Nikki Yadav Case: સાહિલ પર લગ્નનું હતુ દબાણ કે પછી છુપાવી રહ્યો છે કોઈ મોટી વાત, જાણો નિક્કી મર્ડર મિસ્ટ્રીમાં શું થયો ખુલાસો

|

Feb 16, 2023 | 9:33 AM

મોબાઈલના વાયર વડે નિક્કીની ગળું દબાવીને હત્યા કર્યા બાદ સાહિલે તેની લાશ હ્યુન્ડાઈ વર્ના કારમાં રાખી અને આખી રાત દિલ્હીના રસ્તાઓ પર 40 કિલોમીટર સુધી ફરતો રહ્યો સાહિલ.

Nikki Yadav Case: સાહિલ પર લગ્નનું હતુ દબાણ કે પછી છુપાવી રહ્યો છે કોઈ મોટી વાત, જાણો નિક્કી મર્ડર મિસ્ટ્રીમાં શું થયો ખુલાસો
Nikki murder mystery

Follow us on

ગયા વર્ષે રાજધાની દિલ્હીમાં લિવ-ઈન પાર્ટનર આફતાબ પૂનાવાલા દ્વારા તેની ગર્લફ્રેન્ડ શ્રદ્ધા વોકરની હત્યાએ સૌને ચોંકાવી દીધા હતા, હજુ મામલો ઠંડો પડ્યો નહોતો કે એક દિલ્હીમાં ફરી એકવાર આવો જ કેસ સામે આવ્યો છે. આ કેસમાં પણ સાહિલ નામક યુવકે તેની લિવ-ઈન પાર્ટનરની હત્યા કરી છે.

શું છે સમગ્ર મામલો?

દિલ્હી પોલીસે જણાવ્યું છે કે સાહિલ ગેહલોતએ તેની સાથે રહેતી તેની ગર્લફ્રેન્ડ નિક્કી યાદવની કથિત રીતે હત્યા કરી દીધી છે. પોલીસનું કહેવું છે કે તેણે હત્યાના લગભગ 12 કલાક પછી બીજી સ્ત્રી સાથે લગ્ન કર્યા અને બીજા દિવસે પાછો આવ્યો અને નિક્કીના મૃતદેહને નિકાલ માટે ફ્રીજમાં છુપાવી દીધો. ત્યારે હવે પોલીસે દિલ્હીના નિક્કી મર્ડર કેસની બારીકાઈથી તપાસ શરૂ કરી છે.

પોલીસ આરોપી સાહિલ પાસેથી દરેક રહસ્ય કાઢવાનો પ્રયાસ કરી રહી છે. આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. પોલીસને શંકા છે કે સાહિલ શ્રધ્ધા મર્ડર કેસની તર્જ પર નિક્કીના મૃતદેહનો નિકાલ કરવાની યોજના ઘડી રહ્યો હતો.જો કે તે પોલીસ સામે વધુ બોલવાનું ટાળી રહ્યો છે. ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે સાહિલને પૂછપરછ માટે પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો છે. જો કે આ હત્યા કેસમાં અનેક સવાલો છે જે હજુ વણઉકેલ્યા છે.

રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ બનાવ્યા 'એબ્સ'
દેશનું અનોખું રેલવે સ્ટેશન, જે અડધુ ગુજરાતમાં અને અડધુ મહારાષ્ટ્રમાં
ગુજરાતમાં છે અનોખુ બે અક્ષરવાળું રેલવે સ્ટેશન, જાણો નામ ?
High Blood Sugar : 400 સુગર લેવલ ઝડપથી કંટ્રોલ કરશે મખાના, જાણો ખાવાની રીત
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
Rahu Dosh Signs : રાહુ દોષ છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય?

મોબાઈલના વાયર વડે નિક્કીની ગળું દબાવીને હત્યા કર્યા બાદ સાહિલે તેની લાશ હ્યુન્ડાઈ વર્ના કારમાં રાખી અને આખી રાત દિલ્હીના રસ્તાઓ પર 40 કિલોમીટર સુધી ફરતો રહ્યો.

સાહિલે શું કરી કબુલાત?

