ચોમાસામાં (Monsoon) વરસાદને કારણે ગરમીઓમાંથી રાહત મળે છે અને આપણી આસપાસની પ્રકૃતિ પણ ખીલી ઉઠે છે પણ આ ચોમાસાની ઋતુમાં શરદી અને ખાસી સહિત અનેક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ લોકોને થતી હોય છે. વાળને લગતી સમસ્યા પણ ચોમાસામાં ખુબ જોવા મળે છે. ચોમાસામાં વાળ ખરવા, વાળમાં ઈન્ફેક્શન, ડેન્ડ્રફ અને વાળમાં ખજવાળ જેવી સમસ્યાઓ સામાન્ય થઈ ગઈ છે. તેવામાં વાળની કાળજી રાખવી ખુબ જરુરી છે. સમય પહેલા યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો આ સમસ્યા વધી પણ શકે છે. તેથી વાળને લગતી સમસ્યાઓથી બચવા તમારે કેટલીક ટિપ્સ (Hair care Tips) જાણવી જોઈએ અને તેને ફોલો કરવુ જોઈએ. તેનાથી વાળની સમસ્યાઓમાંથી રાહત મળે છે.
વરસાદમાં જો તમે કાંસકાથી વાળ ઓળશો તો તમારા વાળ વધારે નબળા થશે અને ખરવા લાગશે. તમે વાળને હળવા હાથોથી ઓળી શકો છો. વાળ ધોયા પછી તરત કાંસકીથી વાળના ઓળશો નહીં. તેનાથી ફંગલ ઈન્ફેક્શન વધી શકે છે.
વરસાદમાં ખાસ કરીને મહિલાઓએ વાળ ભીના ના છોડવા જોઈએ. વાળને સૂકવીને પછી જ તેને બાંધવા જોઈએ. નહીં તો વાળને લગતી સમસ્યાઓ વધી શકે છે.
વાળ સૂકવવા માટે માઈક્રોફાઈબર ટુવાલનો ઉપયોગ કરો. તેની મદદથી તમે વાળને સરળ, સારી રીતે અને ઝડપથી સૂકવી શકશો.
ચોમાસામાં વાળને નિયમિત રીતે ઓઈલ મસાજ આપો. તમે નારિયેળના તેલથી આ મસાજ કરી શકો છો. તેની મદદથી માથામાં લોહીનું પરિભ્રમણ વધશે અને વાળ ખરવા જેવી સમસ્યાઓ અટકશે.
ચોમાસામાં વાળને સ્વસ્થ અને સમસ્યાઓથી મુકત રાખવા માટે તમારે હેલ્ધી ડાયટ લેવી જોઈએ. હેલ્ધી ડાયટની મદદથી વાળને મૂળ સુધી પોષણ મળે છે. તમે પોષક તત્વોથી ભરપૂર શાકભાજી અને ફળનો આ હેલ્ધી ડાયટમાં સમાવેશ કરી શકો છો. જો તે શાકભાજી અને ફળમાં વિટામિન, પ્રોટીન, કેલ્શિયમ, ફેટ અને મિનરલ્સ હશે તો તે તમારા માટે ફાયદાકારક સાબિત થશે અને તમારા વાળની સમસ્યો પણ ધીરે ધીરે દૂર થશે.
નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી