Maharashtra: ઈમારતના 11મા માળેથી પડી જતાં 5 વર્ષના બાળકનું મોત, બારી સામે રમી રહ્યું હતું માસૂમ બાળક

રાજધાની મુંબઈમાં (Mumbai) એક રહેણાંક મકાનના અગિયારમાં માળેથી પાંચ વર્ષનો છોકરો પડી ગયો હતો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં પહોંચે તે પહેલા જ બાળકનું મોત થઈ ગયું.

Maharashtra: ઈમારતના 11મા માળેથી પડી જતાં 5 વર્ષના બાળકનું મોત, બારી સામે રમી રહ્યું હતું માસૂમ બાળક
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2022 | 2:02 PM

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં રહેણાંક ઈમારતના (Building Accident) અગિયારમા માળેથી પડી જવાથી પાંચ વર્ષના બાળકનું મોત થયું હતું. આ ઘટના રવિવારે સવારે ભાયખલા વિસ્તારમાં બની હતી. તપાસમાં જાણવા મળ્યું કે બાળક બારી તરફ ઝૂકીને છત્રી સાથે રમી રહ્યો હતો. આ દરમિયાન અચાનક બારી ખુલી અને બાળક નીચે પડી ગયો. બાળકને નાયર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત (Child Dead) જાહેર કર્યો હતો.

મામલો ભાયખલામાં રહેણાંક મકાનનો છે. જ્યાં બિલ્ડિંગના અગિયારમાં માળેથી પડી જતાં પાંચ વર્ષના બાળકનું મોત થયું હતું. પોલીસે જણાવ્યું કે આ ઘટના રવિવારે સવારે 10 વાગ્યાની આસપાસ જનતા હાઉસિંગ સોસાયટીમાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સાહિલ શેખ નામનો પાંચ વર્ષનો બાળક છત્રી વડે રમી રહ્યો હતો અને બારી તરફ ઝૂકી રહ્યો હતો, તે દરમિયાન અચાનક બારીનું લોક ખૂલી ગયું અને બાળક પોતાનું સંતુલન ગુમાવી બેઠો. બાળક પડી જતાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

બારી પર કોઈ ગ્રીલ ન હતી

હોસ્પિટલ પહોંચે તે પહેલા જ બાળકનું મોત થયું હતું. આ કેસમાં વરિષ્ઠ પોલીસ ઈન્સ્પેક્ટર યોગેન્દ્ર પાચેએ જણાવ્યું હતું કે “બારી પર કોઈ ગ્રીલ નથી અને બાળક તેની બાજુના પલંગ પર રમી રહ્યો હતો, ત્યારે તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું હતું.” પોલીસે જણાવ્યું કે ઘટના બાદ તરત જ બાળકને નાયર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

આ તરફ પૂણેમાં એક બહુમાળી બિલ્ડીંગમાં ચાલી રહેલા કામ દરમિયાન ડક્ટની જાળીમાં પડેલા હેલ્મેટને કાઢવા જતા એક મજૂર પાંચમાં માળેથી નીચે પડી ગયો હતો. આ ઘટનામાં તેમનું દર્દનાક મોત થયું હતું. આ ઘટના મુંઢવાના કેશવ નગરમાં બની છે. મૃતકનું નામ હર્ષિત બિસ્વાસ (27) છે.

વધુ એક બનાવમાં બિલ્ડર અને બિલ્ડિંગના કોન્ટ્રાક્ટર સામે કેસ નોંધાયો

આ મામલે મુંઢવા પોલીસ સ્ટેશનમાં બિલ્ડર અને કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે રવિવારે જણાવ્યું હતું કે, એક મજૂરનું શનિવારે રાત્રે નિર્માણાધીન બિલ્ડિંગના સાતમા માળેથી પડી જવાથી મૃત્યુ થયું હતું. જેમાં તે તેના સહકાર્યકરો સાથે રહેતો હતો.

અધિકારીઓના જણાવ્યા અનુસાર મજૂરની ઓળખ રામ બાબુ ચૌહાણ તરીકે થઈ છે, જે દારૂના નશામાં હતો. નિર્માણાધીન બિલ્ડીંગ દત્તવાડી વિસ્તારમાં આવેલી છે. દત્તાવાડી પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક અભય મહાજને જણાવ્યું હતું કે મજૂર શનિવારે રાત્રે પડી ગયો હતો અને રવિવારે સવારે ફાયર અધિકારીઓને મૃત મળી આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">