તપાસ અધિકારીઓએ જણાવ્યું હતું કે સાહિલે કહ્યું હતું કે તેણે તેની ગર્લફ્રેન્ડનું મોબાઈલ કેબલ વડે ગળું દબાવી હત્યા કરી હતી જ્યારે તેણે ધમકી આપી હતી કે જો તે તેની સાથે લગ્ન નહીં કરે તો તેને કાયદાકીય કેસમાં ફસાવી દેશે. તેણે કહ્યું કે નિકીના દબાણમાં તે હિમાચલ પ્રદેશ ભાગી જવા માટે રાજી થઈ ગયો. તેઓએ તેમની કાર કાશ્મીરી ગેટના ISBT બસ સ્ટેશન પર પાર્ક કરી હતી, પરંતુ પછી તેણે તેનો નિર્ણય બદલી નાખ્યો જ્યારે તેમને તેમના પરિવારના સભ્યો તરફથી લગ્ન પહેલાના ફંક્શનમાં હાજરી આપવા માટે દબાણ કરતા ફોન આવવા લાગ્યા.

પુછતાછમાં સાહિલને પુછાશે આ સવાલ

  1. સાહિલે નિક્કીથી કેમ છુપાવી તેના લગ્નની વાત? શું સાહિલ હવે આ સંબંધથી કંટાળી ગયો હતો? શું સાહિલ પોતે બીજી છોકરી સાથે લગ્ન કરવા રાજી હતો? ખરેખર, સાહિલે પોલીસને જણાવ્યું છે કે તેના પરિવારના સભ્યો તેના પર લગ્ન માટે દબાણ કરી રહ્યા હતા. બીજી છોકરી સાથે લગ્ન કરવાનો તેનો કોઈ ઈરાદો નહોતો.
  2. નિક્કીના સંબંધીઓએ કહ્યું છે કે તેમને સાહિલ વિશે કોઈ માહિતી નથી. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે આવું કઈ રીતે થઈ શકે? કારણ કે નિક્કી 2018થી સાહિલ સાથે રિલેશનશિપમાં હતી. શું સગાસંબંધીઓ પણ કંઈક છુપાવે છે?
  3. મોબાઈલના વાયર વડે નિકીની ગળું દબાવીને હત્યા કર્યા બાદ સાહિલે તેની લાશ હ્યુન્ડાઈ વર્ના કારમાં રાખી અને આખી રાત દિલ્હીના રસ્તાઓ પર 40 કિલોમીટર સુધી ફરતો રહ્યો. પોલીસને તેની જાણ કેમ ન થઈ?
  4. પોલીસે સાહિલ સાથે અત્યાર સુધી કરેલી પૂછપરછમાં પ્રાથમિક દૃષ્ટિએ એવું જણાઈ રહ્યું છે કે સાહિલે લગ્નના દબાણને કારણે નિકીની હત્યા કરી છે? જો કે, હત્યા માટે માત્ર આ જ હેતુ પૂરતો છે કે કેમ તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.
  5. સાહિલે નિકીની હત્યા કેસમાં સમગ્ર ગુનો સ્વીકારી લીધો છે. તેણે તેના પરિવારને તેનાથી દૂર રાખ્યો છે. સાહિલના પરિવારે પણ નિકીને ઓળખવાની ના પાડી દીધી છે. આ વાત ખળભળાટ મચી ગઈ છે.
  6. નિક્કીનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવી ગયો છે. રિપોર્ટમાં બળજબરી અંગે કોઈ વાત કરવામાં આવી નથી. તેનું મોત ગળું દબાવવાને કારણે થયું હતું. પરંતુ, સવાલ એ ઉઠી રહ્યો છે કે જ્યારે સાહિલ નિક્કીનું ગળું દબાવી રહ્યો હતો ત્યારે શું નિક્કીએ તેનાથી છૂટવાનો પ્રયાસ કર્યો ન હતો કે પછી સાહિલની સાથે નિક્કીને અન્ય કોઈ પણ પકડી રાખી હતી.
  7. શું આ બ્લેકમેલિંગનો મામલો છે? અવારનવાર આવા દુષ્કર્મના કિસ્સાઓ સામે આવ્યા છે, જ્યારે પ્રેમિકા તેના પ્રેમીને કોઈ કારણસર બ્લેકમેઈલ કરીને પૈસાની માંગણી કરતી હતી અને પ્રેમીએ કંટાળીને તેની હત્યા કરી નાખી હતી. શું સાહિલ સાથે પણ એવું જ હતું.

Published On - 9:30 am, Thu, 16 February 23

Next Article