T-20: KXIP સામે કારમી હાર બાદ વિરાટ કોહલીએ કહ્યુ, રાહુલના બે કેચ છોડવા ભારે પડ્યા

રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ, કિંગ્સ ઇલેવન પંજાબ સામેની મેચમાં પોતાના વ્યક્તિગત પ્રદર્શનથી નિરાશ છે. તેણે કહ્યુ હતુ કે પોતાને ટીમનુ આગળ આવીને, નેતૃત્વ કરવાની જરુર હતી. કોહલીએ ગુરુવારની મેચમાં પંજાબના કેપ્ટન કેએલ રાહુલ ના બે કેચ છોડ્યા હતા. જે પછી રાહુલે આરસીબીના બોલરોને અંતિમ બે ઓવરો દરમ્યાન ધોઇ નાંખતી બેટીંગ કરી રન કર્યા […]

T-20: KXIP સામે કારમી હાર બાદ વિરાટ કોહલીએ કહ્યુ, રાહુલના બે કેચ છોડવા ભારે પડ્યા
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 25, 2020 | 12:02 PM

રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ, કિંગ્સ ઇલેવન પંજાબ સામેની મેચમાં પોતાના વ્યક્તિગત પ્રદર્શનથી નિરાશ છે. તેણે કહ્યુ હતુ કે પોતાને ટીમનુ આગળ આવીને, નેતૃત્વ કરવાની જરુર હતી. કોહલીએ ગુરુવારની મેચમાં પંજાબના કેપ્ટન કેએલ રાહુલ ના બે કેચ છોડ્યા હતા. જે પછી રાહુલે આરસીબીના બોલરોને અંતિમ બે ઓવરો દરમ્યાન ધોઇ નાંખતી બેટીંગ કરી રન કર્યા હતા. તો વળી કોહલી પોતાના બેટ થી રન કરવામં નિષ્ફળ રહ્યો હતો. તે ફક્ત એક જ રન બનાવી શક્યો હતો. પંજાબની જીત માટેના અસલી હિરો તેના કેપ્ટન કેએલ રાહુલ રહ્યો હતો. જેમે 69 બોલ પર 07 છગ્ગા અને 14 ચોગ્ગાની ફટકારી 132 રનની શાનદાર ઇનીંગ્સ રમી હતી.

મેચના અંતે એવોર્ડ વિતરણ દરમ્યાન કોહલી એ કહ્યુ હતુ કે, મારે સામે થી પોતાની જવાબદારી નિભાવવાની જરુર છે. એ બંને કેચ ના કારણે જ અમારે 30-40 રનનુ નુકશાન ભોગવવુ પડ્યુ છે. જો અમે તેને 180 રન સુધી રોકી લેતા તો અમારી પર પહેલા બોલ થી જ મોટા શોટ્સ રમવાનુ દબાણ સર્જાયુ ના હોત.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

વિરાટે કહ્યુ હતુ કે, આ પ્રકારની બાબતો તો થતી રહે છે. સારી અને ખરાબ મેચ તો આવતી રહે છે. અત્યારે આગળ વધવાનો સમય છે. પરંતુ જેમ મે કહ્યુ એમ માપે આગળ આવીને નેતૃત્વ નિભાવવાની જરુર હતી. તે બંને કેચ ખુબ જ મોંઘા સાબિત થયા છે. બેટ થી પણ મારે કંઇક સારુ કરવુ જોઇતુ હતુ.

કિંગ્સ ઇલેવન પંજાબના મોટા સ્કોર સામે આરસીબી ની બેટીંગ લાઇન અપે જાણે કે શરણાગતી સ્વિકારી લીધી હતી. પરીણામે આરસીબીએ 97 રનથી મોટી હાર સ્વિકારી પડી હતી. ફિંચ અને ડિવીલીયર્સ ના આઉટ થયા બાદ તો જાણે કે રોયલ ચેલેનજર્સ બેંગ્લોરે પોતાની હારની ટાળવી ખુબ જ મુશ્કેલ બની ગઇ હતી. એક માત્ર વોશીંગ્ટન સુંદર હતો જે નિચલા ક્રમે પંજાબનો મુકાબલો કેટલેક અંશે કરી શક્યો હતો. સુંદર 27 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદ થી 30 રન કર્યા હતા. આરસીબીની પુરી ટીમ 17 ઓવરમાં માત્ર 107 રન પર ધરાશયી થઇ ગઇ હતી.

આ પણ વાંચોઃT-20: દિલ્હીની ટીમમાં અશ્વિન-ઇશાંતના જોડાવાને લઇને સસપેન્સ યથાવત, કૈફે કહ્યુ નિરીક્ષણ હેઠળ છે બંને પ્લેયર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">