Travel Tips : જો તમે પણ રાત્રે પરિવાર સાથે લાંબી મુસાફરી કરી રહ્યા છો, તો આ વાતનું જરુર ધ્યાન રાખજો

|

Sep 13, 2024 | 5:44 PM

જ્યારે પણ તમે રાત્રે લાંબા અંતરની મુસાફરી કરતા હોય, ત્યારે આ મહત્વપૂર્ણ બાબતોને અવગણશો નહીં. કારણ કે, જો અમુક વાતનું ધ્યાન રાખવામાં ન આવે તો રાત્રિ દરમિયાનની મુસાફરી સમસ્યા ઉભી કરી શકે છો. તો ચાલો જાણીએ કઈ કઈ વાતનું ધ્યાન રાખવાનું રહેશે.

Travel Tips : જો તમે પણ રાત્રે પરિવાર સાથે લાંબી મુસાફરી કરી રહ્યા છો, તો આ વાતનું જરુર ધ્યાન રાખજો

Follow us on

વીકએન્ડ હોય કે, કોઈ ફરવા જવાનો પ્લાન બનાવ્યો હોય ત્યારે લોકો ફરવા જતા હોય છે. મોટાભાગે લોકો રાત્રિનો સમય પસંદ કરે છે. આ સમયે તેનો દિવસ બચી જાય છે અને સવારે તેના ફરવાના સ્થળે પહોંચી જાય છે. તેમજ મોટાભાગે શનિવાર અને રવિવારની રજા ઓફિસમાં હોય છે. ત્યારે લોકો શુક્રવારની રાત્રિ ફરવા માટે નીકળી જાય છે. એટલે તેને શનિવાર અને રવિવાર 2 દિવસ ફરવાનો સમય મળે.

રાત્રિ દરમિયાન મુસાફરી માટે આ વાતનું ધ્યાન રાખો

તો આજે તમને જણાવીશું કે, તમે રાત્રિ દરમિયાન મુસાફરીનો પ્લાન બનાવી રહ્યા છો. તો કઈ વાતનું ધ્યાન રાખશો.સૌથી પહેલા રાત્રિ દરમિયાન ફરવા જઈ રહ્યા છો તો કારને વ્યવસ્થિત ચેક કરી લો. જેમાં લાઈટથી લઈ ફોગ લેમ્પ,એન્જિન ઓઈલની માત્રા પણ ચેક કરી લેવી જોઈએ. તેમજ ગાડીના ટાયરની હવા પણ ચેક કરાવી લેવી જરુરી છે એટલે કે, રાત્રિના સમયે તમને કોઈ પરેશાનીનો સામનો કરવો પડે નહિ.

ઓવર સ્પીડનું ધ્યાન રાખવું જરુરી

સૌથી મહત્વની વાત એ છે કે, રાત્રિના સમયે ગાડી ચલાવતી વખતે ઓવર સ્પીડનું ધ્યાન રાખવું જરુરી છે. કારણ કે, એક તો તમે ટુર પર જઈ રહ્યા છો ત્યારે અજાણ્યા રસ્તાઓ વિશે જાણ હોતી નથી. કેટલીક વખત રસ્તાઓમાં ખાડા હોય છે. આવા સમયે જો તમારી ગાડીની સ્પીડ વધારે છે તો અકસ્માત સર્જાય શકે છે.

બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?

રાત્રિના સમયે હાઈવે પર ગાડી ચલાવતી વખતે સુમસામ કે પછી અવાવરુ જગ્યા પર ગાડી રોકવી નહિ, જો જરુર પડે તો કોઈ પેટ્રોલ પમ્પ કે પછી ઢાબા , રેસ્ટોરન્ટમાં ગાડી રોકવાનું રાખો. એક વાત જરુર યાદ રાખો કે, ગાડી ઉભી રાખતી વખતે પાર્કિંગ ઈન્ડિકેટરનો ઉપયોગ જરુર કરજો.

આજકાલ નવી કારોમાં મોબાઈલ ચાર્જિગની સુવિધાઓ આપવામાં આવતી હોય છે. પરંતુ રાત્રિના સમયે પાવર બેંક સાથે રાખો. કારણ કે, ફોનની બેટરી પૂર્ણ થાય તો જરુર પડે તો તમે પાવર બેંકનો ઉપયોગ કરી શકો છો. જો આ તમામ વાતનું ધ્યાન રાખશો તો તમારી મુસાફરી એકદમ સરળ રહેશે. જ્યારે પરિવાર સાથે રાત્રિ મુસાફરી કરી રહ્યા છો ત્યારે આ વાતનું ખુબ જ ધ્યાન રાખજો.

Next Article