AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન સાથે ભારતે ઇતિહાસ રચ્યો, 350 ટનની ‘મહાકટર’ ટનલ ખોદવા માટે આવી,જુઓ વીડિયો

મુંબઈ -અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં એક મોટો અને ઐતિહાસિક માઈલસ્ટોન મેળવ્યો છે. મુંબઈના વિક્રોલી શાફટમાં 350 ટનની વિશાળ કટરહેડને સફળતાપૂર્વક ઉતારવામાં આવી છે.દેશે સૌથી પડકારજનક અને હાઈટેક ઈન્ફ્રાસ્ટચર પોજેક્ટમાં એક મોટી સફળતા માનવામાં આવી રહી છે.

Breaking News : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન સાથે ભારતે ઇતિહાસ રચ્યો, 350 ટનની 'મહાકટર' ટનલ ખોદવા માટે આવી,જુઓ વીડિયો
| Updated on: May 18, 2026 | 10:54 AM
Share

મુંબઈ જેવા ગીચ વસ્તીવાળા વિસ્તાર નીચે આટલી મોટી ટનલ બનાવવી એ પણ ઓછું પડકારજનક નથી. આ પ્રોજેક્ટમાં વપરાતા દરેક TBM મશીનનું વજન 3,000 ટનથી વધુ છે, જે તેને દેશના સૌથી મોટા ટનલ મશીનોમાંનું એક બનાવે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વિશાળ TBM મશીન વિક્રોલીથી ટનલ બનાવશે, ગીચ શહેરી વિસ્તારો, અનેક મહત્વપૂર્ણ માળખાઓ અને મીઠી નદીની નીચેથી પસાર થશે, જે બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) ખાતે નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશન સુધી પહોંચશે.

મુંબઈથી અમદાવાદની મુસાફરી માત્ર બે કલાકમાં

ખડકોને પાણીની જેમ કાપવા માટે, આ મેગાકટરમાં 84 કટર ડિસ્ક છે જે સૌથી સખત ખડકોને પણ સરળતાથી કાપી શકે છે. 124 સ્ક્રેપર્સ જે ખોદકામ દરમિયાન ઉત્પન્ન થયેલા કાટમાળને સાફ કરશે, અને 16 બકેટ લિપ્સ જે કાટમાળને મશીનની અંદરના કાટમાળ ચેમ્બરમાં મોકલશે.આટલા મોટા કટરહેડને એકસાથે લાવવું અશક્ય હતું, તેથી તેને પાંચ અલગ-અલગ ભાગોમાં બાંધકામ સ્થળ પર લઈ જવામાં આવ્યું. ત્યારબાદ તેમને હાઇ-ટેક વેલ્ડીંગ ટેકનીકનો ઉપયોગ કરીને એસેમ્બલ કરવામાં આવ્યા.

મુંબઈ અને અમદાવાદ વચ્ચે ઓગસ્ટ 2027 માં બુલેટ ટ્રેન દોડવાનું શરૂ થશે. મુંબઈથી અમદાવાદની મુસાફરી માત્ર બે કલાકમાં શક્ય બનશે.આ ટ્રેન બંને શહેરો વચ્ચે વેપારને પણ સરળ બનાવશે.

કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું

X પર એક વીડિયો પોસ્ટ કરતા, અશ્વિની વૈષ્ણવે કહ્યું કે રેલ્વેનું સૌથી મોટું TBM કટર હેડ મુંબઈના વિક્રોલીમાં નીચે ઉતારવામાં આવ્યું હતું. રેલ્વે મંત્રીએ તેને ભારતના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 350 ટન વજન અને 13.6 મીટર વ્યાસ ધરાવતી એન્જિનિયરિંગ સિદ્ધિ ગણાવી.

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરને ભારતના સૌથી મહત્વાકાંક્ષી માળખાગત પ્રોજેક્ટ્સમાંનો એક ગણવામાં આવે છે. પૂર્ણ થયા પછી, આ પ્રોજેક્ટ મુંબઈ અને અમદાવાદ વચ્ચેના મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો કરશે, જે દેશ માટે વિશ્વ કક્ષાનું હાઇ-સ્પીડ રેલ નેટવર્ક સ્થાપિત કરશે. નિષ્ણાતો માને છે કે આ પ્રોજેક્ટ ભારતમાં આધુનિક એન્જિનિયરિંગ, ટેકનોલોજી અને પરિવહનના નવા યુગની શરૂઆત કરી શકે છે.

ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા
તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video
તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video
અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય
અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે
જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video
જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
g clip-path="url(#clip0_868_265)">