મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીના નામથી ઓળખાતી ધારાવીનો પુનર્વિકાસ પ્રોજેક્ટ ગૌતમ અદાણી ગ્રુપ પાસે ગયો છે. અદાણી ગ્રુપે તેને હાસિલ કરવા માટે 5069 કરોડની બોલી લગાવી હતી. મંગળવારે આ સંબંધમાં ટેન્ડરની પ્રક્રિયા પૂરી કરવામાં આવી હતી અને અદાણી ગ્રુપે બાજી મારી લીધી. ડીએલએફ ગ્રુપે 2 હજાર 25 કરોડની બોલી લગાવી હતી. નમન ગ્રુપ ટેન્ડર પ્રક્રિયામાં ગેરકાયદે હોવાનું જાણવા મળ્યું. સૌથી મોટી બોલી લગાવવાના કારણે છેલ્લે આ પ્રોજેક્ટ અદાણી ગ્રુપના હાથમાં આવી ગયો.
ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ માટે ચોથી વખત ઈન્ટરલેવલ લેવલ પર ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ માટે દુનિયાની આઠ મોટી કંપનીઓએ ઉત્સાહ બતાવ્યો હતો. પરંતુ અંત સુધીમાં માત્ર ત્રણ કંપનીઓએ જ તેમની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેમાં અદાણી, ડીએલએફ અને નમન ગ્રુપનો સમાવેશ થાય છે. પરંતુ પ્રક્રિયાઓના નિરીક્ષણ દરમિયાન નમન ગ્રુપની અરજી અયોગ્ય હોવાનું જાણવા મળ્યું હતું અને તેને નામંજૂર કરવામાં આવી હતી.
પ્રોજેક્ટ માટે ઓછામાં ઓછા 1,600 કરોડ રૂપિયાની બોલી લગાવવી જરૂરી હતી. અદાણી ગ્રુપે આ પ્રોજેક્ટ સૌથી વધુ એટલે કે 5069 કરોડની બોલી લગાવીને આ પ્રોજેક્ટને પોતાને નામે કરી લીધો. ડીએલએફ ગ્રૂપે આના કરતાં ઘણી ઓછી બોલી લગાવી હતી. ડીએલએફ ગ્રુપે 2 હજાર 25 કરોડની બોલી લગાવી હતી. નમન ગ્રૂપની બોલી તકનીકી કારણોસર ગેરલાયક ઠેરવવામાં આવી હતી. જેના લીધે આ પ્રોજેક્ટ અદાણી ગ્રુપ પાસે ગયો હતો. હવે ટૂંક સમયમાં રાજ્ય સરકારની શરતોના આધાર પર ટેન્ડરને અંતિમ રૂપ આપતાં આ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું કામ શરૂ થશે.
ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ લગભગ 20 હજાર કરોડનો થવા જઈ રહ્યો છે. આગામી 17 વર્ષમાં આ પ્રોજેક્ટ પૂરો થવાનો છે. આગામી સાત વર્ષમાં પુનર્વસનનું કામ પૂરૂં કરવામાં આવશે. ધારાવીમાં એક સમયે વિશાળ ચામડાનો ઉદ્યોગ હતો. જેમ જેમ મુંબઈ વસ્તી વધતી ગઈ છે, તેમ તેમ આ ઝૂંપડપટ્ટીનું પણ વિસ્તરણ થયું અને નાના પાયાના ઉદ્યોગો પણ એ જ પ્રમાણમાં વધતા ગયા. આ વિસ્તાર મુંબઈના મધ્યમાં આવેલો છે. તેની એક તરફ બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ છે અને બીજી તરફ દાદર છે. અહીં લગભગ 10 લાખ લોકો રહે છે. આવી પરિસ્થિતિમાં પુનર્વિકાસ પહેલા પુનર્વસનનું કામ વિશાળ છે.