T-20 લીગ: સુર્યકુમાર યાદવના અણનમ 79 રનના દમ પર બેંગ્લોરને 5 વિકેટે મુંબઈએ હરાવ્યું, ચહલ અને સિરાજે 2-2 વિકેટ ઝડપી

ટી-20 લીગની 13મી સિઝનની 48મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે યોજાઈ. અબુધાબીમાં રમાઈ રહેલી આ મેચમાં મુંબઈએ ટોસ જીતીને બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિત શર્મા ઈજાને લઇ મેદાનની બહાર રહ્યો હતો. કિરોન પોલાર્ડે મેચની આગેવાની સંભાળી છે. ઓપનર પડીકકલે શાનદાર અડધીસદી સાથે ટીમ બેંગ્લોરે પ્રથમ બેટીંગ કરતા 6 વિકેટ ગુમાવીને 164 […]

T-20 લીગ: સુર્યકુમાર યાદવના અણનમ 79 રનના દમ પર બેંગ્લોરને 5 વિકેટે મુંબઈએ હરાવ્યું, ચહલ અને સિરાજે 2-2 વિકેટ ઝડપી
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 28, 2020 | 11:16 PM

ટી-20 લીગની 13મી સિઝનની 48મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે યોજાઈ. અબુધાબીમાં રમાઈ રહેલી આ મેચમાં મુંબઈએ ટોસ જીતીને બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિત શર્મા ઈજાને લઇ મેદાનની બહાર રહ્યો હતો. કિરોન પોલાર્ડે મેચની આગેવાની સંભાળી છે. ઓપનર પડીકકલે શાનદાર અડધીસદી સાથે ટીમ બેંગ્લોરે પ્રથમ બેટીંગ કરતા 6 વિકેટ ગુમાવીને 164 રનનો સ્કોર કર્યો હતો. જેના વળતા જવાબમાં સુર્યકુમાર યાદવના શાનદાર 79 રનની ઈનીંગ સાથે 166 રન કરીને લક્ષ્યાંક પાર કર્યુ હતુ. આમ 5 વિકેટે મુંબઈએ બેંગ્લોર સામે 19.1 ઓવરમાં જ વિજય મેળવ્યો હતો.

T20 league Suryakumar yadav na annam 79 run na dum par RCB ne 5 wicket MI e haravyu chahal ane siraj 2-2 wicket jadpi

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુંબઈ ઈન્ડિયન્સની બેટીંગ

સુર્યકુમાર યાદવે ફરી એકવાર ટીમ માટે સારૂ પ્રદર્શન કરી અડધીસદી ફટકારી હતી. તે મેચમાં ટીમની સ્થિતીને જકડી રાખી રહ્યો હતો. તેણે ઝડપી અને મક્કમ રમત દાખવી હતી. તેણે અણનમ 79 રન 43 બોલમાં કર્યા હતા. રન ચેઝ કરવાની યોજના સાથે જ ટોસ જીતીને પણ બીજી ઈનીંગમાં મુંબઇની બેટીંગનો નિર્ણય હંગામી કેપ્ટન પોલાર્ડે કર્યો હતો. ક્વીન્ટન ડીકોકે ઓપનર તરીકે 19 બોલમાં 18 રન કરીને પ્રથમ વિકેટ ટીમ વતી ગુમાવી હતી. તે ટીમના 37 રનના સ્કોર પર જ આઉટ થયો હતો. ઈશાન કીશને પણ 25 રન જોડીને વિકેટ ગુમાવી હતી. સૌરભ તિવારીએ 5 જ રન જોડ્યા હતા. ટીમે 73 રનના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. કૃણાલ પંડ્યાએ 10 રન કરીને પેવેલીયન પરત ફર્યો હતો. હાર્દીક પંડ્યાએ યાદવને સાથ આપતી 17 રનની મહત્વની ઈનીંગ દાખવી હતી. કેપ્ટન પોલાર્ડે એક જ બોલ રમીને એક ચોગ્ગો લગાવી અણનમ રહ્યા હતા.

