INDvsAUS: પ્રથમ T-20માં ભારતનો 11 રને વિજય, ચહલ અને નટરાજને ત્રણ-ત્રણ વિકેટ ઝડપી

ઓસ્ટ્રેલીયા સામેની ત્રણ T-20 મેચની શ્રેણીની પ્રથમ મેચ આજે કેનબેરા ના મેદાન પર રમાઇ હતી. મેચમાં ઓસ્ટ્રેલીયાના કેપ્ટન આરોન ફીંચે ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમે 20 ઓવરના અંતે 7 વિકેટ ગુમાવીને 161 રન કર્યા હતા. જેના જવાબમાં સાત વિકેટ ગુમાવીને ઓસટ્રેલીયાની ટીમે 150 રન કર્યા હતા. આમ સીરીઝની પ્રથમ મેચ […]

INDvsAUS: પ્રથમ T-20માં ભારતનો 11 રને વિજય, ચહલ અને નટરાજને ત્રણ-ત્રણ વિકેટ ઝડપી
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 04, 2020 | 5:59 PM

ઓસ્ટ્રેલીયા સામેની ત્રણ T-20 મેચની શ્રેણીની પ્રથમ મેચ આજે કેનબેરા ના મેદાન પર રમાઇ હતી. મેચમાં ઓસ્ટ્રેલીયાના કેપ્ટન આરોન ફીંચે ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમે 20 ઓવરના અંતે 7 વિકેટ ગુમાવીને 161 રન કર્યા હતા. જેના જવાબમાં સાત વિકેટ ગુમાવીને ઓસટ્રેલીયાની ટીમે 150 રન કર્યા હતા. આમ સીરીઝની પ્રથમ મેચ ભારતે 11 રન થી જીતી લીધી હતી. 

ઓસટ્રેલીયા ની બેટીંગ.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

વળતા જવાબમાં ઓસ્ટ્રેલીયાના બેટસમેનો એ લક્ષ્યાંકનો પીછો કરવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ વન ડેમાં ધુંઆધાર રમનારા સ્ટીવન સ્મિથ અને ગ્લેન મેક્સવેલ આજે ખાસ દમ નહોતો દાખવી શક્યા. ઓપનર ડી આર્કી શોર્ટ એ 34 અને આરોન ફીંચ 35 રન કર્યા હતા. સ્મિથે 12 અને મેક્સવેલ 2 રન કરીને પેવેલીયન પરત ફર્યો હતો. હેનરીકસે 30 રન રન કર્.ા હતા. મેથ્યુ વાડે એ 7, સ્ટાર્કે 1 રન કર્યો હતો. સીઅન એબોટ્ટ અણનમ 12 રન કર્યા હતા.

ભારતની બોલીંગ.

નટરાજન અને યુઝવેન્દ્ર ચહલ ત્રણ ત્રણ વિકેટ ઝડપી હતી. બંને બોલરોએ ઓસ્ટ્રેલીયાના બેટ્સમેનોને એક બાદ એક પેવેલીયન મોકલવામાં સફળ રહ્યા હતા. જેમા ંખાસ કરીને ચહલે આરોન ફીંચ અને સ્મિથને પોતોના શિકાર બનાવી બાજી ઓસ્ટ્રેલીયાના હાથ માં જતી અટકાવી હતી. નટરાજને પણ ઓપનર શોર્ટ ની વિકેટ તેમજ ગ્લેન મેક્સવેલ ને પણ ઝડપથી પેવેનલીયન મોકલી આપ્યા હતો. દિપક ચહલે પણ એક વિકેટ ઝડપી હતી. વોશીંગ્ટન સુંદરે કરકસર ભરી બોલીંગ કરી હતી. તેણે ચાર ઓવરમાં માત્ર 16 રન આપ્યા હતા.

India lost 7 wickets in the first T20 and scored 161 runs

ભારતની બેટીંગ.

ટોસ હારીને બેટીંગ કરવા માટે મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમને પ્રથમ ઝટકો શિખર ધવનના સ્વરુપમાં લાગ્યો હતો. તે 6 બોલ રમીને માત્ર 1 રન કરીને ક્લીન બોલ્ડ થયો હતો. ત્યાર બાદ કેએલ રાહુલ અને કેપ્ટન વિરાટ કોહલીએ રમત આગળ ધપાવવી શરુ કરી હતી ત્યાં જ કોહલી પણ 9 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. ત્રીજી વિકેટ સંજુ સેમસનના રુપમાં ગુમાવી હતી. તેણે 15 બોલમાં 23 રન બનાવ્યા હતા.મનિષ પાંડે પણ 2 રન બનાવીને આઉટ થયો હતો. કેએલ રાહુલ પાંચમી વિકેટના રુપમાં પેવેલીયન પરત ફર્યો હતો. તેણે 40 બોલમાં 51 રન બનાવ્યા હતા. હાર્દીક પંડ્યાએ 16 રન કર્યા હતા. એક સમયે 85 રન પર ભારતની માત્ર બે વિકેટ હતી ત્યાં 92 રન પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. રવિન્દ્રસિંહ જાડેજાએ ફરી એકવાર ટીમની વહારે આવ્યો હતો અને તેણે નોટઆઉટ રહી શાનદાર 44 રન ફટકારીને ટીમને લડાયક સ્કોર પર પહોચાડી હતી. ટીમે 20 ઓવરના અંતે સાત વિકેટ ગુમાવી હતી.

ઓસ્ટ્રેલીયાની બોલીંગ.

ઓસ્ટ્રેલીયા ના મોઇસેસ હેનરીક્સ આજે સફળ બોલર રહ્યો હતો. તેણે ભારતીય ટીમને ત્રણ મહત્વની વિકેટોને પોતાનો શિકાર બનાવી હતી. તેણે કેએલ રાહુલ, સેમસન અને હાર્દિક પંડ્યાને પેવેલીયન મોકલ્યા હતા. તેણે ચાર ઓવરમાં 22 રન આપ્યા હતા. મિશેલ સ્ટાર્કે બે વિકેટ ઝડપી હતી. એડમ ઝંપાએ ચાર ઓવરમાં 20 રન આપીને એક વિકેટ ઝડપી હતી. જોશ હેઝલવુડે એક વિકેટ ઝડપી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">