Bus Accident: MPમાં મોટી દુર્ઘટના! મુસાફરોથી ભરેલી બસ ખીણમાં પડી, 2ના મોત, 25 ઘાયલ

મળતી માહિતી મુજબ એક પેસેન્જર બસ નંબર MP-49 P-0431 નરસિંહપુરથી નેશનલ હાઈવે પર ગદરવાડા તરફ જઈ રહી હતી. દરમિયાન નરસિંહપુરના ખૈરી નાકા પાસે બસની સામે એક બાઇક સવાર આવી ગયો હતો. બસે મુસાફરોને બચાવવા માટે વળાંક લીધો કે તરત જ તે કાબૂ બહાર ગઈ અને રોડની બાજુમાં ખીણમાં પડી.

Bus Accident: MPમાં મોટી દુર્ઘટના! મુસાફરોથી ભરેલી બસ ખીણમાં પડી, 2ના મોત, 25 ઘાયલ
Bus Accident in MP
Follow Us:
| Updated on: Sep 03, 2023 | 7:35 AM

Bus Accident: મધ્યપ્રદેશના (Madhya Pradesh) નરસિંહપુરમાં એક ભયાનક અકસ્માતમાં બે લોકોના મોત થયા છે, જ્યારે લગભગ બે ડઝન લોકો ઘાયલ થયા છે. જિલ્લાની આરટીઓ કચેરી પાસે નેશનલ હાઈવે પર મુસાફરોથી ભરેલી બસ પલટી ખાઈ ગઈ હતી. બસ પલટી જતા જ તે ખીણમાં પડી હતી. બસમાં ઘણા મુસાફરો બેઠા હતા. અકસ્માતના સમાચાર મળતા જ પોલીસ અને બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ એક પેસેન્જર બસ નંબર MP-49 P-0431 નરસિંહપુરથી નેશનલ હાઈવે પર ગદરવાડા તરફ જઈ રહી હતી. દરમિયાન નરસિંહપુરના ખૈરી નાકા પાસે બસની સામે એક બાઇક સવાર આવી ગયો હતો. બસે મુસાફરોને બચાવવા માટે વળાંક લીધો કે તરત જ તે કાબૂ બહાર ગઈ અને રોડની બાજુમાં ખીણમાં પડી. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં લગભગ 26 લોકો બેઠા હતા.

આ પણ વાંચો: Chandrayaan 3 Update: પ્રજ્ઞાન રોવરને સ્લીપ મોડ પર મોકલવામાં આવ્યું, લેન્ડિંગના 11 દિવસ બાદ તમામ કામ કર્યું પૂર્ણ

Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?
નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video
IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?
Beauty with Brain : IPL ઓક્શનમાં કરોડો ખર્ચનાર કાવ્યા મારને 24 કલાકમાં કરી 971 કરોડની કમાણી
વિશ્વના સૌથી ચમત્કારિક મંત્ર વિશે જાણી ચોંકી જશો, દેવરહા બાબાએ જણાવ્યો, જુઓ Video
IPL ઓક્શનમાં બિઝનેસ વુમન નીતા અંબાણીએ ખેંચ્યું લોકોનું ધ્યાન, જુઓ Video

બે લોકોના મોત, ઘણા ઘાયલ

બસ ખાઈમાં પડી ગયા બાદ સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી મુસાફરોને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. બસ પલટી જવાની ઘટનામાં બે લોકોના મોત થયા હતા. આ ઘટનામાં લગભગ બે ડઝન લોકો ઘાયલ થયા છે, જેમાંથી એક ડઝન ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે ઘાયલોને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યા. જ્યાં ડોક્ટરોની ટીમે બે લોકોના મોતની પુષ્ટિ કરી છે. ઘાયલોને ત્યાં સારવાર આપવામાં આવી રહી છે.

કાચ તોડી લોકોને બચાવ્યા

બસ ખાઈમાં પડી જતાં સ્થળ પર હોબાળો મચી ગયો હતો, તમામ લોકો પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. કેટલાક લોકો બેભાન થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ બસના કાચ તોડી અંદર ફસાયેલા લોકોને બચાવ્યા હતા. આ પછી હાઈડ્રાની મદદથી બસને સીધી કરવામાં આવી. આ અકસ્માતમાં 25 વર્ષીય પુષ્પેન્દ્ર અને 8 વર્ષીય દેવાંશનું મોત થયું છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">