે થયો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, આ લિફ્ટનો ઉપયોગ કામદારોને બિલ્ડિંગની ઉપરથી નીચે જવા માટે કરવામાં આવી રહ્યો હતો, તે દરમિયાન તેનો વાયર તૂટી ગયો. તમામ કામદારો અહીં વોટર પ્રુફિંગનું કામ કરવા આવ્યા હતા.
મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest News Updates