T-20: કલકતાના બોલરો સામે રાજસ્થાન ટીમે હથિયાર મુક્યા, રાજસ્થાનની 60 રને હાર, કમિન્સની 4 વિકેટ

  ટી-20 લીગની 54મી મેચ દુબઇના આંતરરાષ્ટ્રીય ક્રીકેટ સ્ટેડીયમ પર રમાઇ. રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી. કલકત્તા કેપ્ટન ઇયોન મોર્ગનની શાનદાર બેટીંગે અર્ધ શતક નોંધાવ્યુુ. 20 ઓવરના અંતે  કલકત્તાની ટીમે 7 વિકેટ ગુમાવીને 191 રનનો સ્કોર કર્યો. વળતા જવાબમાં કંગાળ રમત દાખવીને 9 વિકેટ ગુમાવી 131 રન 20 ઓવરના અંતે કર્યા. Web Stories […]

T-20: કલકતાના બોલરો સામે રાજસ્થાન ટીમે હથિયાર મુક્યા, રાજસ્થાનની 60 રને હાર, કમિન્સની 4 વિકેટ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 01, 2020 | 11:52 PM

ટી-20 લીગની 54મી મેચ દુબઇના આંતરરાષ્ટ્રીય ક્રીકેટ સ્ટેડીયમ પર રમાઇ. રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી. કલકત્તા કેપ્ટન ઇયોન મોર્ગનની શાનદાર બેટીંગે અર્ધ શતક નોંધાવ્યુુ. 20 ઓવરના અંતે  કલકત્તાની ટીમે 7 વિકેટ ગુમાવીને 191 રનનો સ્કોર કર્યો. વળતા જવાબમાં કંગાળ રમત દાખવીને 9 વિકેટ ગુમાવી 131 રન 20 ઓવરના અંતે કર્યા.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

રાજસ્થાન રોયલ્સની બેટીંગ

રાજસ્થાન રોયલ્સની ટીમ કલકત્તાના પૈટ કમિન્સની બોલીંગ સામે પત્તાના મહેલની જેમ ધરાશયી થવા લાગી. 37 રન ના સ્કોર સુધીમાં જ ટીમે 5 વિકેટ ગુમાવી હતી. આમ 18 રનના અંતરમાં જ 5 વિકેટ ગુમાવી દીધી. ટીમે પ્રથમ વિેકેટ 19 રનના સ્કોર પર રોબીન ઉથપ્પા ની ગુમાવી. તેણે 6 રન કર્યા હતા.

બેન સ્ટોકસ 18 રન કર્યા. કેપ્ટન સ્ટિવ સ્મિથે 4 અને સંજુ સૈમસને 1 જ રન કરીને વિકેટ ગુમાવી. બટલરે 35  રન કર્યા હતા, જ્યારે રાહુલ તેવટીયાએ 31 રન કર્યા હતા. બાદમાં શ્રેયસ ગોપાલે અણનમ 23 રન કર્યા.

કલકત્તા નાઈટ રાઈડર્સની બોલીંગ 

પૈટ કમિન્સે જાણે કે આજે કલકત્તાને પ્લેઓફની દોડમાં આશા બાંધી રાખવા સ્વરુપ પ્રદર્શન કર્યું . કમિન્સે હરીફ ટીમના બંને ઓપનર સહિત 4 ખેલાડીઓને એક પછી એક પેવેલીયન મોકલી દેતા કલકત્તાએ બોલીંગ ઈનીંગની શરુઆતમા જ મેચ પોતાના પક્ષે કરી લીધી. શિવમ માવી અને વરુણ ચક્રવર્તીએ પણ 2-2 વિકેટ ઝડપી. કમલેશ નાગરકોટીએ 1 વિકેટ ઝડપી.

કલકત્તા નાઇટ રાઇડર્સ ની બેટીંગ.

કલકત્તાએ પ્રથમ બોલ પર જ તેની પ્રથમ વિકેટ ગુુમાવી હતી. નિતિશ રાણા પ્રથમ બોલ પર જ શુન્ય રને આઉટ થયો હતો. જોકે કલકત્તાએ કરો યા મરોની નીતીને વળગી રહ્યુ હતુ. તેણે રાણાની વિકેટ પ્રથમ બોલે ગુમાવવા છતાં પણ દબાણાં રહ્યા વિના બેટીંગ દાખવી હતી. ત્યાર બાદ શુભમન ગીલ અને રાહુલ ત્રીપાઠીએ 72 રનની ભાગીદારી રમત રમી હતી.

ગીલ 73 ના સ્કોર પર 36 રન બનાવીને આઉટ થયો હતો. સુનિલ નરેન  શુન્ય રન પર વિકેટ ગુમાવી બેઠો. આમ 74 ના સ્કોર પર 3 વિકેટ કલકત્તાએ ગુમાવી. 94 ના સ્કોર પર ચોથી વિકેટ  રાહુલ ત્રિપાઠીની ગુમાવી. તેણે 39 રન કર્યા.  99 પર દિનેશ કાર્તિક પણ શુન્ય રને આઉટ થયો. આન્દ્રે રસાલ 11 બોલમાં 25 રન અને પેટકમિન્સે 11 બોલમાં 15 રન કર્યા. જ્યારે કેપ્ટન મોર્ગે અણનમ 68 રન માત્ર 35 બોલમાં કર્યા.

રાજસ્થાન રોયલ્સની બોલીંગ.

રાહુલ તેવટીયાએ આજે ત્રણ વિકેટ ઝડપી હતી, તેણે ચાર ઓવરમાં 25 રન આપ્યા હતા. આ ઉપરાંત કાર્તિક ત્યાગીએ પણ ચાર ઓવરમાં 36 રન આપીને બે વિકેટ ઝડપી હતી. શ્રેયસ ગોપાલ અને જોફ્રા આર્ચરે એક એક વિકેટ ઝડપી હતી. આર્ચરે કરકસર ભરી બોલીંગ કરી દાખવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">