Real And Chemical Mangoes : લગભગ તમામ આરોગ્ય નિષ્ણાતો ઉનાળાની ઋતુમાં બને તેટલાં ફળો ખાવાની ભલામણ કરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે શું બજારમાંથી લાવવામાં આવેલા ફળો ખરેખર તમારા સ્વાસ્થ્યને ફાયદો પહોંચાડે છે કે પછી તેમાં ભળેલા રસાયણોની વિપરીત અસર થઈ રહી છે?
આ દિવસોમાં બજારોમાં કેરીનું ખૂબ આગમન છે અને કેસર, રાજાપુરી, હાફુસ, લંગડા, ચૌસા, તોતાપરીથી લઈને બદામ સુધીની કેરીની ઘણી જાતો ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં લોકો પણ કેરીની મજા માણી રહ્યા છે, પરંતુ શું તમે જાણો છો કે આ દિવસોમાં કેમિકલથી પાકેલી કેરી બજારમાં સપ્લાય કરવામાં આવી રહી છે. જે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
બજારમાં કેરીની માગ વધી રહી હોવાથી ભેળસેળનો યુગ પણ શરૂ થયો છે. આવી સ્થિતિમાં કાચી કેરીને ઈન્જેક્શન લગાવીને ઝડપથી પકાવવામાં આવી રહી છે. કહેવાય છે કે તેમાં કેલ્શિયમ કાર્બાઈડ નાખવામાં આવે છે, જેનાથી ત્વચામાં બળતરા, શ્વાસ સંબંધી સમસ્યાઓ અને પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
અસલી કેરીને ઓળખવા માટે કેરીને પાણીમાં હળવેથી મુકો. કુદરતી રીતે પાકેલી કેરી પાણીમાં ડૂબી જાય છે, જ્યારે રાસાયણિક એટલે કે કાર્બનથી પાકેલી કેરી પાણી પર તરતી દેખાય છે. જો તમે પણ કેરી લઈ આવ્યા હોય તો આ રીતે ઘરે પ્રયોગ કરીને કેરીને ઓળખી શકાય છે.
જુઓ વીડિયો…