દીકરીના લગ્ન કરી શકશો ધામ ધૂમથી, માત્ર 20 લાખ રુપિયા તો વ્યાજ જ મળશે, જાણો કઈ રીતે કેટલુ રોકાણ કરવુ
જો તમે દીકરીના લગ્ન માટે ભંડોળ એકત્ર કરવા માગો છો, તો આજથી જ રોકાણ શરૂ કરી શકો છો. તમે ભવિષ્યમાં તમારા ખર્ચાઓને પહોંચી વળવા માટે SIPમાં રોકાણ કરી શકો છો. SIP એટલે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન ઓછુ જોખમી હોવાથી હાલના સમયમાં રોકાણનો લોકપ્રિય વિકલ્પ બન્યો છે.
દીકરીના લગ્ન ધામધૂમથી કરવુ દરેક માતા-પિતાનું સ્વપ્ન હોય છે. જો કે તેના માટે નાણા ભંડોળ એકત્ર કરવુ તે માતા-પિતા માટે ચિંતાનો વિષય બની જાય છે. જો કે તમે સુવ્યવસ્થિત આયોજન કરીને સારુ નાણાં ભંડોળ એકત્ર કરી શકો છો.યોગ્ય જગ્યાએ નાણાંનું રોકાણ કરીને તમે સારુ વળતર મેળવી શકો છો.
જો તમે દીકરીના લગ્ન માટે ભંડોળ એકત્ર કરવા માગો છો, તો આજથી જ રોકાણ શરૂ કરી શકો છો. તમે ભવિષ્યમાં તમારા ખર્ચાઓને પહોંચી વળવા માટે SIPમાં રોકાણ કરી શકો છો. SIP એટલે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન ઓછુ જોખમી હોવાથી હાલના સમયમાં રોકાણનો લોકપ્રિય વિકલ્પ બન્યો છે. જો તમે શેરબજારમાં સીધું રોકાણ કરવા નથી માગતા તો SIP તમારા માટે યોગ્ય વિકલ્પ છે.
SIP એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં દરેક નિયમિત અંતરાલમાં તમારે એક નિશ્ચિત રકમ જમા કરાવવાની રહે છે. તમે 25 હજાર રૂપિયાની માસિક ડિપોઝિટ સાથે SIP કરી શકો છો. તેના દ્વારા 20 લાખ રૂપિયાનું ફંડ સરળતાથી જમા કરી શકાય છે.
દર મહિને 25,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે
ગણતરી મુજબ, તમારે દર મહિને 25,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે.એનો અર્થ એ થયો કે તમે 1 વર્ષમાં 3 લાખ રૂપિયાનું રોકાણ કરશો. તમારે આ માસિક રોકાણ 5 વર્ષ માટે સતત કરવાનું રહેશે. એટલે કે તમે 5 વર્ષ માટે SIPમાં કુલ 15 લાખ રૂપિયાનું રોકાણ કરશો. હવે મ્યુચ્યુઅલ ફંડના ઇતિહાસના રિટર્નના આધાર પ્રમાણે જોઇએ તો તમને રોકાણ પર વાર્ષિક 12 % વળતર મળે છે.જો કે ધ્યાન રાખજો કે તમને આ વ્યાજ પર ચક્રવૃદ્ધિનો લાભ પણ મળે છે. એટલે કે તમે વ્યાજ પર વ્યાજ પણ મેળવી શકો છો.
SIP રોકાણ પર તમને કુલ રૂ. 5,62,159નું વ્યાજ મળશે. પાકતી મુદતના સમયે, તમને રોકાણની રકમ અને વ્યાજની રકમ એકસાથે મળશે, જે ₹20,62,159 હશે.
લાંબા સમય માટે રોકાણ કરવાની સલાહ
ધ્યાનમાં એ બાબત રાખવી પડશે SIPમાં સારુ વળતર મેળવવા માટે તમારે લાંબા સમય સુધી રોકાણ કરવુ પડશે. શેરબજારની વધઘટ તમારા SIP વળતરને અસર કરી શકે છે. આ યોજનાને અનુસરતા પહેલા, કૃપા કરીને તમારા નાણાકીય સલાહકારની સલાહ લેવી.
(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)