T20 league Suryakumar yadav na annam 79 run na dum par RCB ne 5 wicket MI e haravyu chahal ane siraj 2-2 wicket jadpi

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની બોલીંગ

યુઝવેન્દ્ર ચહલે 4 ઓવરમાં 37 રન આપીને બે વિકેટ ઝડપી હતી. મહંમદ સિરાજે 3.1 ઓવરમાં 28 રન આપીને બે વિકેટ ઝડપી હતી. વોશિંગ્ટન સુંદરે પણ વિકેટ ઝડપવામાં સફળ ના થવા છતાં પણ કરકસર ભરી બોલીંગ કરીને ટીમને મદદરુપ બેટીંગ કરી હતી. તેણે ચાર ઓવરમાં 20 રન આપ્યા હતા. ડેલ સ્ટેયને ચાર ઓવરમાં 43 રન આપીને ખર્ચાળ રહ્યો હતો. ક્રિસ મોરીસે પણ ચાર ઓવરમાં એક વિકેટ ઝડપી હતી અને 36 રન આપ્યા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની બેટીંગ.

ટોસ હારીને બેટીંગ માટે ક્રિઝ પર પહોંચેલી બેંગ્લોરની ટીમે સારી શરુઆત કરી હતી. દેવદત્ત પડિક્કલ અને જોશ ફીલીપે સારી શરુઆત કરી હતી. બંનેએ પાવર પ્લેમાં વિકેટ ગુમાવ્યા વિના જ 54 રન કરી લીધા હતા. પડિક્કલે 45 બોલમાં 74 રનની પારી રમી હતી. જોકે ટીમના 73 રનના સ્કોર પર ફિલિપે વ્યક્તિગત રીતે 33 રન બનાવીને આઉટ થયો હતો. જોશ ફીલીપની ટીમમાં આજે વાપસી થઈ હતી. કેપ્ટન વિરાટ કોહલીએ 14 બોલમાં 09 રન બનાવીને બુમરાહનો શિકાર બન્યો હતો. જ્યારે એબી ડિવિલિયર્સ પોલાર્ડનો શિકાર 15 રન જોડીને થયો હતો. શિવમ દુબે 2 રન અને ક્રિસ મોરીસ 4 રન કરીને વિકેટ ગુમાવી બેઠા હતા. આમ મીડલ ઓર્ડર આજે નિષ્ફળ રહેતા બેંગ્લોરે ધાર્યા સ્કોરની યોજનાથી મર્યાદીત રહેવુ પડ્યુ હતુ. ગુરુક્રિત માન 14 અને વોશિંગ્ટન સુંદરે 10 રન કરીને અણનમ રહ્યા હતા.

T20 league MI Same RCB e devdutt ni shandar fifty sathe 164 run karya Bumrah ni 3 wicket

મુંબઇ ઇન્ડિયન્સની બોલીંગ.

જસપ્રિત બુમરાહે 4 ઓવરમાં માત્ર 14 રન ગુમાવીને બેંગ્લોરની ત્રણ વિકેટ ઝડપી હતી. બુમરાહે આજે પ્રભાવશાળી બોલીંગ કરી હતી. રોહિત શર્માની ગેરહાજરીમાં કેપ્ટન કિરોન પોલાર્ડે એક ઓવર નાંખીને 5 રન આપી એક વિકેટ ઝડપી હતી. રાહુલ ચહર અને જેમ્સ પૈટીસન સિવાયના બોલરોએ આજે કરકસર ભરી બોલીંગ કરી હતી. રાહુલે 4 ઓવરમાં 43 રન ગુમાવ્યા હતા અને એક વિકેટ ઝડપી હતી. જ્યારે પૈટીસન્સે ત્રણ ઓવરમાં 35 રન આપ્યા હતા. કૃણાલ પંડ્યાએ ચાર ઓવરમાં 27 રન આપ્યા  હતા, જોકે તેને વિકેટ મળી શકી નહોતી. ટ્રેન્ટ બોલ્ટે ચાર ઓવરમાં 40 રન ગુમાવીને એક એક વિકેટ ઝડપી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">