Gujarati Video : રાજકોટ ભાજપના મહિલા નેતાના પતિનું કારસ્તાન, ફરિયાદમાં પોતે કોર્પોરેટર કહી પોલીસને ગેરમાર્ગે દોરી

રાજકોટ શહેરના વોર્ડ નંબર-5ના ભાજપના (BJP) મહિલા કોર્પોરેટર (Corporator) વજી ગોલતરના પતિએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોતાની ઓળખ ભાજપના કોર્પોરેટર તરીકે આપી હતી.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2023 | 10:05 AM

Rajkot : મહિલા સશક્તિકરણની વાતો જોરશોરથી કરવામાં આવે છે અને રાજનીતિમાં મહિલાઓને પૂરતું પ્રાધાન્યના દાવા કરવામાં આવે છે, પરંતુ મહિલાઓના નામે ચૂંટણી જીતીને તેમના પરિવારના જ પુરૂષો પદાધિકારી તરીકે રોફ જમાવતા હોય છે. આવો જ વધુ એક કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે. જયાં શહેરના વોર્ડ નંબર-5ના ભાજપના (BJP) મહિલા કોર્પોરેટર (Corporator) વજી ગોલતરના પતિએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોતાની ઓળખ ભાજપના કોર્પોરેટર તરીકે આપી હતી.

આ પણ વાંચો-Gujarati Video : ધોરાજીમાં રસ્તા ધોવાતા પ્રજા ત્રસ્ત, ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા ગુમ થયા હોવાના પોસ્ટર લગાવી કર્યો વિરોધ

ઘટનાની વાત કરીએ તો, ગત 2 જુલાઈના રોજ સંતકબીર રોડ મંછાનગર શેરી નંબર 10માંથી કચરાના ઢગલામાંથી માનવભ્રુણ મળી આવ્યું હતું. જે મુદ્દે મહિલા કોર્પોરેટરના પતિ કવા ગોલતરે બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે મહિલા કોર્પોરેટરના પતિના ફરિયાદના આધારે અજાણી મહિલા સામે ગુનો નોંધ્યો હતો. પોલીસ ફરિયાદમાં પત્નીની જગ્યાએ પોતે કોર્પોરેટર હોવાનો ઉલ્લેખ કર્યો હતો. મહિલા કોર્પોરેટરના પતિ સંતકબીર રોડ પર ખાનગી ડેરી ચલાવે છે અને તેમના પત્ની વોર્ડ નંબર-5માં ભાજપમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાયા છે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

રાજકોટ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">