આજકાલ પુણે, મહારાષ્ટ્રના લોકો મચ્છરોના ટોળાથી ડરી રહ્યા છે. આ ટોળાં પુણેની મુથા નદીમાં અને તેની આસપાસ ફરે છે. લોકોમાં ભય એટલો છે કે આલીશાન બહુમાળી ઈમારતોમાં રહેતા લોકો તેમના ઘરોમાં જ પુરાઈને રહી ગયા છે.
તેઓ પોતાની બાલ્કનીના દરવાજા અને બારીઓ પણ ખોલી શકતા નથી. તેઓએ બાળકોને બગીચા અને પાર્કમાં મોકલવા અને પોતે પણ જતા ડરે છે. ઈન્ટરનેટ મીડિયા પર વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં શહેરના મુંડવા, કેશવનગર અને ખરાડી વિસ્તારમાં આકાશમાં મચ્છરોના ટોળા ઉડતા જોવા મળે છે.
આ વીડિયોમાં નદીના કિનારે મચ્છરોનું આખું ટોળું એકઠું થઈને ઊંચે ઊડતું જોવા મળે છે. જો કે તે કેટલાક વિસ્તારોમાં સામાન્ય હોઈ શકે છે, તે શહેરી વિસ્તારોમાં ભાગ્યે જ જોવા મળે છે. વીડિયો વાયરલ થતાની સાથે જ આ વિસ્તારની સફાઈ કરવામાં આવી હતી. આવી જ ઘટનાઓ રશિયા અને નિકારાગુઆમાં પણ જોવા મળી હતી. ગયા વર્ષે જૂન મહિનામાં લોકોએ નિકારાગુઆના પ્રખ્યાત તળાવ Cocibolcaમાં આવું જ ચક્રવાત જોયું હતું.
જો કે હાલ ખરાડીમાં મૂલા-મુથા નદીમાં પાણીનું લેવલ વધી ગયું છે. પુણે મ્યુનિસિપલ કોર્પોરેશને બે દિવસ પહેલા વધારાનું પાણી હટાવવાની કામગીરી શરૂ કરી દીધી હોવા છતાં હજુ પણ સ્થિતિ નિયંત્રણમાં નથી. નદી કિનારાની સ્થિતિ ખાસ કરીને ગંભીર છે. મચ્છરોના ટોળાં ત્યાં સતત અવર-જવર કરતા હોય છે. ઉંચી બિલ્ડિંગ, આઇટી પાર્ક સંકુલ, શાળાઓ, રમત-ગમત સ્ટેડિયમ, વૃદ્ધાશ્રમો, સ્મશાનગૃહો અને સ્થાનિક ગામડાંઓ સહિતની વિવિધ સંસ્થાઓ આ મચ્છરોથી પ્રભાવિત થઈ રહી છે.
#Pune, #Maharashtra: Swarms of mosquitoes form tornadoes in the skies of Keshavnagar and Kharadi Gavthan areas. The menace is caused by the elevated water levels of the Mula Mutha River. #PuneMosquitoes #TV9News pic.twitter.com/B8H7B9IujO
— Tv9 Gujarati (@tv9gujarati) February 12, 2024
લોકોનું કહેવું છે કે, મચ્છરોના ઉપદ્રવને કારણે તેઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા લોકોએ ઈન્ટરનેટ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે અધિકારીઓને આ અંગે પગલાં લેવા અને અસરગ્રસ્ત વિસ્તારને સાફ કરવા વિનંતી કરી. ઘણા લોકોએ કહ્યું કે, મચ્છરોનું પ્રજનન સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે. મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા વગેરે જેવી અનેક પ્રકારની બીમારીઓ ફેલાઈ શકે છે. તેથી આના પર ચોક્કસપણે નિયંત્રણ લાવવું જોઈએ.
ખરાડીના રહેવાસીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, “અમારું ઘર એપાર્ટમેન્ટ 27માં માળે છે. મચ્છરોના કારણે અમે મહિનાઓ સુધી બાલ્કનીનો દરવાજો પણ ખોલ્યો ન હતો. નદીના પટમાં ચાલી રહેલા કામના કારણે પાણી સ્થિર છે. આ પરિણામે પાણીનું લેવલ વધવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. અન્ય એક યુઝરે જેકવેલ બ્રિજ નજીક લીલીછમ નદી વિસ્તાર તરફ ધ્યાન દોર્યું અને લખ્યું કે, નદીમાં વધતું પાણી મચ્છરોના ઉપદ્રવમાં ફાળો આપી રહ્યું છે. પીએમસીએ શક્ય તેટલી વહેલી તકે તેને દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ.