AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાટણ પાલિકાના કર્મચારીઓ પર હુમલો કરી 4 શખ્શો રખડતા પકડેલા ઢોર છોડાવી ગયા, પોલીસ કાર્યવાહી કરાઈ

પાટણ સહિત રાજ્યભરમાં રખડતાં ઢોરોએ પરેશાની કરી મૂકી છે. લોકો રખડતા ઢોર અડફેટે લેતા જીવ ગૂમાવી રહ્યા છે. આમ છતાં ઢોરને રસ્તે રઝળતા મુકનારાઓ પોતાની બેદરકારીને સુધારવા માટે તૈયાર નથી. બીજી તરફ અકસ્માતોને નિવારવા માટે પાલિકા અને કોર્પોરેશન દ્વારા કરાતી કાર્યવાહી સામે આવા કેટલાક લોકો બાંયો ચઢાવી ઘર્ષણ સર્જી રહ્યા છે. આવી જ રીતે પાટણ શહેરમાં પાલીકાએ પકડેલ ઢોરને છોડાવવા માટે કર્મચારીઓ પર હુમલો કર્યો છે.

પાટણ પાલિકાના કર્મચારીઓ પર હુમલો કરી 4 શખ્શો રખડતા પકડેલા ઢોર છોડાવી ગયા, પોલીસ કાર્યવાહી કરાઈ
પોલીસ ફરિયાદ નોંધાઈ
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2023 | 8:26 PM
Share

રાજ્યભરમાં અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેમાં રખડતા ઢોર લોકોને અને બાળકોને અડફેટે લઈ રહ્યા છે. લોકોએ જીવ ગુમાવ્યાના પણ અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. તો રસ્તા પર ભર બજારમાં લોકોને પશુઓ અડફેટે લઈ ગંભીર ઈજાઓ પહોંચાડતી અસંખ્ય ઘટનાઓ નોંધાઈ ચૂકી છે. આવા વીડિયો પણ રોજ બરોજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં હાઈકોર્ટ પણ આ દિશામાં કાર્યવાહી કરવા માટે આદેશ કરી રહ્યા છે.

ત્યાં માર્ગ પર રઝળતા ઢોરને મૂદ્દે થતી કાર્યવાહીને પગલે પાલિકા કર્મચારીઓ પર હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. પાટણ શહેરમાંથી પણ રખડતાં ઢોરને પકડવા માટે કાર્યવાહી કરી હતી. એ દરમિયાન ઢોરને છોડાવી જવા માટે કેટલાક શખ્શોએ ધસી આવીને પાલીકાના કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. ઘટના બાદ હવે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

4 સખ્શો સામે ફરિયાદ

પાટણ શહેરમાંથી રઝળતા ઢોરને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન પાલિકા દ્વારા આવા રખડતા ઢોરને પકડવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પાટણ શહેરના પાવર હાઉસ વિસ્તાર સહિતના સ્થળોએથી રસ્તા પર રખડતા અને રાહદારીઓ માટે જોખમી લાગી રહેલા પશુઓને પાંજરે પુરવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં 8 જેટલા પશુઓને પાંજરે પુરવામાં આવ્યા હતા.

પાંજરે પુરીને પશુઓને સલામત સ્થળે લઈ જઈને ત્યાં આગળની કાર્યવાહી માટે રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન જ્યાં પશુઓ ભરેલ ટ્રેક્ટર સાથેનુ ઢોર ડબ્બાનુ પાંજરુ ઉભુ હતુ એ સ્થળે પાલિકાની સરકારી ઓફિસના અધિકૃત કંપાઉન્ડમાં કેટલાક લોકો લાકડીઓ લઈને ધસી આવ્યા હતા. જેઓએ પાલિકાના કર્મચારીઓ સાથે ગાળાગાળી કરીને ઘર્ષણ શરુ કર્યુ હતુ. ચારેક જેટલા શખ્શોએ પાલિકાના કર્મચારીઓ પર લાકડીઓ વડે માર મારીને હુમલો કરી પાંજરામાં પુરેલ પશુઓને છોડાવીને ભાગી છુટ્યા હતા. જેને લઈ આ મામલે પાલિકા કર્મચારી ભરત પટેલે પાટણ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

કોની સામે નોંધાઈ ફરિયાદ

  1. વિપુલ અમરતભાઈ ભરવાડ
  2. અમરત કરમશીભાઈ ભરવાડ
  3. સાહીલ જામાભાઈ ભરવાડ
  4. શૈલેષ ઠાકોર

g clip-path="url(#clip0_868_265)">