Aryan Khan Drug Case: NCBનો નવો આરોપ, આર્યન અને તેના મિત્રોએ ડાર્કનેટ દ્વારા ડ્રગ્સ માટે કર્યું હતું પેમેન્ટ

|

Oct 24, 2021 | 5:12 PM

NCBએ ક્રૂઝ રેડ બાદ તરત જ ડાર્કનેટ અને બિટકોઈનનો ઉલ્લેખ કર્યો હતો. હવે એજન્સીએ દાવો કર્યો છે કે ડાર્કનેટનો ઉપયોગ ડ્રગ્સ ખરીદવા માટે કરવામાં આવેલી ચૂકવણી માટે કરવામાં આવ્યો છે.

Aryan Khan Drug Case: NCBનો નવો આરોપ, આર્યન અને તેના મિત્રોએ ડાર્કનેટ દ્વારા ડ્રગ્સ માટે કર્યું હતું પેમેન્ટ
NCB નો દાવો - ડાર્કનેટ દ્વારા કરવામાં આવ્યું ડ્રગ્સનું પેમેન્ટ.

Follow us on

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ ડ્રગના કેસમાં આરોપી આર્યન ખાન (Aryan Khan Drug Case) અને તેના મિત્રો વિશે નવો દાવો કર્યો છે. એજન્સીના જણાવ્યા અનુસાર તપાસમાં એવું બહાર આવ્યું છે કે આ લોકો ડ્રગ્સ સંબંધિત ટ્રાન્ઝેક્શન માટે ડાર્કનેટનો ઉપયોગ કરતા હતા.

 

આર્યન ખાને પોતે આ પેમેન્ટ કર્યું હતું અથવા આરોપીઓમાંથી કોણે કર્યું હતું, એજન્સીએ આ અંગે હાલ સ્પષ્ટપણે કંઈ જણાવ્યું નથી. આ કેસમાં આરોપી આર્યન ખાન, મર્ચન્ટ અને ધમેચાએ જામીન માટે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે અને તેમની અરજી પર 26 ઓક્ટોબરે સુનાવણી થશે.

Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો
Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો

 

એક સમાચાર એજન્સીએ એનસીબીના એક અધિકારીનો હવાલો આપતા જણાવ્યું હતું કે એજન્સીએ આરોપીઓ પાસેથી હાઈડ્રોપોનિક વીડ જપ્ત કર્યું છે, જેની સંખ્યા હવે 20 છે. તે ડાર્કનેટ દ્વારા ખરીદવામાં આવ્યું હતું. NCBને દરોડા દરમિયાન કેટલાક આરોપીઓ પાસેથી કથિત રીતે MDMA મળી આવ્યું હતું. અધિકારીએ કહ્યું કે આ ડ્રગ્સ મોટાભાગે યુરોપ અને અમેરિકાથી આયાત કરવામાં આવે છે. એજન્સી હવે તપાસ કરી રહી છે કે આરોપીને આ ક્યાંથી મળ્યું. આ ડ્રગ્સ મંગાવવા માટે ડાર્કનેટ દ્વારા ચૂકવણી કરવામાં આવતી હતી.

 

ડાર્ક નેટ શું છે?

ડાર્ક નેટ ગુપ્ત ઈન્ટરનેટ પોર્ટલ છે જે ચોક્કસ સોફ્ટવેર, કોન્ફિગરેશન વગેરે સાથે જ એક્સેસ કરી શકાય છે. આ પહેલીવાર નથી જ્યારે NCBએ ક્રૂઝ પર દરોડા પછી તરત જ ડાર્કનેટ અને બિટકોઈનનો ઉલ્લેખ કર્યો છે. જો કે હવે એજન્સીએ દાવો કર્યો છે કે કેવી રીતે ડાર્કનેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ઘણા આતંકવાદી હુમલાઓમાં હુમલાખોરો ડાર્કનેટ દ્વારા હથિયારો ખરીદતા હોવાના કિસ્સાઓ બન્યા છે. ડાર્કનેટ પર ગેરકાયદેસર સામગ્રી સરળતાથી મળી રહી હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે.

 

26 ઓક્ટોબરે આર્યનના જામીન પર હાઈકોર્ટમાં સુનાવણી

આ કેસમાં આરોપી આર્યન ખાન, મર્ચન્ટ અને ધમેચાએ જામીન માટે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે અને તેમની અરજી પર 26 ઓક્ટોબરે સુનાવણી થશે. આર્યન ખાન હાલમાં મધ્ય મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે. અગાઉ એનડીપીએસ કોર્ટે તેના મિત્ર અરબાઝ મર્ચન્ટ અને ફેશન મોડલ મુનમુન ધમેચાની જામીન અરજી ફગાવી દીધી હતી.

 

ત્રણેયને જામીન આપવાનો ઈનકાર કરતી વખતે વિશેષ અદાલતે કહ્યું હતું કે આર્યન ખાનની વોટ્સએપ ચેટ પ્રથમ દ્રષ્ટિએ એ જણાવે છે કે તે નિયમિત ધોરણે ગેરકાયદેસર ડ્રગ પ્રવૃત્તિઓમાં સામેલ હતો અને તે ડ્રગ પેડલર્સના સંપર્કમાં હતો. કોર્ટે એ પણ  માન્યું છે કે આર્યન ખાન જાણતો હતો કે તેનો મિત્ર અને સહ-આરોપી અરબાઝ મર્ચન્ટ પાસે ડ્રગ્સ રહેલું છે.

 

આ પણ વાંચો :  Aryan Khan Drug Case: ફરાર ગોસાવીના સાથીનો ખુલાસો ! ખાલી પંચનામા પર ડરાવી-ધમકાવી સાઈન કરાવી, 18 કરોડની ડીલમાં સમીર વાનખેડેને 8 કરોડ મળવાનો આક્ષેપ

Next Article