AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : Health Tips : શું સ્નાન પછી તરત જ એસીમાં બેસવું સ્વાસ્થ્ય માટે સુરક્ષિત છે ? જાણો નિષ્ણાતોની સલાહ

મોટાભાગના લોકો ઉનાળામાં ઠંડા પાણીથી સ્નાન કરવાનું પસંદ કરે છે. સ્નાન પછી એસી રૂમમાં બેસવાનું પસંદ કરે છે. જોકે ક્યારેક આ તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.

Health Tips : Health Tips : શું સ્નાન પછી તરત જ એસીમાં બેસવું સ્વાસ્થ્ય માટે સુરક્ષિત છે ? જાણો નિષ્ણાતોની સલાહ
Sitting in AC Room After BathImage Credit source: Whisk
| Updated on: Jun 12, 2026 | 11:02 AM
Share

ઉનાળા દરમિયાન ભાગ્યે જ કોઈ સ્નાન કર્યા વિના રહી શકે છે. દરમિયાન કેટલાક લોકોને એટલી ગરમી લાગે છે કે તેમને સ્નાન કર્યા પછી તરત જ એસી ચાલુ કરવાની જરૂર પડે છે. લોકો સ્નાન કરતા પહેલા તેમના રૂમમાં એસી ચાલુ કરીને જાય છે જેથી રુમ સંપૂર્ણપણે ઠંડુ થઈ જાય. સ્નાન કરતી વખતે શરીરના તાપમાનમાં ઘણીવાર વધઘટ થાય છે અને એસી રૂમમાં બેસવાથી આ પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.

સ્નાન કરતી વખતે શરીરનું તાપમાન બદલાય છે

નિષ્ણાતોના મતે, ઉનાળામાં શરીરનું તાપમાન ઘણીવાર ગરમ હોય છે અને ઠંડા પાણીમાં સ્નાન કરવાથી તે અચાનક ઘટી શકે છે. આનો અર્થ એ થાય કે શરીર તરત જ ઠંડુ થઈ જાય છે. તેથી ખૂબ ઠંડા અથવા ગરમ પાણીથી સ્નાન કરવું નહીં.

સ્નાન કર્યા પછી એસીમાં બેસતી વખતે શું થાય છે

સ્નાન કર્યા પછી તરત જ એસીવાળા રૂમમાં જવાથી શરીરના તાપમાન પર સીધી અસર પડી શકે છે. તેનાથી કેટલીક આરોગ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે. આંખોમાં ખંજવાળ અથવા દુખાવો થઈ શકે છે. એક્ઝિમા અને રોઝેશિયા ધરાવતા લોકોને વધુ અસર થઈ શકે છે.

શ્વાસ લેવામાં તકલીફ

જો તમને શરદી અને ઉધરસની એલર્જી હોય તો સ્નાન કર્યા પછી તરત જ એસીમાં બેસવાનું ટાળવું જોઈએ. આનાથી તમારી શરદી કે ઉધરસ વધી શકે છે. તેમજ શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ શકે છે.

ડિહાઇડ્રેશનની સમસ્યા

જ્યારે રૂમમાં એસી ચાલુ હોય છે ત્યારે હવા ડ્રાય થઈ જાય છે. સ્નાન કરતી વખતે તમારું શરીર પહેલેથી જ ડિહાઇડ્રેટેડ હોય છે તેથી એસી રૂમમાં તરત જ પ્રવેશ કરવાથી ડિહાઇડ્રેશનમાં વધારો થઈ શકે.

માથાનો દુખાવો

જો તમે સ્નાન કર્યા પછી તરત જ એસી રૂમમાં પ્રવેશ કરો છો અથવા બેસો છો તો તેનાથી માથાનો દુખાવો થઈ શકે છે. ઘણા લોકોને અચાનક ચક્કર પણ આવી શકે છે.

શું કરવું જોઈએ

સ્નાન કર્યા પછી તરત જ એસી રૂમમાં બેસવું નહીં. એસી રૂમમાં બેસતા પહેલા તમારા શરીરનું તાપમાન સામાન્ય રહેવું જોઈએ. સ્નાન કર્યા પછી તરત જ પાણી પણ પીવું નહીં.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

આ પણ વાંચો, Mental Health Tips: આ 5 સંકેતો દર્શાવે છે કે તમે માનસિક રીતે થાકી ગયા છો !

Follow Us
આજનું રાશિફળ: આજે ક્યાંથી મળશે પૈસા અને ક્યાં મળશે ખુશી?
આજનું રાશિફળ: આજે ક્યાંથી મળશે પૈસા અને ક્યાં મળશે ખુશી?
Trending Video: યુવકે બનાવી 6 પૈડાંવાળી અનોખી બાઇક
Trending Video: યુવકે બનાવી 6 પૈડાંવાળી અનોખી બાઇક
વડોદરા ખરીફ પાક સંકટ પર સંકટ, ખેડૂતોએ કેનાલમાંથી પાણી છોડવાની કરી માંગ
વડોદરા ખરીફ પાક સંકટ પર સંકટ, ખેડૂતોએ કેનાલમાંથી પાણી છોડવાની કરી માંગ
ભૂમાફિયાઓ અને ગેરકાયદે બાંધકામો સામે તંત્રની 'લાલ આંખ'
ભૂમાફિયાઓ અને ગેરકાયદે બાંધકામો સામે તંત્રની 'લાલ આંખ'
ગુજરાત વિધાનસભામાં ભાડા વિધેયક 2026 રજૂ - જુઓ Video
ગુજરાત વિધાનસભામાં ભાડા વિધેયક 2026 રજૂ - જુઓ Video
કીર્તિદાન ગઢવીના નોરતા નગરી ગરબામાં ₹10 કરોડની ઉચાપત, 4 સામે ફરિયાદ
કીર્તિદાન ગઢવીના નોરતા નગરી ગરબામાં ₹10 કરોડની ઉચાપત, 4 સામે ફરિયાદ
કચ્છના કંડલામાં કોલસા ભરેલું જહાજ એન્કર સાથે અથડાયું
કચ્છના કંડલામાં કોલસા ભરેલું જહાજ એન્કર સાથે અથડાયું
દરેક વોર્ડમાં શ્વાનની ‘ટેરિટરી’ નક્કી કરવા હાઈકોર્ટનો AMCને નિર્દેશ
દરેક વોર્ડમાં શ્વાનની ‘ટેરિટરી’ નક્કી કરવા હાઈકોર્ટનો AMCને નિર્દેશ
ફક્ત એક જ મેસેજ આપ્યો ને AI એ ટ્રેન ટિકિટ બુક કરી દીધી
ફક્ત એક જ મેસેજ આપ્યો ને AI એ ટ્રેન ટિકિટ બુક કરી દીધી
વરસાદ ખેંચાતા જામનગર જિલ્લાના ડેમોના દેખાયા તળિયા, પાણીની તંગીની ભીતિ
વરસાદ ખેંચાતા જામનગર જિલ્લાના ડેમોના દેખાયા તળિયા, પાણીની તંગીની ભીતિ
g clip-path="url(#clip0_868_265)">